બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Wednesday, July 19, 2006

હુઁ મયકદા ત્યાગે ગયો _મુહમ્મદઅલી ભૈડુ’વફા;

હુઁ મયકદા ત્યાગે ગયો _મુહમ્મદઅલી ભૈડુ’વફા;

સારુઁ થયુઁ, આવ્યો તુ ને, આ માર્ગને શ્રાપી ગાયો.
આતો અમસ્તો અવી ગયો ને જરા ચાખી ગયો.

સાચુઁ ક્હુઁ એકાદ ઘુઁટપણ મળતે ના કોઇને
આભાર મારો માન કે હુઁ મયકદા ત્યાગી ગયો.

એથી વધુઁ માગી નથી પીધી નથી મેતો’વફા’
આ ટેરવાઁ પર ભાગ્યના લાગેલ તે ચાટી ગયો.

મે તો સતત ચાલ્યા કર્યુઁ તારુ’વફા”બસ નામ લઇ,
ફંટાઇ ગઇ દિશા બધી રસ્તો ઘણો થાકી ગયો.

ભાગ્ય કયાઁ આ આઁખનુઁ ગંગો જમન એમાવહે
સાચુઁ કહુઁ તુજ યાદનો કાંટો જરા વાગી ગયો.

વહેતા ઝ્રરા ને જોઇને પાષાણ પીડિત થઇ ગયુઁ
ચીરી હ્રદયને મે દીધુઁ દરિયામાતુ ભાગી ગયો.

પળવાળનો સ્પર્શ’વફા’રહ્યો ફૂલોનો યાદગાર,
આવ્યો હવાનો ઝોકો ને ખૂશ્બુ બની વ્યાપી ગયો.

_મુહમ્મદઅલી ભૈડુ’વફા;

22નવે.2004

છન્દ:ગાગાલગા,ગગાલગા, ગાગાલગા,ગગાલગા,

1 Comments:

  • At 12:25 AM, Blogger વિવેક said…

    સાચુઁ ક્હુઁ એકાદ ઘુઁટપણ મળતે ના કોઇને
    આભાર મારો માન કે હુઁ મયકદા ત્યાગી ગયો.

    એથી વધુઁ માગી નથી પીધી નથી મેતો’વફા’
    આ ટેરવાઁ પર ભાગ્યના લાગેલ તે ચાટી ગયો.

    સુંદર શેર.... અભિનંદન!



    પ્રિય વફા સાહેબ,

    આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:

    શબ્દો છે શ્વાસ મારાં
    www.vmtailor.com

    વિવેક

     

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters