બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Thursday, June 22, 2006

ફસાદ ના પહેલાઁ_ જાવેદ અખ્તર,.

આજે આ નગરમા,
બધા લોકો કેમ ભયભીતછે.
ચેહરાઓ
કેમ ફીકા છે,
ગલીઓ અને શેરીઓમા
કેમ ચાલી રહીછે,
શાંત અને મૂક ડરેલી હવા,
પરિચિત ચક્ષુઓમા પણ,
અજ્નબીયત ની પાતળી રેખા કેમ છે.
આ શહેર
સન્નાટાની સાંકળો માઁ
જકડાયેલા અપરાધી જેવુઁ દ્રષ્ટિમાન થાય છે,
એકલ દોકલ
કોઈ પથિક પસાર થઈ જાય છે,
ભયની ધુળમાથી,
કેમ ઝાંખુઁ છે આખુઁ દ્રશ્ય.
_ જાવેદ અખ્તર,.


ફસાદના પછી-જાવેદ અખ્તર.

ગાઢ સન્નાટો છે
કેટલાક મકાનોમાઁથી શાંત ઉઠેલો
ગાઢ કાળો ધુમાડો
મેલ હ્રદય મા લઈને
બધી બાજુએ દૂર સુધી ફેલાય રર્હ્યો છે.
ગાઢ સન્ન્નાટો છે.
મુદ્ડાની જેમ આ રસ્તો વાચા વિહીન છે..
એક તૂટેલી લારી
ઊલટી પડી,
એના પૈઁડાઓને હવામા ઉલટાઁ થૈ ગયા,
અને આકાશને આશ્ચર્યથી તાકી રહેલછે,
જેવી રીતે જે કાઁઈ પણ થયુઁછે,
એનો વિશ્વાસ હજી સુધી એને આવ્યો નથી,
ગાઢ સન્નાટો છે.
એક ઉજડી ગયેલી દુકાન,
ચીખોના પછીનુ મોઢુઁ.

_ જાવેદ અખ્તર,

.( મશ્હુર બોલીવૂડ નાશાયર જાવેદ અખ્તરની આઝાદ ઉર્દુ નઝમનો

ગુજરાતી અનુવાદ”વફા”)


Wednesday, June 21, 2006

એકાંત_
ફૈઝ અહમદ ફૈઝ

હે પીડિત હ્ર્દય પાછુઁ કોઈનુઁ આગમન થયુઁ છે,ના કોઈ નથી.
પથિક હશે,કયાંક બીજે ચાલ્યો જશે.
રાત્રિ ઢળી ચુકેછે,તારકોનો ધૂમાડો પ્રસરવા લાગ્યો છે.
રહેઠાણોમા ઊઁઘતા દીપકો ધ્રુજી રહયા છે.
બધી પગદંડીઓ રાહ જોઈ જોઈને નિન્દ્રાધીન થૈ ચુકીછે.
પગરવ ના ચિન્હોને અજાણી ધૂળે ઢુઁઢળા બનાવી દીધાછે.
દીપકોને બૂઝાવી દો,સુરા,સુરાહી,જામને આગળ ધરો,
તમારી નિન્દ્રા વિહીન સાંકળોને તાળુઁ મારી દો,
હવે અહીઁ કોઈનુ આગમન નહીઁ થાય,કોઈનુ આગમન નહીઁ થાય.

_ફૈઝ અહમદ ફૈઝ

(ફૈઝ અહમદ ફૈઝની આઝાદ ઉર્દુ નઝ્મનો અનુવાદ ’વફા’)

Monday, June 19, 2006

વાદળી વરસી જશે _મુહમ્મદઅલી ભૈડુ,વફા,

શુષ્ક મનની ભોમમા કો વાદળી વરસી જશે.
લાગણી ની ચાઁદની મનમોર થૈ હરખી જશે.

હુઁ ઉગાડુઁ ચાઁદની તુઁ વાવણી કર રાતની,
રાતના પાલવ મહીઁ આ ચાઁદની મરકી જશે.

આવરણનીકાળમીઁઢ એ રાતને જકડી જુઓ,
રોશની આ ચાઁદની એ વાડને ભરખી જશે.

આઅમારો સુરજ દિલનો રોશન ખુમારીમા સદા,
સાત મેરુઁ આવશે અવરોધના ઝળકી જશે

હાથના એ છુઁદણે પરદો જરા નાઁખી દીયો,
પાઁદડે જે નામછે કોઈ ‘વફા’ નીરખી જશે.

_મુહમ્મદઅલી ભૈડુ,વફા,

21નવે.2004
છન્દ(ગાલગાગા, ગાલગાગા,ગાલગાગા,ગાલગા)

ચાન્દનીને પાળીયે _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ચાલ દિલની ચાન્દનીને પાળીયે.
રાતના આ સ્વાનને પંપાળીયે.

પ્રાત:કાળે આવશે ઉગતો સુરજ
દિલ મહીઁ કિરણોના બીબાઁ ઢાળીયેઁ.

દોસતીના તારકો સંઘરી લઈએઁ,
ઈર્ષાની સહુ આગને પણ ઠાળીયેઁ.

ચાલવગડે મીઠી બાની બોલીએઁ,
કોકિલા ટહૂકેછે આંબા ડાળીયે.

આ સમયની દોરનો વિસ્વાસ શો
સ્નેહની ગાંઠો બધે જઇ વાળીયેઁ.

ચલ’વફા” સપના ની સુની વાડીએ,
પાઁદડા મીઠાઁ જરા મમળાવીયે.

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

Sunday, June 18, 2006

સપના-મોહમ્મદઅલી ભૈડુ’વફા’

રાતા સપના.
માતા સપના.

તુ આવી ગઈ
સાચા સપના.

ઇચ્છા દરિયો,
કાંઠા સપના.

કલ્પના મોતી,
ધાગા સપના.

મૌનની વાચા,
ભાષા સપના.

નિન્દ્રા તૂટી,
જાગા સપના.

સુંઘી રાતો,
પીધા સપના.

પંખી ઉડ્યન,
પાંખો સપના.

કોણ ખરીદે,
તૂટા સપના.

લો ધરી દઊઁ
મારા સપના.

ઉગાડ તુ પણ
તારા સપના.

મોહમ્મદઅલી ભૈડુ’વફા’

બ્રામ્પટ્ન,કેનેડા 1સપ્ટે.2005

Thursday, June 15, 2006

રણકે ગઝલ

દર્દનો ભાર હૈયા પર વધે સણકે ગઝલ.
મહેકે કોઇની યાદ ના પુષ્પો રણકે ગઝલ.

હવેતો કયાંથી વસંતી વાયરા પાછા ફરે
સબઁધો કઁટકો થૈને ખુઁપે તણખે ગઝલ.

રદીફ નીલાગણી ને કાફિયા દુ:ભાય જયાઁ,
વજનની અસ્મિતાઓ તૂટતાઁ કણસે ગઝલ.

ઉજાડીદો કોઈના બાગના ભર્યાઁ ભર્યાઁ ફૂલો,
દુ:ખી ની હાય ના રણવગડા પણ જણશે ગઝલ.

સરળ ને સાદી બાની મા ‘વફા’કહીદો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.

મોહમ્મદઅલી ભૈડુ’વફા’
15જુન2006

Tuesday, June 13, 2006

મારી પ્રથમ ગઝલ - આદત છે__મોહમ્મદઅલી ભૈડુ’વફા’

મારી પ્રથમ ગઝલ
( જ.મસ્ત મંગેર સાહેબે અને મ.મસ્તહબીબ સા.ત્રણ વખત સુધારી લખાવી,મુઁબઈથી નીકળતા’ઈસ્માઈલી’પખવાડિકમા12મે1967ના રોજ શ્રી હસન અલી નામાવટી અએ પ્રગટ કરી)

આદત છે

ગમે તેવો હો ગમ દિલ પર મને હસવાની આદત છે.
તમે ગમગીન છો સુખમાઁ અનેરી એજ બાબત છે.

સમયનો રંગ બદલાતાઁ બધાયે ભેદ સમજાશે,
પ્રણય શી ચીજ છે,આ જીન્દગી કોની અમાનત છે.

સિતમની થૈ જશે તમને પ્રતિતિએ એજ વેળાએ,
સ્વયઁ આવી નિહાળોકે દિવાનાની શી હાલત છે.

હસી લઊઁછુઁ હુઁ મારી દુર્દશા પર એજ કારણ થી,
કે મારા દોસ્તો માટે ખૂશી ની એજ બાબત છે.

ચમન ને માળી લૂઁટે છે નિગેહબાનીના પરદામા,
છતાઁ સન્દેહ છે એવો કે એનાથી હિફાઝત છે.

પતંગાના વિયોગે રાતભર બળ રહેછે એ.,
’વફા’કાજે શમાની એ ઘણી ઉઁચી શહાદત છે.

_મોહમ્મદઅલી ભૈડુ’વફા’

(આ રચના કઠોર જિ.સુરત –સીરતી સા.ના ગામ માતા.15-10-1967રવિવારન થયેલા મુશાયરમા રજુ કરવામા આવી હતી.જે મુશાયરામા હઝલ સમ્રાટ શ્રી બેકાર સાહેબ નુ સફળ સંચલન હતુઁ.તે સમયના નામાંકિત શાયરો ભગવતીકુમાર શર્મા,રતિલાલ ‘અનિલ’,મસ્તહબીબ સારોદી,શ્રી મસ્ત મંગેરા(આચાર્ય),ગુજરાતીના અકબર ઈલાહાબાદી શ્રી નિસાર અહમદ શેખ(શેખ્ચલ્લી),જ.સીરતીસા.,પરિમલ,અદમ ટઁકારવી,સરોજ પાઠક,ગની દઁહીવાલા , ’વફા’ સૈયદ ‘રાઝ’નવસારવી વિ.એ ભાગ લેવાનુ યાદ છે.મુશાયેરો રાત્રિના મોડા સુધી ચાલ્યો હતો.મુશાયેરાના પ્રમુખ પદે ચામડીના રોગોન નિષ્ણાત મ.ડો.ગુલામમોહમ્મદ મોટાલા સા.હતા.ભાઇ જનાબ ફારુક રજા કાઝી(હાલ કેંનેડા-ટોરંટો)જેવા તર્વરાટ ભરેલા યુવાનોએ મુશાયેરાની કામગીરીસફળ બનાવવા માટે સિન્હ ફાળો આપ્યઓ હતો.અને મેહમાનીમા કોઈ કસર રાખીનહતી) )

Saturday, June 10, 2006

ખાણ હતી કોણ માનશે_મોહમ્મદઅલી ભૈડુ”વફા”.

તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?

શોધી રર્હ્યો હુઁ તને વસ્તી અને રણમા.
દિલમાઁ એની ખાણ હતી કોણ માંનશે?

સ્રુસ્તિનુ સર્જન થયુઁ એક કુનના ઈશારે
શક્તિની એ પિછાણ હતી કોણ માંનશે?.

પાકી જતાઁ સંઘરે નહીઁ ન ડાળકી ન વ્રુક્ષ,
ફળ,ફુલ ને કયાઁ જાણ હતી કોણ માંનશે?..

સુકાયા પછી પાઁદડા ખરતે નહીઁ “વફા”
કઁઈ લાગણીની તાણ હતી કોણ માંનશે?

_મોહમ્મદઅલી ભૈડુ”વફા”.
9જુન2006
કુન=થઈ જાઓ
(“કોણમાનશે” રદીફ મા ભૂતકાળમા ઘણા પ્રતિષ્ઠિત કવિઓ એ ગઝલો લખી છે.પરંતુ બધાએ વિવિધ કાફિયાનો ઉપયોગ કર્યો છે.જાણ,આણ,ખાણ વિ.શૂન્યપાલનપુરી એ કશાનો,.જમાનો,મઝાનો વિ.રૂસ્વા મઝ્લુમી એ, અને દશા.જગા,બધા કાફિયાનો ઉપયોગ જ.મરીઝ સાહેબે કર્યો છે.પ્યાર.સાર.ખાર રતિલાલ “અનિલે કર્યો છે.મે એ રદીફ સહિત એ બધા કફિયા લઈ ગઝલ કંડારવાનો પ્રયાસ કર્યો છે. જે અઁહીઁ પ્રસ્તુત છે. )

કોણ માનશે-મોહમ્મદઅલી ભૈડુ”વફા”

આશાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?

ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?

પોતે બળી બળી બધે જ્યોતિ ધરી દીધી,
એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે?

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?

ઝાકળના એનીઆંખ મા પૂર હતા “વફા”
ને એજ માર નાર હતો કોણ માનશે?
_મોહમ્મદ અલી ભૈડુ”વફા”
9જુન2006

મુસા(અ.સ.)=એક મહાન પયગંબર
ડૂબવાલાચાર=ફિરઓન

કોણ માનશે- મોહમ્મઅલી ભૈડુ”વફા’

એ સમય વ્યથાનો હતો કોણ માનશે?
દુશ્મન આ જમાનો હતો કોણ માનશે?

ભટકી જતે હુઁ યે લપસણા પથઉપર,
એહસાન ખુદાનો હતો કોણ માનશે?

ભેગા થયા તબીબો નિદાન ના કાજે
નેવકત એ દુવાનો હતો કોણ માનશે?

સનમજતો હતો હુઁ વફા મારો ઈજારો,
એ ખુદા બધાનો હતો કોણ માનશે?

આખરે એ ઉભય બેવ એક થઈ ગયાઁ,
ઝઘડો એક અના નો હતો કોણ માનશે?

ને અમે સહજથી એને મેળવી લીધો,
રસ્તો એ ફનાનો હતો કોણ ,માનશે?

આમ સરળતાથી એ પ્રાપ્ત કયાઁ થતે,
અણસાર વફાનો હતો કોણ ,, માનશે?

મોહમ્મઅલી ભૈડુ”વફા’
9જુન2006

અના=અહઁકાર

Wednesday, June 07, 2006

પરિચિત છે-મોહમ્મદઅલી ભૈડુ”વફા”

હ્રદય મારુઁ દુ:ખી દિલની પુકારોથી પરિચિત છે.
પરિચિત છે બધી સઁધ્યા સવારોથી પરિચિત છે.

ચમનમાઁ કોકિલા ટહૂકી રહી માસુમ ભાવે પણ,
ખિઁઝાના રંગથી નાતો બહારોથી પરિચિત છે.

ખિઝાઁનો રંગ જોઈને નથી જે સારતા આંસુ,
ન જેનુ દિલ ચમનની આ બહરોથી પરિચિત છે.

અમે તો બે ફિકર થઈનેજ નૌકા છોડી સાગરમા,
કિનારાથી ન મૌજાનાઁ પ્રહારોથી પરિચિત છે.

ખરે તારીજ કુદરતને ન કો પ્રિચ્છી અઁહી શકયુઁ,
જમાનો એમતો જગમા હજારોથી પરિચિત છે.

હ્ર્દય આપી અમે જાણયુઁ અપેક્ષાઓ ન કઁઈ રાખી,
ન તો એ પ્યાર કે તારા પ્રહારોથી પરિચિત છે.

રહ્યાછે દૂર મારાથી “વફા” મિત્રો ઘણા એવા,
કે જે મુજથી નતો મારા વિચારોથી પરિચિત છે.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”
(ઈનસાન જુલાઈ1967)

કયાઁ મળે- -મોહમ્મદઅલી ભૈડુ”વફા”

તસ્વીરમા તાસીર તારી ક્યાઁ મળે .
હાથોમહીઁ તકદીર તારી ક્યાઁ મળે .

મારગ સહુ અળખામણા આ પંથના,
સપના મળે તાબીર તારી કયાઁ મળે.

-મોહમ્મદઅલી ભૈડુ”વફા”
07જુન2006

Tuesday, June 06, 2006

એક્લો-મોહમ્મદઅલી ભૈડુ”વફા”

આટલા લોકો બધા તુઁ એક્લો.
કેટલી ગાજે સભા તુ એક્લો.

દીપ છે તેથી પરીક્ષણ થઈ ગયુઁ,
જોરથી ચાલે હવા તુઁ એક્લો.

દોડશે તુ કેટલુઁ ને કયાઁ સુધી,
કેટલી લાઁબી ધરા તુઁ એક્લો.

હોઠ પ્યાસા કેટલા ધગ ધગે,
કેટલી પીશે સુરા તુઁ એક્લો.

ભાગ્ય સિકન્દર નુ ચાહે તુ ગ્રહે,
બેચાર ગજ લેશે ધરા તુઁ એક્લો.

એ મટે ના તો તબીબ નો દોષ શો,
છે ઘણા દર્દો પીયે દવા તુઁ એક્લો.

લે ખુદાનો હાથ તારા હાથમા,
છે ખુદા સાથે છોને ‘વફા’ તુઁ એક્લો.
મોહમ્મા અલી ભૈડુ’વફા’
26નવે.2004

Monday, June 05, 2006

રંગો ફૂટી ગયા - મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

હેથા રહ્યા આ હાથ ને સબન્ધ તૂટી ગયા.
દોરી ગઈ સચવાઈ પણ પતંગ લૂટી ગયા.

કઁઈ કેટલા અરીસાઓ પણ હેમખેમ છે,
કઁઈ કેટ્લા ચહેરાઓના રંગો ફૂટી ગયા.

મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

Sunday, June 04, 2006

કિસ્મત ફળી ગઈ - મોહમ્મદઅલી ભૈડુ”વફા”

કેવી ખુદાની શાન કે કિસ્મત ફળી ગઈ.
મારી સુરાહી જામમા રહેમત ભળી ગઈ.

નીકળી પડ્યો હુઁ શોધવા પાપોના કાફલા,
એહ્સાન મારા રબનો કે તૌબા મળી ગઈ.

મોહમ્મદઅલી ભૈડુ’વફા’
28જુલાઈ2005

Saturday, June 03, 2006

ગમ લઈ ફરુછુઁ.- મોહમ્મ્દઅલી ભૈડુ”વફા”

તૌહીદી છુઁ તૌહીદનો પરચમ લઈ ફરુઁછુઁ.
ઈમાનની દઅવત હુઁ હરદમ લઈ ફરુઁછુઁ.

આકાએ દોજહાન સદા મીરે કારવાઁ,
આ ઉમ્મતે મરહુમનો હુઁ ગમ લઈ ફરુઁછુઁ.

જ્યારે નિહાળુઁ બેઅમલી બેખોફનો આલમ.
દિલને સળગતુ આંખને હુઁ નમ લઈ ફરુઁછુઁ.

જાન,માલ,દિલ, સમય જે કઁઈ બધું છે લૈ,
લાઈલાહા-ઈલ્લલાહ નો દમ લઈ ફરુઁછુઁ

મારા તમામ પાપને બખ્શીદો યા ખુદા,
’વફા” મુજ આકેબતનો ગમ લઈ ફરુઁછુઁ.

મોહમ્મ્દઅલી ભૈડુ”વફા”ટોરંટો,કેનેડા
14મે,2006.
શબ્‍દવિહાર,તૌહીદી - એકેશ્વરવાદી.આકાએ દોજહાન - બે જહાન (વિશ્વ)ના સરદાર એટલે આ લોક અને પરલોબના સરદાર ( પયગંબર સાહેબમાટે વપરાતી ઉપમા)
આકેબત - આખેરત , મરવા પછી ફરી જીવંત થઇ અલ્‍લાહ સમક્ષ હિસાબ કિતાબ આપવાની ઘડી.

સૈયદે અબરારનુ -મોહમ્મદઅલી ભૈડુ”વફા”

સાઁભરુઁ છુઁ હુઁ સતત નામ તુજ દરબારનુ.

છેપ્રથમ તુજ નામ ને તે પછી સરકારનુ.


યા ઇલાહી હુઁફરુઁ બક્ષિસ ની ઉમ્મીદ લઈ,

જીવન મનેતુ કર અતા સૈયદેઅબરારનુ.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”
24એપ્રીલ 2006

છન્દ:ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા,લગા

(ફાઇલાતુન,ફાઇલાતુન,ફાઇલાતુન્,ફઅલ )

સૈયદે અબરારનું એટલે પયગંબર સાહેબ.મુસલમાનો એમના જીવનને પોતાના માટે આઇડીયલ માને છે, તેમના જીવનને નમુનો માની અનુસરણ કરે છે, આ માટે જ તેઓ સતત પ્રયત્‍નશીલ રહે છે, અને અલ્‍લાહથી દુઆ કરે છે કે અલ્‍લાહ તઆલા માણસને એમના જીવનને અનુસરી પવિત્ર જીવન જીવવાની તોફીક આપે.આ જ દુઆ મુહંમદભાઇ ભૈડુ કરી રહ્યા છે,(સુવાસ ગુજરાતી બ્લોગ)

Thursday, June 01, 2006

મસ્ત મુશાયરો

(આજ થી લગભગ 38 વર્ષ પહેલાઁ ના એક મુશાયેરાની ઐતિહાસિક નોઁધ જે સુરતના ‘ મુજાહિદ’ પખવાડિકે લીધી હતી )
‘મસ્ત હબીબ’ સારોદીના સનમાર્થે જંબુસર મા યોજાયેલો- મસ્ત મુશાયરો

મસ્ત મુશાયરો

‘મસ્તી’અને ‘તુલસી ઇસ સંસાર મે” કાવ્યસંગ્રહો ના સર્જક જનાબ ‘મસ્તહબીબ’ સારોદી ના સંન્માર્થે તા.24-2-68ના રાત્રે 8:30 કલાકે જંબુસર મુકામે ગુજરાત રાજ્યના સંસદિય સચિવ શ્રી વિનોદચન્દ્ર શાહના પ્રમુખપદે મસ્ત મુશાયેરો યોજાયો હતો..સ્વાગત પ્રમુખ તરીકે સારોદના ઠાકોર અમરસિન્હ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે અકબરઅલી જસદણવાલા અને નરેન્દ્ર શર્મા શાસ્ત્રી પધાર્યા હતા.
ગુજરાતના અનેક નામાંકિત કવિઓએ શ્રોતાઓને પોતાની ક્રુતિઓનુ રસપાન કરવ્યુઁ હતુઁ.મુશાયરામા ‘અકબર અલી’જસદણવાલા,’બેકાર.’રૂસ્વા’(પાજોદદરબાર)’ ‘શેખચલ્લી’’શુન્ય પાલનપુરી’ ‘ગની’દહીંવાલા’ ‘’અનિલ’ ‘હબીબ, ,’પરિમલ’ ‘’સીરતી’ ‘અદમ ‘ટંકારવી’ ‘મસ્ત’’મંગેરા’ ‘રાઝ’ ‘બેબાક.’ રફઅત’ કાવીવાલા’ ‘વફા’ ‘સાગર’ આરિફ’ ‘પથિક’’તબસ્સુમ’ વિગેરે શાયરોએ ભાગ લીધો હતો.
મુશાયરાના આયોજનનો યશ ‘હસીખુશી સ્ટોરવાળા ‘જયંતી ચોકસી અને ‘આરિફ’ સારોદી વિગેરે ઉત્સાહી કાર્યકરોને ફાળે જાયછે.
’મસ્ત હબીબનુ’ સન્માન થેલી દ્વારા થયુઁ હતુઁ.
આ તરહી મુશાયરાની પંક્તિ હતી.
‘કોના વિચારે એમનુઁ હસ્તુ વદન હતુઁ,
આ પંક્તિ પર રજુ થયેલા ચુનઁદા શે’ર વાંચકોના રસા સ્વાદ અર્થે અત્રે રજુ કરવામા આવેછે.
જીવન સમસ્ત કાગળો અઁદર દફન હતુઁ.
ધર્માદા અંતે મળ્યુઁ કવિને કફન હતુઁ.
મહેનત વગર હબીબને થેલી મળી ગઈ
’બેકાર’નુઁ એ કારણે હસ્તુ વદન હતુઁ,
-‘બેકાર’
સૌઁદર્યના તજજ્ઞોનુઁ તાત્વિક કથન હતુઁ.
જીવન હતુઁ કવનમાઁ કે જીવન કવન હતુઁ.
’સાબિર’જીવન ભિંસાયુ મહોબ્બતની ભીંસમા,
કિંતુ સનમની યાદમા હસતુઁ વદન હતુઁ.
‘સાબિર’ વટવા.

પગલાઁ પુજાય એવુઁ વિરોચિત ગમન હતુઁ.
મ્રુત્યુ એ ભવ્ય એવુઁ કે જેવુઁ જીવન હતુઁ.
જગતના પ્રલોભનોને નથી વશ થયુઁ ‘હબીબ’
સચ્ચાઇ પર અડગ અમારુ ખુદ્દાર મન હતુઁ.
-‘મસ્ત હબીબ’ સારોદી.

કેવુઁ ભલા ભગવાન આ તારુઁ સ્રુજન હતુઁ.
આંખે ચમકતુઁ હાસ્યને હૈયે રૂદન હતુઁ.
ઉકેલ્યો ન ભેદ‘વ્યાસ’નો વિત્યુઁ જીવન છતાઁ.
કોના વિચારે એમનુ હસતુઁ વદન હતુઁ.
- પ્રિ.ચીમનલાલ વ્યાસ.
-
લીલુડી ધરતી કયાઁ હતી? કયાઁ ઉપવન હતુઁ.
જન્મારો આખો દુ:ખ શુઁ કાંટાળુ વન હતુઁ.
મારી વ્યથાની પૂઁછના “અશરફ’તુ કથા,
કંટક ભર્યો તે પંથ ને મારુન જીવન હતુઁ.
-યુસુફ અશરફ’ વહાલુ.

એરીત આરઝુનુ થયુઁ કઁઇ દફન હતુઁ.
કાંટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.
ભટ્કી રહી’તી તારી નજર દુર કયાઁ’વફા’
તારાજ જયાઁ કદમ હતા તારૂઁ વતન હતુઁ.
મુહમ્મદઅલી’વફા”(લુવારવી)

નીચે ધરા હતી અને ઉપર ગગન હતુઁ,
એવુઁ ય કઁઇક વેળા અમારૂઁ જીવન હતુઁ.
પામી શકે કેવી રીતે એની વાસને,
રફઅત’ ઘણેજ દૂર એ ખીલ્યુઁ સુમન હતુઁ.
રફઅત’ કાવીવાલા.

એનાથીજ દિલને જરા શાંત્વન હતુઁ.
મારા જવાથી એમનુ વ્યાકુળ મન હતુઁ.
કેવી પ્રબળ હશે ‘અદમ’ ઉડવાની આરઝુ,
પંખી ની એક પાંખમા આખુઁ ગગન હતુઁ.
-અદમ’ટંકારવી

એ રૂપના પ્રભાવે પ્રભાવિત કથન હતુઁ.
ઝળ્કેછે એજ શબ્દોમા જેવુઁ વદન હતુઁ.
કરમાયુઁ છે એ અકાળે વિકસતાઁ પહેલાઁ એ,
બેબાક’ કેવા હાથમાઁ આ મન સુમન હતુઁ.
‘બેબાક’-કોસંબવી

શોધી રહ્યોછુઁ અર્થ હુઁ એકેક શબ્દનો
અંતે ખબર મળી ગઈ કે એતો મનન હતુઁ.
મારા ઉજાસમા કદી જોયો નથી મને,
સાચેજ જીન્દગીનુ એ કેવુઁ પતન હતુઁ.
‘સાગર’ નવસારવી

મુરઝાયુઁ ડાળ પર આજે સુમન હતુઁ.
તારા વિયોગે ઝુરતુઁ આખુઁ ચમન હતુઁ.
જીવી ગયા’આરિફ’ અમે કઈઁ એવી શાનથી
મ્રુત્યુ ટાણે મ્હેક્તુઁ અમારુઁ જીવન હતુઁ.
‘આરિફ’સારોદી



હસતુઁ વદન હતુઁ-મોહમ્મદઅલી ભૈડુ

એ રીત આ,રઝુનુઁ થયુઁ, કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ,કેવુઁ વચન હતુઁ.

સૂચક છે વાત એનો ખુ,લાસો ન માગશો,
કોના વિચારે એમનુઁ,,,,, હસતુઁ વદન, હતુઁ

એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.

ઉઁચા સદનની ધૂળ્માઁ અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.

જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.

ભટકી રહી તારી નજર દૂર કયાઁ “વફા”
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ.

મોહઁમદઅલી ભૈડુ”વફા”

જઁબુસર મુશયરો 24-2- 1968

છઁદ:
ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા,લગા.

(મુસતફઇલુન, મુસતફઇલુન, મુસતફઇલુન,ફઅલ્)

એહસાન છે-મોહમ્મદ અલી ભૈડુ’વફા’

બસ તમારો આટલો એહ્સાન છે.
કે સલામત બસ અમારી જાન છે.

એ ફર્યો થોડા દિવસ એની ગલી.
કૈસ રણમા જઇને પણ બદનામ છે.

વેદના સુકી હતી સદીઓ તણી,
અશ્રુઓ ક્ષણ ના બધા નાકામ છે.
તુ કયાઁ જઈ શોધી રહ્યોછે ખોરડુઁ,
રંગમા રંગેલા સ્વાર્થના સહુ ગામછે.

હા અમે પૂષ્પો કળી ફોરમ ખરાઁ,
કંટક નગરમાઁ અમારુઁ ધામ છે.

મે’વફા’ માઁગી કદી પીધી નથી,
એનુ ન દુ:ખ ખાલી અમારો જામ છે.

મોહમ્મદ અલી ભૈડુ’વફા’
બ્રામ્પટન ઓકટો.2005

છન્દ: ગાલગાગા,ગાલગાગા,ગાલગા
(મફાઇલુન,મફાઇલુન,ફઊલુન્)
 
Web Site Counter
Counters