બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Thursday, July 27, 2006

સદીઓનુઁ રણ _મુહમ્મદ અલી ભૈડુ,વફા,

પાનખરની આંખમા દૂઝ્તુઁ સ્મરણ જોયુઁ.
ઝાંઝવાની આગમા બળતુઁ હરણ જોયુઁ.

બૂઝવી શક્યો પ્યાસ હુઁ ના તારા મયકદે,
સાગર તરફ દોડી જ્તુઁ તારુઁ ઝરણ જોયુઁ

જીરવી લેત વાતજો બે ચાર દિનની હોત,
મેઁ સમયની કાઁધ પર તો સદીઓનુઁ રણ જોયુઁ

વાત પથ્થર ની તો શી એનો મિજાઝ વજ્ર
ફૂલના પમરાટનુ હૈયુઁ કઠણ જોયુઁ.

માણસો કયાઁ છે ‘વફા’વસ્તી તણા રણમા,
મેઁ ઘરોની જેલમા માનવનુઁ ઘણ જોયુઁ

_મુહમ્મદઅલી ભૈડુ”વફા’

1969

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters