ગુંગળાતી ચાર દીવાલોનુ ઘર થઇ જાયછે..
જંગલોઘરના વસેને ત્યાઁ નગર થઇ જાયછે.
ઝાઝવાની રેતને પ્યાસી નજર ચાટ્યાકરે,
મજબુરીના મૃગના ઉઁચા અધર થઇ જાયછે.
સ્વાસના બેતાંતણા ઊપર નથી નિર્ભર બધુઁ,
જીવનારા મ્રુત્યુના મુખ મા અમર થઇ જાયછે..
એક્લો હોતો નથી હુઁ કંટક ભરેલી કેડીએ
કાફલા દરદો ગમોના હમસફર થઇ જાયછે.
ભારએનાજુક છ્તાઁ ઉઁચકે નજર શર્મીલી થૈ,
ફૂલ જયાઁ ખીલીઉઠે નીચી નજર થઇ જાયછે.
એ’વફા’ભાગે નહીઁ મ્રુત્યુ તણા રણ જોઇને
હાથ દોસ્તો નાજુઓ પોતે કબર થઇ જાયછે
હમદર્દીનો નાતો નિભાવી લેછે. અંખો રડી
દિલના દર્દોની ‘વફા’એને ખબર થઇ જાયછે.
_મુહમ્મદઅલી ભૈડુ.વફા’.
છન્દ: ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા. ગાલગા.
Tuesday, July 04, 2006
ઉંચા અધર થૈ જાયછે _મુહમ્મદઅલી ભૈડુ.વફા’.
0 Comments:
Post a Comment
<< Home