બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Saturday, July 15, 2006

તાજ -જવાબે તાજ

તાજમહાલ

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે

પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

તાજમહલ

હેતાજ ભારત વર્ષ નો તુ તાજ છે.
તારા થકી એની અમરતા આજ છે.

સૌંદર્ય સંગે મરમર મહીઁ મ્હેકી ગયું.
પાષાણુ પર મહોબ્બત નુઁ પણ રાજ છે.

નખશિખ ગઝલ પારસમહીઁ પણ હાબને ,
ગાતારહો આ પ્યારનો આવાજ છે.

ડૂબી ગયો,હું પણ "વફા" એ રૂપમા
સૌંદર્ય તણી કેવી અજબ મેરાજ છે.

_ મુહંમદ અલી "વફા"

પ્રથમ શેર જ.બેકાર સાહેબ મરહુમ નો છે.

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters