યાદ _ મોહંમદઅલી ભૈડુ’વફા’
ગઝલ
આવી ગઇ મુજ્ને ક્દી મારી ખતા યાદ.
ઈમાનનો પણ એ તકાદો આવે ખુદા યાદ.
બખ્ખશીશની ઉમ્મીદ હું એવી લઈ બેઠો,
કરતો રહુ છું હાં હવે હું મારા ગુના યાદ્.
બે ચાર ઘુંટ પીવાનુ મારુ યે મન હતું,
તારીન હાજરી ન હો એવી ન જ્ગા યાદ.
એ દર્દ્દ કે જેને મે પાળ્યું છે જતનથી,
મુજ્ને તબીબ માફ કર એની ન દવા યાદ.
ઝુલ્ફોની મ્હેકો ઉપર આખી વસંત ફીદા,
તારા ચમનની છેડતી કરતી તે હવા યાદ.
ભુલી જવાશું કાફલાની ઉડતી રેત જ્યમ,
મંઝિલ ઉપરતો કોને આવશે’ વફા’ યાદ.
_ મોહંમદઅલી ભૈડુ’વફા’
બ્રામ્પટન ,ઓન્ટ.,કેનેડા
૧૦ ફેબ્રુ.૨૦૦૬
ગઝલ
આવી ગઇ મુજ્ને ક્દી મારી ખતા યાદ.
ઈમાનનો પણ એ તકાદો આવે ખુદા યાદ.
બખ્ખશીશની ઉમ્મીદ હું એવી લઈ બેઠો,
કરતો રહુ છું હાં હવે હું મારા ગુના યાદ્.
બે ચાર ઘુંટ પીવાનુ મારુ યે મન હતું,
તારીન હાજરી ન હો એવી ન જ્ગા યાદ.
એ દર્દ્દ કે જેને મે પાળ્યું છે જતનથી,
મુજ્ને તબીબ માફ કર એની ન દવા યાદ.
ઝુલ્ફોની મ્હેકો ઉપર આખી વસંત ફીદા,
તારા ચમનની છેડતી કરતી તે હવા યાદ.
ભુલી જવાશું કાફલાની ઉડતી રેત જ્યમ,
મંઝિલ ઉપરતો કોને આવશે’ વફા’ યાદ.
_ મોહંમદઅલી ભૈડુ’વફા’
બ્રામ્પટન ,ઓન્ટ.,કેનેડા
૧૦ ફેબ્રુ.૨૦૦૬
0 Comments:
Post a Comment
<< Home