બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Monday, July 31, 2006

પડછાયો હતો _મુહમ્મદઅલી ભૈડુ,વફા,

મારોજ એ ,પડછયો હતો કોણ માનશે.
તો પણજુઓ પરાયો હતો કોણ માનશે

ને.મેઁજ ફેઁકયા એ હતા થોડા પથ્થરો,
ને હુઁજ ત્યાઁ ઘવાયો હતો કોણ માનશે

એ કેટલી કળી પૂષ્પ ઉપર, ફર્યો પ્યારથી
ભમરો જરા હળાયો હતો કોણ માનશે.

કઁઇકેટલા કર્યા પ્રયત્ન ભુલવા એ ગમ
એ કાળજે ભરાયો હતો કોણ માંનશે.

મે તો ચલાવ્યાઁ તીર ઘણા તાકી તાકીને
દુશ્મન જરા સવાયો હતો કોણ માનશે.

પાણીથકી ‘વફા’એ ન ભુઁસીશક્યુઁ કોઇ
હૈયા મહીઁ જડાયો હતો કોણ માનશે



_મુહમ્મદઅલી ભૈડુ,વફા,
31જુલાઈ2006

છન્દ:ગાગાલગા,લગાગા,લગાગાગા,લગા

Friday, July 28, 2006

શહીદાને યુકોન_મુહમ્મદઅલી ભૈડુ”વફા’

યે કુરબાનીયાઁ આપકી યકીનન ન હોગી રાયગાઁ,
સાગર તુટેહૈઁ કુછ હઝારો મયકદે બન જાયેઁગે..


રાહમે જાને જાનાઁ પર જાન હી દેદી આપને
યે શહાદત આપકી મઁઝીલકા નીશાઁ બન જાયેઁગેઁ.


હાઁ ચન્દ દીયે બુઝ ગયે હૈઁ કુછ ગરીબ મકાન કે
હજારો મકાઁ મે ચિરાગે હિદાયત ઉસે જલ જાયેઁગેઁ.

_મુહમ્મદઅલી ભૈડુ”વફા’


28જુલાઈ2006

(કેનેડા કે પાંચ દાઈ કી શહાદત પર,જીસમેઁ ચાર ટોરંટો કે શહીદોઁ કો 27 જુલાઈ 2006 કે દીન મદીના મસ્જીદ ,ટોરંટોમે ર્ઝોહર કી નમાઝ્કે બાદ હજારોઁ કી તાદાદમે ઈજતેમાઈ નમાઝે જનાજાહ કે બાદ,પીકરીંગ, ઓંટારીઓ કે કબ્રસ્તાન મે એક સાથ એક બડી કબર બના કર દફનાયા ગયા.ખુદા ગરીકે રહેમત કરે,ઔર બાલ બાલ મગફિરત ફર્માયે)
દાઈ= અલ્લાહ કી તરફ બુલાને વાલે

Wed Jul 26 08:22:46 EST 2006 Four Toronto men die in Yukon crash Jul.26, 2006. 01:58AM TAMARA CHERRY STAFF REPORTER

Four Toronto-area men and one Whitehorse man are dead following a single-vehicle accident in Yukon Territory. The accident happened on a lonely stretch of Dempster Highway near the N.W.T.-Yukon border shortly before 8 p.m. local time, RCMP Sgt. Dan Gaudet said from Dawson City, Yukon. They were traveling southbound on the Dempster Highway, (when they) appear to have lost control and went off in a steep embankment off the highway, Gaudet said, adding RCMP is still investigating the cause of the accident. Its a fairly lonely stretch of highway over there. Initial response came from the nearest RCMP detachment in Fort McPherson, about 160 km away, after another driver spotted the accident and called it in, he said. Inuvik RCMP as well as an Inuvik Medivac helicopter and a police plane from Whitehorse also responded. When they arrived at the scene, they determined that there were four individuals (deceased) and two were still alive. One individual was Medivacked to Inuvik, N.W.T., and the other one succumbed to his injuries at the scene and was pronounced dead at the scene, Gaudet said. Its a tragic, tragic incident. The Dempster Highway is no stranger to accidents, Gaudet said. Simply because the highway itself, its got a lot of gravel sections, its very remote, therefore we do get some motor vehicle accidents. Monday nights accident claimed the lives of Naoman Sidat, 56, and Mohammed Saeed, 33, both of Toronto; Mohammed Pathan, 65, of North York; Azmat Sheikh, 38, of Markham; and Khalid Malik of White Horse, whose age is unknown. The lone survivor, seriously injured, but in stable condition, is from North York, Gaudet said. His name has not been released. Where the group of men were traveling is still being investigated, he said. A tourist attraction of itself, the Dempster Highway is Canada's only all-weather road to the Arctic Circle. It runs north from near Whitehorse in Yukon for about 617 kilometres to Inuvic in the Mackenzie River delta, where it connects with a 194-kilometre winter road to Tuktoyaktuk



Thursday, July 27, 2006

સદીઓનુઁ રણ _મુહમ્મદ અલી ભૈડુ,વફા,

પાનખરની આંખમા દૂઝ્તુઁ સ્મરણ જોયુઁ.
ઝાંઝવાની આગમા બળતુઁ હરણ જોયુઁ.

બૂઝવી શક્યો પ્યાસ હુઁ ના તારા મયકદે,
સાગર તરફ દોડી જ્તુઁ તારુઁ ઝરણ જોયુઁ

જીરવી લેત વાતજો બે ચાર દિનની હોત,
મેઁ સમયની કાઁધ પર તો સદીઓનુઁ રણ જોયુઁ

વાત પથ્થર ની તો શી એનો મિજાઝ વજ્ર
ફૂલના પમરાટનુ હૈયુઁ કઠણ જોયુઁ.

માણસો કયાઁ છે ‘વફા’વસ્તી તણા રણમા,
મેઁ ઘરોની જેલમા માનવનુઁ ઘણ જોયુઁ

_મુહમ્મદઅલી ભૈડુ”વફા’

1969

Monday, July 24, 2006

વિષ યુક્ત ડંખો _સરદાર અલી જાફરી

તે વિતેલી ક્ષણોના વિષ યુક્ત ડંખો

અને તે શોણિતમાઁ ડૂબેલી ઊષાની ખાંડાની ધાર

અને સન્ધ્યાના ચક્ષુઓમાઁ દારુગોળાની કાજળ ની રેખા

અને તે અઠવાડિયાઓના સૈનિકો અને તે મહીનાઓના અસ્વાર

જે મારી વિદ્રોહની શક્તિને કચડી નાઁખવા માટે

એક પછી એક સૈન્યોના આક્રમણ કરતા રહેછે

બન્દૂકો લોખઁડી હોઠો સાથે વાર્તાલાપ કરેછે..

_સરદાર અલી જાફરી

(ઉર્દુના ક્રાતિકારી શાયર સરદાર અલી જાફરી ની આઝાદ નઝ્મ નો અનુવાદ)

Sunday, July 23, 2006

રણકાર ના થયો. _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

રણકાર ના થયો. _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

(ગઝ્લ)

એથીજ તો વર્ષો થયાઁ પણ પ્યારના થયો.
બધુઁજ કરી શક્યાઁ છ્તાઁ એકરાર ના થયો.

સાતે સમન્દર પી ગયા આવ્યો ન ઓડકાર,
ખાંડા થકી ખેલ્યા છતાઁ રણકાર, ના થયો.

સાથે રહ્યો એ ફૂલની સાથે સંગિની થઈ,
કંટક તણો બાગોમહીઁ સ્વીકાર ના થયો.

જંગલ અને રણ આઁગણે ભમ્યા અમે સદા,
તોયે અમારો હોંસલો બીમાર ના થયો.


હુઁ પણ’વફા’ એજીદને માની નહીઁ શક્યો,
ભરવા આ ખાલી જામ ને તૈયાર ના થયો.

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

છન્દ:ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા,લગા
24જુલાઈ 2006

બેબીલોનની નદીના કાંઠે અમે બેઠા અને અશ્રુ વહાવ્યા

બેબીલોનની નદીના કાંઠે અમે બેઠા અને અશ્રુ વહાવ્યા-1815(બાયરન)

1
અમે બેઠા અને પાણીની ધારે અશ્રુ વહાવ્યાઁ,
બેબીલોન પર અને તે દિવસના વિચારો પર
જ્યારે અમારા શત્રુએ એના ક્ત્લે આમમા
સાલેમની ઉચ્ચ જગ્યાને શિકાર ગાહ બનાવી
અને તમે એની ધુત્કારયેલી પુત્રીઓ
તમને અશ્રુ સારતી વિખેરવામા આવી.

2
અમે પિડિત હ્ર્દયે જયારે નદી પર દ્રષ્ટિપાત કર્યો
જે એના ઉઁડાણના તળિયે સ્વતંત્રતાથી વહીરહી હતી
એમણે ગીતની માગણી કરી ,પણ ના કદીનહીઁ
તે વિજય જે અજાણ્યાઓ એ જાણવુઁ જોઈએ
કદાચિત આ જમણા હાથને હમેશા માટે વિચ્છેદિત કરવામા આવે
અને શત્રુ ઓ માટે પછી આપણી ઉંચી વીણાને દોરડીથી બાઁધી દેવામ આવે
3
તે નેતરના વ્રુક્ષ પર જયાઁ વીણા ને ટીઁગાડવામા આવીછે.
હે સાલેમ તેના ધ્વનિ મા સ્વતંત્રતા હોવી જોઈએ
અને તે દુ:ખદ સમયે જયારે તારી જાહોજલાલી નષ્ટ પામેલી
પરંતુ તારી તે સ્મ્રુતિ છોડી ગયેલી
અને એના સુઁવાળા લયને પણ મિશ્ર કરવામા ન આવે
મારા ઉજ્જડ કરેલા ધ્વનિ ની સાથે

(બાયરન ના એક અંગ્રેજી કાવ્યનો અનુવાદ)

Wednesday, July 19, 2006

હુઁ મયકદા ત્યાગે ગયો _મુહમ્મદઅલી ભૈડુ’વફા;

હુઁ મયકદા ત્યાગે ગયો _મુહમ્મદઅલી ભૈડુ’વફા;

સારુઁ થયુઁ, આવ્યો તુ ને, આ માર્ગને શ્રાપી ગાયો.
આતો અમસ્તો અવી ગયો ને જરા ચાખી ગયો.

સાચુઁ ક્હુઁ એકાદ ઘુઁટપણ મળતે ના કોઇને
આભાર મારો માન કે હુઁ મયકદા ત્યાગી ગયો.

એથી વધુઁ માગી નથી પીધી નથી મેતો’વફા’
આ ટેરવાઁ પર ભાગ્યના લાગેલ તે ચાટી ગયો.

મે તો સતત ચાલ્યા કર્યુઁ તારુ’વફા”બસ નામ લઇ,
ફંટાઇ ગઇ દિશા બધી રસ્તો ઘણો થાકી ગયો.

ભાગ્ય કયાઁ આ આઁખનુઁ ગંગો જમન એમાવહે
સાચુઁ કહુઁ તુજ યાદનો કાંટો જરા વાગી ગયો.

વહેતા ઝ્રરા ને જોઇને પાષાણ પીડિત થઇ ગયુઁ
ચીરી હ્રદયને મે દીધુઁ દરિયામાતુ ભાગી ગયો.

પળવાળનો સ્પર્શ’વફા’રહ્યો ફૂલોનો યાદગાર,
આવ્યો હવાનો ઝોકો ને ખૂશ્બુ બની વ્યાપી ગયો.

_મુહમ્મદઅલી ભૈડુ’વફા;

22નવે.2004

છન્દ:ગાગાલગા,ગગાલગા, ગાગાલગા,ગગાલગા,

Monday, July 17, 2006

એ શરીફ ઈંન્સાનો: _સાહીર લુધ્યાંન્વી

એ શરીફ ઈંન્સાનો: _સાહીર લુધ્યાંન્વી


રકત આપણુઁ હોય કે પારકુ હોય
માનવ જાતિનુ રકત છે આખર
જંગ પૂર્વમા હોય કે પશ્ચિમમા
વિશ્વની શાઁતિનુ ખૂનછે આખર

બોમ્બ ઘરો પર પડે કે સરહદ ઉપર
સ્થાપત્યનો આત્મા જખ્મી થઈ જાયછે
ખેતરો આપણા બળે કે અન્યોના
આત્મા ભૂખથી તરવળી ઉઠેછે
ટેઁકો આગળ વધે કે પાછળ હટે
ધરતીની કૂખ વાઁઝ થઇ જાયછે.
જીતની ઊજવણી હોયકે હારર્નો વિલાપ
જીન્દગી મ્રુતકો પર અશ્રુ સારે છે

એટ્લા માટે એ શરીફ ઈન્સાનો.
જંગ ટળતી રહે તોજ સારુઁ છે
તમારાઅને અમારાઅને બધાના આંગણાઁ મા
દીપકો બળતા રહે તોજ્ સારુ છે.

_સાહીર લુધ્યાંન્વી

(ઉર્દુ ના મહાન ક્રાંતિકારી શાયર સાહીર લુધ્યાન્વી ની નઝમ નો અનુવાદ ‘વફા’)
ઝુલ્મ ફીર ઝુલ્મ હૈ ,બઢ્તા હૈ તો મીટ જાતા હૈ.
ખૂન ફીર ખૂન હૈ ટપકેગા તો જમ જાયેગા.

_સાહીર લુધ્યાન્વી

ઊઠી ગયો વિસ્વાસ ___મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ઊઠી ગયો વિસ્વાસ
___મુહમ્મદઅલી ભૈડુ’વફા’


માનવીનો માનવીથી ઊઠી ગયો વિસ્વાસ,
ને હ્રદયની લાગણીઓ બધી થઈ ગઇ બર્બાદ.

એક આદમ ને હવાઁના બાળો મળી ભેગા ,
કેમ આ કરતા રહેછે ખૂનો ખરાબા આજ.

રકતનો શુઁ ધર્મ, રાતુઁ એ નીકળે જખ્મથઇ,
બોઁબ ફેઁકો કે ચલાવો ગોળીઓ નો વરસાદ

આબધી લાશો ચુઠાયેલ ને રકત ની હોળી,
માનવીની લાશનો કોઈપહેરવોછે તાજ.

રહમની માઁગી રહ્યા છે ભીખ અલ્લાહ થી,
આવ ઊથાવીએઁ ‘વફા,સાથે બધાએ હાથ.

___મુહમ્મદઅલી ભૈડુ’વફા’

17જુલાઈ 2006

મુસ્કાનમા _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

મુસ્કાનમા _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

કર્યોછે અમે વાસ તોફાનમા
સિતમગર જરા આવ તુઁ ભાનમા.

ભલા રકત પીશે તુઁ માનવ તણુઁ,
તને કોણ ગણશે ઇંન્સાનમા

સહેજે થશેના પ્રહારોથી ખંડિત ,
સંઘર્યાઅમે ઘાવ મુસ્કાનમાઁ.

ખુદા ખૈર ગુલશન ઉપર આ કરે,
સિતમગર હવે છે ઘણા તાનમાઁ.

‘વફા’હુઁ કહુઁ છુઁ બુલન્દીના સુરે,
નથી સત્ય કહેતો કદી કાનમાઁ.

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’15મે 1970

અશ્રુ વહનછે. _મોહમ્મદઅલી ભૈડુ”વફા”

અશ્રુ વહનછે.

ઘણી કશમકશ થી ભરેલુઁ જિવનછે.
હસીઁ હોઠ પર આંખે અશ્રુ વહનછે.

હજી તે ધરાછે હજીતે ગગનછે.
છતાઁ માનવીનુઁ ક્યાઁ સાબિતમન છે.

કહે કોણ કે આ અમારુઁ વતનછે.
નજર જ્યાઁ પડે ત્યાઁજ કાંટાળ વનછે

ગમોની મદીરા કદી ખૂન નો મય,
વતન સાકિઓ નુઁ અનેરુઁ ઇજન છે.

ઘરોલૂઁટ્યા તો કબર પણ લુટી લો,
ઘણા શબછે તાજા ને તાજા કફાન છે.

કળી ચુંથવાનો મળ્યો જેને હુનર
"વફા” એજ હાથો મા આખુ ચમનછે.

“વફા” ક્યાઁ કરેતુ અહીં તારુ મારુ
ફકીરો નુ તો વિશ્વ આખુ વતન છે.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”

12જન્યુ.1969 ઉકાઈ

લગાગા,લગાગા, લગાગા,લગાગા,(ફઊલુન,ફઊલુન, ફઊલુન,ફઊલુન,)મુતકારિબ છઁદ.(12 અક્ષ્રરી)(ભુજંગી છઁદ)

Saturday, July 15, 2006

તાજ -જવાબે તાજ

તાજમહાલ

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે

પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

તાજમહલ

હેતાજ ભારત વર્ષ નો તુ તાજ છે.
તારા થકી એની અમરતા આજ છે.

સૌંદર્ય સંગે મરમર મહીઁ મ્હેકી ગયું.
પાષાણુ પર મહોબ્બત નુઁ પણ રાજ છે.

નખશિખ ગઝલ પારસમહીઁ પણ હાબને ,
ગાતારહો આ પ્યારનો આવાજ છે.

ડૂબી ગયો,હું પણ "વફા" એ રૂપમા
સૌંદર્ય તણી કેવી અજબ મેરાજ છે.

_ મુહંમદ અલી "વફા"

પ્રથમ શેર જ.બેકાર સાહેબ મરહુમ નો છે.
બનીજા -જવાબે બનીજા

બની જા - જલન માતરી

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;

જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.
- જલન માતરી

જવાબે બનીજા_મુહમ્મદ અલી ભૈડુ’વફા’

દુ:ખી જનોનો તુ પાલવ બનીજા
યાદે ઈલાહીનો આસવ બની જા.

ફૂલ બંનજે તુ પથ્થર ન બનતો,
કશુ ન બને તો માનવ બનીજા.

_મુહમ્મદ અલી ભૈડુ’વફા’

Thursday, July 13, 2006

એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

(તઝમીન)

એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.

આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લુઁટાયા તારાગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી

તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી (સીરતી)

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

14જુલાઈ2006

છન્દ:ગાલગાગા,ગાલગાગા,,ગાલગાગા,લગા
યાદ _ મોહંમદઅલી ભૈડુ’વફા’

ગઝલ

આવી ગઇ મુજ્ને ક્દી મારી ખતા યાદ.
ઈમાનનો પણ એ તકાદો આવે ખુદા યાદ.

બખ્ખશીશની ઉમ્મીદ હું એવી લઈ બેઠો,
કરતો રહુ છું હાં હવે હું મારા ગુના યાદ્.

બે ચાર ઘુંટ પીવાનુ મારુ યે મન હતું,
તારીન હાજરી ન હો એવી ન જ્ગા યાદ.

એ દર્દ્દ કે જેને મે પાળ્યું છે જતનથી,
મુજ્ને તબીબ માફ કર એની ન દવા યાદ.

ઝુલ્ફોની મ્હેકો ઉપર આખી વસંત ફીદા,
તારા ચમનની છેડતી કરતી તે હવા યાદ.

ભુલી જવાશું કાફલાની ઉડતી રેત જ્યમ,
મંઝિલ ઉપરતો કોને આવશે’ વફા’ યાદ.

_ મોહંમદઅલી ભૈડુ’વફા’

બ્રામ્પટન ,ઓન્ટ.,કેનેડા
૧૦ ફેબ્રુ.૨૦૦૬

Monday, July 10, 2006

મેરા ગાઁવ મેરા દેશ

લુવારા ,તલુકા:મોટામિયાઁ માઁગરોલ જિ:સુરત ભારત.
સઁકલન:બાબુભાઈ પાંચભાયા

વતન

રૂપાળા મુખના તારા અમે દર્શન કરી લઈશુઁ.
હ્ર્દય વેરાન આ પાછુઁ અમે ઉપવન કરી લઈશુઁ.

વતન તો શુઁ વતનની ખાક પણ પ્યારી અમોને છે.
લગાવે મસ્તકે એને ડીલે અર્ચન કરી લઈશુઁ.

_ચીમનલાલ વ્યાસ

વતન(તઝ્મીન)_મુહમ્મદઅલી ભૈડુ’વફા’લુવારવી
.

પથ્થરપણ પીગળાવીને અમે દર્પર્ણ કરી લઈશુઁ.
વતનની યાદનુઁ હૈયા મહીઁ આંગન કરી લઈશુઁ.

વહી જાશે કદી યાદો મહીઁ થોડા ગરમ આંસુ,
વતન ના બાગમા સીંચીને પાવન કરી કરી લઈશુઁ.

વતન તો શુઁ વતનની યાદ પણ પ્યારી અમોને છે,
કરીશુઁ યાદ જયારે પણ હ્રદય બળતણ કરી લઈશુઁ.

અમારા સ્વપનમા કોતરાશે એ લીલી ધરતી,
નદીતે કીમની રેતી વડે દામન ભરી લઈશુઁ

કદી પહોંચી જશુઁ એના સીમાડે ફૂલડાઁ લઈને,
’વફા’મારા લુવારાને ફરી ઉપવન કરી કરી લઈશુઁ.

_ મુહમ્મદઅલી ભૈડુ’વફા’લુવારવી

છન્દ: લગાગાગા,લગાગાગા,લગાગાગા,લગાગાગા
કીમ નદી ની ઉત્ત્રર , પશ્ચિમ મા આવેલુઁ અમારુઁ ખોબા જેવડા ગામની થોડી ઝલક ભાઇ બાબુ પાંચભાયા કેમેરાની આંખે કચકડા પર કંડારી લાવ્યા છે..એકન જર ઈધર ભી__
જરા અહીઁ કલીક કરો.
http://photos.yahoo.com/ph/abhaidu/album?.dir=/708fre2&.src=ph

Thursday, July 06, 2006

વણજારો _જાવેદ અખ્તર


હુઁ વણજારો
સમયના કેટલાયે નગરોમાથી પસાર થયો છુઁ
પરંતુ
સમયના આ એક નગરથી જતાઁ જતાઁ પાછો વળીને જોઊઁછુઁ
વિચારી રહ્યો છુઁ
તમારાથી મારો સબન્ધ પણ વિચ્છેદ થઈ રહ્યો છે
તમે મને જે નગરમા આવીને છોડેલો
સમયનુઁ એ નગર પણ હવે મારાથી છૂટી રર્હ્યુઁ છે.

_ જાવેદ અખ્તર

અનુ.3જુલાઈ2006
(ઉર્દુના નમાંકિત કવિ જાવેદ અખ્તર ની અછન્દાસ રચનાનો અનુવાદ_વફા)

Wednesday, July 05, 2006

ઝડપી હરણ_મુહમ્મદ અલી ભૈડુ’વફા’


ભાગી ગયુઁ જાણે કોઈ ઝડપી હરણ.
શોધી રહ્યો છુઁ હુઁ હવે તે બાળપણ.

પ્યાસાઁ હરણ ચાટી ગયાઁ સહુ ઝાંઝવા,
ઉપવન મહીઁ ચોંટી ગાયાઁ વેરાન રણ.

આ હાથમા પણ જામ એક ફર્યો હતો,
બુધ્ધી મહીઁ પેંસી ગયુઁતુઁ. શાણપણ..

મ્રુત્યુ એને લોકો કહેછે જગ મહીઁ,
સુઁઘે જીવન પૂષ્પોને જયારે મરણ.

અંતિમ સીડી લક્ષ્યાંક ની હા એ હશે,
ઉઁચકીજશે આવી તને બે ચાર જણ.

નહીઁ તો ‘વફા’ એ ભેદ ખુલ્લો થઇ જતે,
સારુઁ થયુઁ મુસા(અ.સ.)થયા મુર્છા શરણ.


_મુહમ્મદ અલી ભૈડુ’વફા’


છન્દ:ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા,

Tuesday, July 04, 2006

ઉંચા અધર થૈ જાયછે _મુહમ્મદઅલી ભૈડુ.વફા’.

ગુંગળાતી ચાર દીવાલોનુ ઘર થઇ જાયછે..
જંગલોઘરના વસેને ત્યાઁ નગર થઇ જાયછે.

ઝાઝવાની રેતને પ્યાસી નજર ચાટ્યાકરે,
મજબુરીના મૃગના ઉઁચા અધર થઇ જાયછે.

સ્વાસના બેતાંતણા ઊપર નથી નિર્ભર બધુઁ,
જીવનારા મ્રુત્યુના મુખ મા અમર થઇ જાયછે..

એક્લો હોતો નથી હુઁ કંટક ભરેલી કેડીએ
કાફલા દરદો ગમોના હમસફર થઇ જાયછે.

ભારએનાજુક છ્તાઁ ઉઁચકે નજર શર્મીલી થૈ,
ફૂલ જયાઁ ખીલીઉઠે નીચી નજર થઇ જાયછે.

એ’વફા’ભાગે નહીઁ મ્રુત્યુ તણા રણ જોઇને
હાથ દોસ્તો નાજુઓ પોતે કબર થઇ જાયછે

હમદર્દીનો નાતો નિભાવી લેછે. અંખો રડી
દિલના દર્દોની ‘વફા’એને ખબર થઇ જાયછે.

_મુહમ્મદઅલી ભૈડુ.વફા’.


છન્દ: ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા. ગાલગા.

રાજકુમાર_ સાહિર લુધ્યાંનવી


પોતાના પુર્વ જનોની અસ્મિતાની વાર્તાઓ ને મમળાવતા
તમારા અઁધારા આવાસોના અવકાશમા ગુમ થૈ જાવ
આરસી સ્વપ્નોની પરીઓંને આલિંગનમા લઈ પોઢી જાવ
વાદળોની પાંખ પર ચાલો,ચન્દ્રને તારકો ઉપર ઊડ્યન કરો

તમોને એજ પુર્વજોના વારસામાથી પ્રાપ્ત થયુઁ છે
પશ્ચિમની સંસ્ક્રુતીનો આ સળગતો લાવા
મૂડીવાદી બળોની એમા ભેળ સેળ ન સહી
મૂડીવાદ ને મજદુરોનુ યુધ્ધ તો ખરુઁ
તુ પશ્ચિમની સાંસ્ક્રુતિક અસરોથી લદાયેલો છે
તુ પૂર્વની હવાઓમા નથી
તારે પશ્ચિમના આ ઝઘડાઓ થી શુઁ લેવુઁ?
શયામલતા પૂર્ણતાને આરેછે,લાલ કિરણો ફેલાય રહ્યાછે.
પશ્ચિમના વાતાવરણમા તરાનાઓ ગુંજી રહ્યા છે
લોકશાહીની સફ્ફળતા અને ન્યાયના,સ્વતંત્રતાના
પૂર્વના કિનારાઓ પર વાયુઓનો ધુઁમાડો ફેલાવા લાગ્યો
અજાણી તોપોના મોઢાઓ અગ્નિ વરસાવા લાગ્યા
નિન્દ્રા ગ્રુહોના છાપરાઓ તૂટવા લાગ્યા
તમારી પથારીઓ પરથી ઊઠો
નૂતન રાજવીઓની પ્રતિષ્ઠા કરો
તમે બહુજ મોડે સુધી નિદ્રાધીન રહ્યા.

_સાહિર લુધ્યાનવી

(ઉર્દુના મહાન ક્રાંતીકારી કવિ સાહિર લુધયાનવી ની ઉર્દુ આઝાદ નઝમનો અનુવાદ_વફા)
4જુલાઈ20006

Monday, July 03, 2006

પ્રતિષ્ઠા નુ વ્રુક્ષ _ મુહમ્મદઅલી ભૈડુ’વફા’


પ્રતિષ્ઠા ના વ્રુક્ષ પર પથ્થર ફેઁકનારાઓ
તમારા વ્રુક્ષની ડાળકીઓ ઘણી ક્રુષ્ટ છે
બહુજ જલ્દી વિજળી ત્રાટ્કશે
તમારા નાજુક માળાઓની ચિંતા કરો.

(મુહમ્મદઅલી ભૈડુ’વફા’ની એક ઉર્દુ અછન્દાસ રચનાનો

અનુવાદ.શાયરી.કોમ માઁથી)
4જુલાઈ 2008

Sunday, July 02, 2006

દ્રિધા__જાવેદ અખ્તર

આપણે ઉભય જે અક્ષર હતાઁ
આપણુઁ એક દિવસ મિલન થયુઁ
એક શબ્દ અસ્તિત્વમા આવ્યો
અને આપણે એક અર્થ પ્રાપ્ત કર્યો
પછી જાણે શી વિતા આપણા ઉપર પડી
અને હવે એ પરિસ્થિતિ છે કે
તુ એક અક્ષર છે
એક ખાના મા
વચમા
કેટલીયે ક્ષણોના ખાના ખાલી છે
ફરીથી કોઇ શબ્દ બને
અને આપણે ઉભય કોઇ અર્થ પ્રાપ્ત કરીયેઁ
એવુ થઈ પણ શકે છે
પરંતુ
વિચારવુઁ રહ્યુઁ
કે પેલા ખાલી ખાનાઓમા આપણે ભરવુઁ શુઁ ?

_જાવેદ અખ્તર

(બોલીવુડના મશહૂર શાયર જાવેદ અખતરની આઝાદ નઝમ નો અનુવાદ_વફા.)
 
Web Site Counter
Counters