બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Wednesday, November 29, 2006

સંગીન છે સાકી *મોહમ્મદઅલી ભૈડુ’વફા’

ગુનો તો આપણો પણ આ ઘણો સંગીન છે સાકી.
જરા દ્રષ્ટિ તોકર રાત પણ રંગીન છે સાકી.

સુરાલયના બધા દ્વારો ને જરા તુ બન્ધ નહીઁ કરતો,
તરસ્યાની બધી તરસો ઘણી સાકીન છે સાકી.

નજર હો કે ભર્યો સાગર અહીઁ બન્ને બરાબરછે,
ભલેને શેખજી કહેતા હો કે બેદીન છે સાકી.


અહીઁ પીવાનુ કારણકયાઁ?અમે તોબા કરી પીશુઁ,
‘વફા’ નુ આમ તો બહુ ચોખ્ખુઁ બાતીન છે સાકી.
*મોહમ્મદઅલી ભૈડુ’વફા’
28નવે.2006
For more sakinama pl.click.

http://bazmewafa.blogspot.com/

Tuesday, November 28, 2006

સર્જનની પ્રક્રિયા

“સર્જનની પ્રક્રિયા ખરેખર અગમ્ય છે..છતાઁ સર્જક પાંસે એ સર્જન પરત્વે સઁપુર્ણ સજ્જતા હોવી જરુરી છે.”* સુન્દરમ.
”ગઝલ એ એવો વિષયછે જે ઘણી સાધના માંગેછે.અને વિચારોમાઁ વૈવિધ્ય ઉપરાંત અર્થ ગંભીરતા પણ હોવી જોઇએ, એમ હુઁ માનુ છુઁ.આજ કાલ જે ગઝલો લખાયછે એમાઁ અર્થના ઊઁડાણ હોતાઁ નથી.ગઝલના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવો, પણ તેનો અતિરેક ન હોવો જોઈએ.
*મસ્ત મંગેરા(તંત્રી,”વહોરા સમાચાર” સુરત)

ગઝલ એ ભાવની અભિવ્યક્તિનુઁ સરળ અને સચોટ સાધનછે,પરંતુ એની સરળતા જેમ પોષક તત્વછે,તેમ મારક તત્વ પણ છે.કેટલીયે વાર સરળતાની ઓથ લઈને કવિતા હાથતાળી દઈને છટકી જતી હોય છે. અને રહી જતો હોય છે કેવળ અર્થહીન શબ્દ ઘોંઘાટ.
*હરીન્દ્ર દવે

For more click pl.



http://bazmewafa.blogspot.com/

http://bagewafa.blogspot.com/

http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=14



*** If you are not able to read Gujarati in this e-mail, please click ?view? menu at the top of your browser pageand go to ?Character encoding? & change to ?UTF-8 (unicode)?.***


Or open the pdf attachment.

Sunday, November 26, 2006

મળુઁ*મોહમ્મદઅલી ભૈડુ”વફા”


ખટકી રહી જે દિલમાઁ છે તે વાત લઈનેહુઁ મળુઁ,
આજીઁદગી ની આખરી સોગાત લઈનેહુઁ મળુઁ.


કોળો રહ્યો આ આપણો હૈયા તણો પાલવ.’વફા’
બાકી રહી છે આંખમા વરસાત લઈનેહુઁ મળુઁ.


*મોહમ્મદઅલી ભૈડુ”વફા”
27નવે.2006

Wednesday, November 15, 2006

ચરણ ઓળખે છે_ મોહઁમદ અલી ભૈડુ”વફા”

બધી પગ દઁડીઓ ચરણ ઓળખે છે
બધા ઝાડો નુઁ બાળપણ, ઓળખે છે.

બતાવીને જળને ચરણને રમાડે,
રમત ઝાઝ્વાની હરણ ઓળખે છે.

કયા મ્હેલાતે છૂપાશો તમે જઇ
બધા આત્માને મરણ ઓળખે છે.

પહાડોથી સરકી મળ્યુ સાગરોને,
હ્રદય શૂન્ય કાઁઠા ઝરણ ઓળખે છે.

“વફા”તોએ ચાલ્યા અમે બે ફિકર થૈ,
તમારા આ કઁટક ચરણ ઓળખે છે.

મોહઁમદ અલી ભૈડુ”વફા”
20માર્ચ 2006.


લગાગાગા,ગાગાલગા,ગાલગાગા

Tuesday, November 07, 2006

Urdu channel

તા.20-10-2006
મુકર્રમી વ મોહતરમી,
તસ્લીમો અદાબ.
’ઉર્દુ ચેનલ’ ઉર્દુ ઝબાન વ અદબ કા તરજુમાન એક દસ સાલા કદીમી રીસલા હૈ.
જીસકે અબતક કઈ ખસુસી નઁબર ભી શાયે હો ચુકે હૈઁ.મસલન,બાબરી મસ્જીદ નઁબર,મજરૂહ સુલતનપુરી નઁબર,નૈયર મસુદ નઁબર,એડ્વર્ડ સઈદ નઁબર,શમશુર્રેહમાન ફારૂકીનઁબર,મોહમ્મદ અલવી નઁબર વગૈરાહ.
મોહતર્મી,અપની રિવયતકો બરકરાર રખતે હુએ’ઉર્દુચેનલ’ને અપના આઈન્દાહ શુમાર્રહ(26નંવે.સેજંવરી2007)મશહૂર વ મુસ્તનદ જદીદ શાએર ‘આદિલ મંનસુરી”કે ફન વ શખશિયત પર ખસુસી નઁબરકી સકી સુરત શાએહ કરનેકા ફૈસલા કીયા હૈ.જૈસા કે આપ સબ જાનતે હૈઁ,
કે આદિલ મનસુરી ને ઉર્દુ ગઝલ કો એક નએ લબ વ લેહજેસે રોશનાશ કરાયા,
બલકે એક નોહ કી જુર્રાતે ઈઝહારકો જિલા ભી બખ્શીહૈ.’ઉર્દુ ચેનલ’કી યે ઈશાઅત આદિલ મનસુરી કી ઉન્હી ખીદમાત કે એતરાફકી છોટે સી કાવશ હૈ.
નેઝ તખલીક કાર ઔર મઝમુન નિગાર હઝરાતસે ઈલ્તએમાશ હૈ કી અપની તેહરીરેઁ 15 ડીસેઁબર 2006 તક જરૂર ઈરસાલ કરદેઁ.
ઈસ ખસુસી નઁબર કા એલાન શુદહ વકત પર શાયેહ કર સકેઁ.
કમર સીદ્દીકી
(મુદીર)

સાથ મે ‘ઉર્દુ ચેનલ.કા અસલ દાવતનામા ઔર એડ્રેસ ઈ-મેલ વ.હૈ.

Sunday, November 05, 2006

શ્વાસ માઁ_(ગઝલ)_મોહમ્મદઅલી ભૈડુ,વફા,

રેતી ખરી ગૈ બધી એકજ શ્વાસ માઁ
એકપણ બાજી નથી તારા હાથ મા.

છૂટી ગયેલુઁ તીર પાછુઁ નહીઁ આવે,
ના કર રમત તુઁ નિશાનાની સાથ માઁ.

ભરતો રહ્યો આહ જીન્દગી ભર હુઁ પછી,
આશુઁ કરી દીધુઁ તે પણ વાત વાત મા.

ખોવાયલુઁ સ્વપન છે સુરજના હાથ નુ
પાગલ બધા શોધતા એને રાતમા.


આવી અને પાનખર સાથે વહીગઇ,
બેસી રહ્યો હુઁ;વફા,ખૂશ્બુ ની આશ મા


_મોહમ્મદઅલી ભૈડુ,વફા,
6નવે.2006
 
Web Site Counter
Counters