બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Wednesday, July 05, 2006

ઝડપી હરણ_મુહમ્મદ અલી ભૈડુ’વફા’


ભાગી ગયુઁ જાણે કોઈ ઝડપી હરણ.
શોધી રહ્યો છુઁ હુઁ હવે તે બાળપણ.

પ્યાસાઁ હરણ ચાટી ગયાઁ સહુ ઝાંઝવા,
ઉપવન મહીઁ ચોંટી ગાયાઁ વેરાન રણ.

આ હાથમા પણ જામ એક ફર્યો હતો,
બુધ્ધી મહીઁ પેંસી ગયુઁતુઁ. શાણપણ..

મ્રુત્યુ એને લોકો કહેછે જગ મહીઁ,
સુઁઘે જીવન પૂષ્પોને જયારે મરણ.

અંતિમ સીડી લક્ષ્યાંક ની હા એ હશે,
ઉઁચકીજશે આવી તને બે ચાર જણ.

નહીઁ તો ‘વફા’ એ ભેદ ખુલ્લો થઇ જતે,
સારુઁ થયુઁ મુસા(અ.સ.)થયા મુર્છા શરણ.


_મુહમ્મદ અલી ભૈડુ’વફા’


છન્દ:ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા,

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters