બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Monday, July 17, 2006

અશ્રુ વહનછે. _મોહમ્મદઅલી ભૈડુ”વફા”

અશ્રુ વહનછે.

ઘણી કશમકશ થી ભરેલુઁ જિવનછે.
હસીઁ હોઠ પર આંખે અશ્રુ વહનછે.

હજી તે ધરાછે હજીતે ગગનછે.
છતાઁ માનવીનુઁ ક્યાઁ સાબિતમન છે.

કહે કોણ કે આ અમારુઁ વતનછે.
નજર જ્યાઁ પડે ત્યાઁજ કાંટાળ વનછે

ગમોની મદીરા કદી ખૂન નો મય,
વતન સાકિઓ નુઁ અનેરુઁ ઇજન છે.

ઘરોલૂઁટ્યા તો કબર પણ લુટી લો,
ઘણા શબછે તાજા ને તાજા કફાન છે.

કળી ચુંથવાનો મળ્યો જેને હુનર
"વફા” એજ હાથો મા આખુ ચમનછે.

“વફા” ક્યાઁ કરેતુ અહીં તારુ મારુ
ફકીરો નુ તો વિશ્વ આખુ વતન છે.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”

12જન્યુ.1969 ઉકાઈ

લગાગા,લગાગા, લગાગા,લગાગા,(ફઊલુન,ફઊલુન, ફઊલુન,ફઊલુન,)મુતકારિબ છઁદ.(12 અક્ષ્રરી)(ભુજંગી છઁદ)

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters