બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Wednesday, September 13, 2006

દીવાના ને મળો_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

દીવાના ને મળો_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ન ડાહ્યાને મળો દાના ને મળો.
સમજવા ભેદ દીવાના ને મળો.

થશે તકલીફનો સામાન પણ ઉભો,
જિન્દગીના કોઈ બહાના ને મળો.

ન મળશે ધૂળ પણ ચપટી દ્વાર પર
લાખ કાળુની ખજાના ને મળો.

હોય ખણવી ઝાંઝવા ની વેદના
મ્રુગને મળો રણના વિરાનાને મળો.

દરદ નો પ્યાલો અધુરો હોયતો.
જાઓ’વફા’ જઈ જમાના ને મળો.

1972____ મુહમ્મદઅલી ભૈડુ’વફા’

લગાગાગા,લગાગાગા,ગાલગા

Tuesday, September 12, 2006

યાદોના અબીલ ગુલાલ._ મુહમ્મદ અલી ભૈડુ’વફા’ .

યાદોના અબીલ ગુલાલ._ મુહમ્મદ અલી ભૈડુ’વફા’

કઈરીતના એ પામતે રૂપનો કમાલ્
આંખો બની ગઈ છે જુઓ દિલનો દલાલ.

એમા જવાબોની કોઈગુઁજાયેશ નથી
મહોબ્બત ના દરબારે કરોના સવાલ.

પાનખરમા પણ આ હ્ર્દય મસ્તીમા છે,
ઉડી રહયાઁ છે યાદોના અબીલ ગુલાલ. .

રસ્તો અમે તો રાતમા શોધી લીધો,
શ્રધ્ધાની જલતી રહી હૈયે મશાલ.

સૌઁદર્યની મહેકતી કળીઓ અસીમ
કેવો હશે સાચે ખુદા તારો જમાલ.

દામન ‘વફા, કઁઈ આપણો જ્તંગ હતો
ફૂલોતણી ઝોળી હતી કઁઈ બે મિસાલ.


_________મુહમ્મદઅલી ભૈડુ’વફા’

11સપ્ટે.2006
છન્દ:ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા
વધુ માટે કલીક કરો:

http://bazmewafa.blogspot.com/

http://sarjansahiyaaru.wordpress.com/

Saturday, September 09, 2006

એ વાતમાં શું માલ છે?’_____મુહમ્મદઅલી ભૈડુ’વફા’

એ વાતમાં શું માલ છે?


બે ચાર ફૂલો લઈફરુઁ એ વાતમાં શું માલ છે?
હુઁ બાગબાઁ થી પણ ડરુઁ એ વાતમાં શું માલ છે?

પાલવ ભરી આપી દઊઁ જેછે હ્રદય ના ખોબલે,
મિથ્યા બધાઁ સ્મિત ધરુઁ એ વાતમાં શું માલ છે?

તારા તગાફુલથી મને તુઁ રોકવા કોશિશ ન કર,
મારા કદમ પાછા ભરુઁ એ વાતમાં શું માલ છે?

રણ ને નિચોડવાની કયાઁ ઝીદ લઈ બેઠાઁ તમે
હુઁ ઝાંઝવાઓ ને ચરુઁ એ વાતમાં શું માલ છે?


રુકશે નહીઁ આ કાફલો મન્ઝિલ પર પહોંચ્યા વગર,
વિઘ્નો જોઈ પાછો ફરુઁ એ વાતમાં શું માલ છે?

મૂકીદીધાઁ કદમો અમે જોને’ વફા’ સંઘર્ષ મહી
અવરોધની ભીંતોચણુ એ વાતમાં શું માલ છે?

________મુહમ્મદઅલી ભૈડુ’વફા’

08સપ્ટે.2006
તગાફુલ=અવહેલના
છન્દ:ગાગાલગા,ગાગાલગા, ગાગાલગા,ગાગાલગા,

વધુ માટે કલીક કરો:
http://bazmewafa.blogspot.com/

Wednesday, September 06, 2006

ન આપતુ. __મુહમ્મદઅલી ભૈડુ,વફા,

ન આપતુ.

ફાટી ગયેલા દામન તણો છેડો ન આપતુ.
સંભાવના નો પાંગળો ટેકો ન આપતુ.

ડૂબીરહેલા નુઁ તરણુઁ કયાઁ પડ્યુઁ હશે?
રસ્તો ગયો છુઁ વિસરી નકશો ન આપતુ

તૂટી ગયા સઘળાય ધીરજના પયમાના,
આ જામ એક તૂટેલ છે ગળતો ન આપતુ

પગલાઁ ઉગેલાઁ જયાઁ હતાઁ સર્પો ફરી વળ્યા
સૂરજ અમારી સુબહને ઢળતો ન આપતુ.

ઉજડી’વફા’ગૈ એ વસઁત હૈયા રમાડતી,
કંટક વધ્યા છે શેષમા જખ્મો ન આપતુ.

___________મુહમ્મદઅલી ભૈડુ,વફા,
6 સપટે.2006
 
Web Site Counter
Counters