બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Monday, July 10, 2006

મેરા ગાઁવ મેરા દેશ

લુવારા ,તલુકા:મોટામિયાઁ માઁગરોલ જિ:સુરત ભારત.
સઁકલન:બાબુભાઈ પાંચભાયા

વતન

રૂપાળા મુખના તારા અમે દર્શન કરી લઈશુઁ.
હ્ર્દય વેરાન આ પાછુઁ અમે ઉપવન કરી લઈશુઁ.

વતન તો શુઁ વતનની ખાક પણ પ્યારી અમોને છે.
લગાવે મસ્તકે એને ડીલે અર્ચન કરી લઈશુઁ.

_ચીમનલાલ વ્યાસ

વતન(તઝ્મીન)_મુહમ્મદઅલી ભૈડુ’વફા’લુવારવી
.

પથ્થરપણ પીગળાવીને અમે દર્પર્ણ કરી લઈશુઁ.
વતનની યાદનુઁ હૈયા મહીઁ આંગન કરી લઈશુઁ.

વહી જાશે કદી યાદો મહીઁ થોડા ગરમ આંસુ,
વતન ના બાગમા સીંચીને પાવન કરી કરી લઈશુઁ.

વતન તો શુઁ વતનની યાદ પણ પ્યારી અમોને છે,
કરીશુઁ યાદ જયારે પણ હ્રદય બળતણ કરી લઈશુઁ.

અમારા સ્વપનમા કોતરાશે એ લીલી ધરતી,
નદીતે કીમની રેતી વડે દામન ભરી લઈશુઁ

કદી પહોંચી જશુઁ એના સીમાડે ફૂલડાઁ લઈને,
’વફા’મારા લુવારાને ફરી ઉપવન કરી કરી લઈશુઁ.

_ મુહમ્મદઅલી ભૈડુ’વફા’લુવારવી

છન્દ: લગાગાગા,લગાગાગા,લગાગાગા,લગાગાગા
કીમ નદી ની ઉત્ત્રર , પશ્ચિમ મા આવેલુઁ અમારુઁ ખોબા જેવડા ગામની થોડી ઝલક ભાઇ બાબુ પાંચભાયા કેમેરાની આંખે કચકડા પર કંડારી લાવ્યા છે..એકન જર ઈધર ભી__
જરા અહીઁ કલીક કરો.
http://photos.yahoo.com/ph/abhaidu/album?.dir=/708fre2&.src=ph

1 Comments:

  • At 10:58 AM, Anonymous Anonymous said…

    રૂપાળા મુખના તારા અમે દર્શન કરી લઈશુઁ.
    હ્ર્દય વેરાન આ પાછુઁ અમે ઉપવન કરી લઈશુઁ.

    nice one !!!

     

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters