બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Tuesday, June 13, 2006

મારી પ્રથમ ગઝલ - આદત છે__મોહમ્મદઅલી ભૈડુ’વફા’

મારી પ્રથમ ગઝલ
( જ.મસ્ત મંગેર સાહેબે અને મ.મસ્તહબીબ સા.ત્રણ વખત સુધારી લખાવી,મુઁબઈથી નીકળતા’ઈસ્માઈલી’પખવાડિકમા12મે1967ના રોજ શ્રી હસન અલી નામાવટી અએ પ્રગટ કરી)

આદત છે

ગમે તેવો હો ગમ દિલ પર મને હસવાની આદત છે.
તમે ગમગીન છો સુખમાઁ અનેરી એજ બાબત છે.

સમયનો રંગ બદલાતાઁ બધાયે ભેદ સમજાશે,
પ્રણય શી ચીજ છે,આ જીન્દગી કોની અમાનત છે.

સિતમની થૈ જશે તમને પ્રતિતિએ એજ વેળાએ,
સ્વયઁ આવી નિહાળોકે દિવાનાની શી હાલત છે.

હસી લઊઁછુઁ હુઁ મારી દુર્દશા પર એજ કારણ થી,
કે મારા દોસ્તો માટે ખૂશી ની એજ બાબત છે.

ચમન ને માળી લૂઁટે છે નિગેહબાનીના પરદામા,
છતાઁ સન્દેહ છે એવો કે એનાથી હિફાઝત છે.

પતંગાના વિયોગે રાતભર બળ રહેછે એ.,
’વફા’કાજે શમાની એ ઘણી ઉઁચી શહાદત છે.

_મોહમ્મદઅલી ભૈડુ’વફા’

(આ રચના કઠોર જિ.સુરત –સીરતી સા.ના ગામ માતા.15-10-1967રવિવારન થયેલા મુશાયરમા રજુ કરવામા આવી હતી.જે મુશાયરામા હઝલ સમ્રાટ શ્રી બેકાર સાહેબ નુ સફળ સંચલન હતુઁ.તે સમયના નામાંકિત શાયરો ભગવતીકુમાર શર્મા,રતિલાલ ‘અનિલ’,મસ્તહબીબ સારોદી,શ્રી મસ્ત મંગેરા(આચાર્ય),ગુજરાતીના અકબર ઈલાહાબાદી શ્રી નિસાર અહમદ શેખ(શેખ્ચલ્લી),જ.સીરતીસા.,પરિમલ,અદમ ટઁકારવી,સરોજ પાઠક,ગની દઁહીવાલા , ’વફા’ સૈયદ ‘રાઝ’નવસારવી વિ.એ ભાગ લેવાનુ યાદ છે.મુશાયેરો રાત્રિના મોડા સુધી ચાલ્યો હતો.મુશાયેરાના પ્રમુખ પદે ચામડીના રોગોન નિષ્ણાત મ.ડો.ગુલામમોહમ્મદ મોટાલા સા.હતા.ભાઇ જનાબ ફારુક રજા કાઝી(હાલ કેંનેડા-ટોરંટો)જેવા તર્વરાટ ભરેલા યુવાનોએ મુશાયેરાની કામગીરીસફળ બનાવવા માટે સિન્હ ફાળો આપ્યઓ હતો.અને મેહમાનીમા કોઈ કસર રાખીનહતી) )

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters