બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Monday, July 17, 2006

એ શરીફ ઈંન્સાનો: _સાહીર લુધ્યાંન્વી

એ શરીફ ઈંન્સાનો: _સાહીર લુધ્યાંન્વી


રકત આપણુઁ હોય કે પારકુ હોય
માનવ જાતિનુ રકત છે આખર
જંગ પૂર્વમા હોય કે પશ્ચિમમા
વિશ્વની શાઁતિનુ ખૂનછે આખર

બોમ્બ ઘરો પર પડે કે સરહદ ઉપર
સ્થાપત્યનો આત્મા જખ્મી થઈ જાયછે
ખેતરો આપણા બળે કે અન્યોના
આત્મા ભૂખથી તરવળી ઉઠેછે
ટેઁકો આગળ વધે કે પાછળ હટે
ધરતીની કૂખ વાઁઝ થઇ જાયછે.
જીતની ઊજવણી હોયકે હારર્નો વિલાપ
જીન્દગી મ્રુતકો પર અશ્રુ સારે છે

એટ્લા માટે એ શરીફ ઈન્સાનો.
જંગ ટળતી રહે તોજ સારુઁ છે
તમારાઅને અમારાઅને બધાના આંગણાઁ મા
દીપકો બળતા રહે તોજ્ સારુ છે.

_સાહીર લુધ્યાંન્વી

(ઉર્દુ ના મહાન ક્રાંતિકારી શાયર સાહીર લુધ્યાન્વી ની નઝમ નો અનુવાદ ‘વફા’)
ઝુલ્મ ફીર ઝુલ્મ હૈ ,બઢ્તા હૈ તો મીટ જાતા હૈ.
ખૂન ફીર ખૂન હૈ ટપકેગા તો જમ જાયેગા.

_સાહીર લુધ્યાન્વી

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters