વાદળી વરસી જશે _મુહમ્મદઅલી ભૈડુ,વફા,
શુષ્ક મનની ભોમમા કો વાદળી વરસી જશે.
લાગણી ની ચાઁદની મનમોર થૈ હરખી જશે.
હુઁ ઉગાડુઁ ચાઁદની તુઁ વાવણી કર રાતની,
રાતના પાલવ મહીઁ આ ચાઁદની મરકી જશે.
આવરણનીકાળમીઁઢ એ રાતને જકડી જુઓ,
રોશની આ ચાઁદની એ વાડને ભરખી જશે.
આઅમારો સુરજ દિલનો રોશન ખુમારીમા સદા,
સાત મેરુઁ આવશે અવરોધના ઝળકી જશે
હાથના એ છુઁદણે પરદો જરા નાઁખી દીયો,
પાઁદડે જે નામછે કોઈ ‘વફા’ નીરખી જશે.
_મુહમ્મદઅલી ભૈડુ,વફા,
21નવે.2004
છન્દ(ગાલગાગા, ગાલગાગા,ગાલગાગા,ગાલગા)
લાગણી ની ચાઁદની મનમોર થૈ હરખી જશે.
હુઁ ઉગાડુઁ ચાઁદની તુઁ વાવણી કર રાતની,
રાતના પાલવ મહીઁ આ ચાઁદની મરકી જશે.
આવરણનીકાળમીઁઢ એ રાતને જકડી જુઓ,
રોશની આ ચાઁદની એ વાડને ભરખી જશે.
આઅમારો સુરજ દિલનો રોશન ખુમારીમા સદા,
સાત મેરુઁ આવશે અવરોધના ઝળકી જશે
હાથના એ છુઁદણે પરદો જરા નાઁખી દીયો,
પાઁદડે જે નામછે કોઈ ‘વફા’ નીરખી જશે.
_મુહમ્મદઅલી ભૈડુ,વફા,
21નવે.2004
છન્દ(ગાલગાગા, ગાલગાગા,ગાલગાગા,ગાલગા)
1 Comments:
At 6:20 AM, વિવેક said…
સુંદર ગઝલ... વફાસાહેબ, આપના બંને બ્લોગ સવિસ્તાર જોયા. આપ ઘણું સુંદર કામ કરો છો. આપની પોતાની ગઝલો તો નિયમિતરૂપે વાંચતો જ રહું છું, પણ આપે જે સંકલન કર્યું છે, બઝ્મ-એ-વફામાં, એ અદભૂત છે.
આપના બંને બ્લોગ મારા બ્લોગમાં લિન્ક તરીકે સમાવી લીધાં છે. એક વિનંતી છે. આપના બંને બ્લોગ પર મારા બ્લોગનં નામ અહીંથી કોપી-પેસ્ટ કરી સુધારી લેશો તો આભારી રહીશ: "શબ્દો છે શ્વાસ મારાં"
આપે આપની પહેલી ગઝલ લખી ત્યારે તો મારો જન્મ પણ ન્હોતો થયો એટલે આપને કંઈ કહેવાનો મને અધિકાર તો નથી પણ ગુજરાતી ભાષાના અદના ચાહક તરીકે એટલું જરૂર કહીશ કે કવિ હોવાના કારણે અન્ય ગુજરાતીઓની સરખામણીમાં આપણી ભાષા પ્રત્યેની જવાબદારી વધી જાય છે. આપના બ્લોગમાં ઊડીને આંખે વળગે એવી ખામી જોડણીની ભૂલો છે... બેઅદબી લાગે તો બાળક ગણીને માફ કરજો...
Post a Comment
<< Home