બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Friday, March 09, 2007

બાગેવફા ની નવી સાઈટ

બાગેવફા ની નવી સાઈટ

આદરિણય મિત્રો,સાથીઓ અને વડીલો

હવે પછી .બાગેવફા’ની નવી પોસ્ટો નીચે જણાવેલ wordpress.com પ્રગટ થશે .તો ત્યાઁ જવા અહીઁ કલીક કરો.


બાગે વફા बागे वफा Bage Wafa باغِ وَفا

રણમાઁ તો જવા દે_મોહમ્મદઅલીવફા’


લઈ ને નીકળ્યો દર્દ છુઁ, કોઇતો દવા દે
આ આગ પર હે પ્રિયે થોડી તો હવા દે.

આ વેદનાના હોત થાતે તારુઁ શુઁ ‘વફા’
જઁગલનો રસ્તો દે મને રણમાઁ તો જવા દે
.


_મોહમ્મદઅલીવફા’(9માર્ચ2007)

Sunday, March 04, 2007

ખોવાનુઁ રોજ છે__મોહમ્મદઅલી “વફા”

ગઝલ

કઁઇ ને કઁઇ તો હવે ખોવાનુઁ રોજ છે.
સચવાય જો દ્રષ્ટિ નહીઁ રોવાનુઁ રોજ છે.

આ મગરની સાથે કરે કોણ દુશમની હવે
પાણી નગર માઁ મીન ને રહેવાનુઁ રોજ છે.

પાનખર નિરખી એક દમ તો ક્યાઁ ડર્યા તમે?
આ સબઁધ તો ડાળીઓને જોવાનુઁ રોજ છે.

ફરિયાદ એની કઈઁનથી સાગર મળ્યો નહીઁ.
તલ્ખી ભરીને જામતો પીવાનુઁ રોજ છે .

માળી તુ એને ગાઁઠથી બાઁધી નહીઁ શકે,
આ ફૂલ ને તો પાઁદડી થઇ ખરવાનુઁ રોજ છે.

એતો સમયની રેત છે મુઠ્ઠી ના ખોલ તુ,
મહેદી રચેલા હાથને બળવાનુઁ રોજ છે.

બે ચાર વાતોમાઁ ‘વફા’ ફરિયાદ કઁઇ હશે,
નહીઁતો જિવનનાઁ ચીઠરાઁ ધોવાનુઁ રોજ છે.

__મોહમ્મદઅલી “વફા”

Friday, March 02, 2007

ગુનેગાર જેવુઁ_મોહમ્મદઅલી’વફા’

ગઝલ

હવે ચાલતુઁ બસ આ વ્યપાર જેવુઁ
કરે કોણ અહિઁયા હવે પ્યાર જેવુઁ

ન સાકી હવે એ ન વેડફતાઁ એને
નકો મયકદે છે તલબગાર જેવુઁ

મહેકી ઉઠ્યોછે હવે બાગ દિલનો
કદમ કોઇ ભરતુઁ શરમસાર જેવુઁ

સતત આંખ ચોંટી ગઈ આસમાને
કણસ્યા કરે કોઇ લાચાર જેવુઁ

નજરથી થતી’તી જિગરની યે હોળી
નયન માઁ હવે કયાઁ ક ઇઁ ધાર જેવુઁ ?

‘વફા”તલબ માફી તણી લઇ હુઁ આવ્યો
હસુઁ છુઁ જુઓ ને ગુનેગાર જેવુઁ

‘વફા’આ ગરીબુલ વતન માઁ રઝળતે !
હતે કઁઇ અમારુઁ યે ઘરબાર જેવુઁ

_મોહમ્મદઅલી’વફા’(2માર્ચ2007)

Wednesday, February 28, 2007

नीकलुँ_मोहम्मदअली भैडु’वफा’



गजल

जूलमतोँ के ये कफस को तोड. कर नीकलुँ
मिसले सबा मेँ चमन को छोड् कर नीकलुँ

अपनी खुदीका सौदा ये मंजुर नहीँ मुझे
चश्मे हवादीसोँ को भी मेँ फोड कर नीकलुँ

मेरे दरद की केफियत समजे क्या जमाना
अपनी लकीरे हदुद को मोड कर नीकलुँ

बाजार मे बीक जाउँगा है मुझ्को ये पता
मेँ सीपकी ये क़ैदको तोड कर नीकलुँ

बहता हुआ दरिया हुँ मेँ नहीँ रुकता कभी
आबो की बस्तियोँ को मेँ जोड कर नीकलुँ

रुकने का जरा शौक़ नहीँ मुझ्को ए ‘वफा’
अपनी कजा के आयने को खोल कर नीकलुँ

_मोहम्मदअली भैडु’वफा’(27फेब्रु.2007)

karte hain ( 1 2 3 4) wafa ali 27th February 2007 11:22 PMby wafa ali posts155 views10,008

Shayri.com(Apkishayri)(karte hain)Wafa ali પર 10,0000 નો આંક વટાવી ચુકેલી શ્રેણી નીઅંતિમ ગઝલ
To read more rachna in roman,devnagri or urdu script click pl.

http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=5





Sunday, February 25, 2007

તમને ખબર નથી_મોહમ્મદઅલી ભૈડુ’વફા’



મારી સરળતાથી તમે ક્ષોભાય ગયાઁ છો, હુઁ શુઁ હતો એની ખચિત તમને ખબર નથી
નિરખી મને આજે તમે શરમાય ગયાઁ છો, મારા હૃદય કુઁજ પરજરા ખચિત નજર નથી

માઁગો નહીઁ પરિચય હવે , હુઁ ક્યાઁ કશુઁ પણ છુઁ,હુઁ તો રઝળતા કાફલાની એક ધૂળ છુઁ
મારા કવન થી તો તમે વહેમાય ગયાઁ છો, મારા જીવનના બાગમાઁ એની અસર નથી.


વહેઁ ચાયલા વ્યક્તિત્વનો લાદ્યો છે ભાર મે,બળતો રહ્યો હુઁ શિયાળા ની ઠઁડી બપોરમાઁ
શાને તમે આજે હવે રિસાય ગયાઁ છો, મારી સરળ આ લાગણીની કઁઇ કદર નથી.

દિલના ઝરૂખે આપનો દીપક બળતો રહ્યો,માણી હતી મે પ્રેમની ખૂશ્બુ તણી હવા
શાયદ વિચારો માઁ તમે ઘેરાય ગયાઁ છો,લાઁબી થઈ છે રાત શાયદ સહર નથી.


_મોહમ્મદઅલી ભૈડુ’વફા’(25ફેબ્રુ.2007)

(બેકાફિયા અને બે રદીફ વાળી પ્રાયોગિક ગઝલ)

Friday, February 23, 2007

આવી પડે_મોહમ્મદઅલી ભૈડુ’વફા”

ગઝલ


એકદમ જો આવરણ આવી પડે
ખેતર લચેલા માઁય રણ આવી પડે.

આ ઝાઁઝવાની પરબ લઈ બેઠા તમે
પણ શુઁ થશે પ્યાસુઁ હરણ આવી પડે?

કો ડૂબનારા ની જશે આશા વધી
જો તણખલાનુઁ શરણ આવી પડે

ભીઁગાય હોઠ સુકા અમારા સ્વપ્નના
યાદો તણા સહરે ઝરણ આવી પડે

એકજ ઈચ્છા છે ‘વફા’ જીવન મહીઁ
હો નામ તુજ હોઠે મરણ આવી પડે

_મોહમ્મદઅલી ભૈડુ’વફા”(23ફેબ્રુ.2007)

Monday, February 05, 2007

પર્ણો ખરી ગયા_મોહમ્મદઅલી”વફા”

ગઝલ

શાયદ સમય,ના બાગના, પર્ણો ખરી ગયાઁ
યારબ જિવન ના કઇ રીતે વર્ષો વહી ગયાઁ

જેને મળુઁ એતો હવે લાગે અજનબી મને
તે દોસ્તીના કાફલા કયાઁ પગ કરી ગયા

થાકી ગયો છુઁ હુઁ હવે મારોજ બોજ થઈ
મારાજ પડછાયા મને કયાઁ લઇ ડુબી ગયા

લાશો ફરી સદીઓ તણી કાઁધ ક્ષણ ની લઈ
ક્ષણના બધાયે કાફલા સદીઓ બની ગયા

તોયે નમેઁ નિરખી કદી મારી અસલ છ્બી
આવી બધા મિત્રો સતત દર્પણ ધરી ગયા

કારણ નહીઁ એનુઁ છતાઁ મેઁતો હસી દીધુઁ
કારણ વગર રસ્તા મહીઁ મિત્રો મળી ગયા

આવ્યા હતા જોને’વફા’ ખાલી હાથ લઈ
પાછા ગયા તો કેટલા દરદો ભરીગયા

_મોહમ્મદઅલી”વફા”(5ફેબ્રુ.007)

Wednesday, January 31, 2007

ગાઁધી*મોહમ્મદઅલી’વફા’

મર્સિયો

કેટલો તુજને અમે છેતર્યો ગાઁધી
તારીજ અહિઁસાથી કોતર્યો ગાઁધી

જ્યાઁ મળ્યો મોકો છેદી તને દીધો
ગોડસેની ગોળીએ વેતર્યો ગાઁધી

દેશમાઁ રહીને અમારા સાચુઁતુઁ બોલ્યો
ત્રણ ત્રણ ગોળીઓથી નીતર્યો ગાઁધી


તે પછી ગાઁધીતને બાપુ બનાવ્યો
અઢળક ખાદી આઁટીએ સોઁતર્યો ગાઁધી

હેબતાઈ ગયા ;વફા’ભક્તો ગાઁધીના
કોઇ વાતમાઁ ન કોઇએ જોતર્યો ગાધી.


*મોહમ્મદઅલી’વફા’
30જાન્યુ.2007
Filed under marsias 30jan.2007


હોગા ગાઁધી

પ્યારકી રાહ દીખા દુનિયાકો
રોકે જો નફરત કી આઁધી
તુમસે કોઇ ગોડસે હોગા
મરના હો તો હોગા ગાઁધી

પ્યારકી રાહ દીખા દુનિયાકો

Tuesday, January 30, 2007

ફારસી અછન્દાસ કવિતા_ મેહમુદ કિયાનુશ

હિમ

હિમ વર્ષા થઇ ગઇ

અને અગ્નિ તાંડવ સાથે

એની સફેદીની શુધ્ધતા મહીઁ

એણે વિચ્છેદ કર્યો

આ ધરાના ચહેરા ઉપરથી

બધાજ રંગો,બધીજ ત્રાસ દાયકતા ને

હવે બે કે ત્રણ કલાકો માટે

આ અવકાશ મુક્ત રહેશે

ઘોઁઘાટ ભરેલા વિક્ષુબ્ધ કરનાર

અંશોથી

* મેહમુદ કિયાનુશ

Tuesday, January 23, 2007

વરસાદ ભીઁજવે*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

વરસાદ ભીઁજવે*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

ગઝલ

ખોટી થઇ ફરિયાદ કે વરસાદ ભીઁજવે
ઉભાઁ હૈયા ફાટ કે વરસાદ ભીઁજવે


ચઁપાઈ બે ખગ ગયા કે એક છે જાણે
દિલનો ઉતારો થાક કે વરસાદ ભીઁજવે

પાલવને તે લાજના વળગી પડયાઁ ‘વફા,
માઝમ છે કાળી રાત કે વરસાદ ભીઁજવે

*મોહમ્મદ અલી ભૈડુ’વફા’(23જાન્યુ.2007)
’ કે વરસાદ ભીઁજવે’ પંક્તિ શ્રી રમેશ પારેખની છે.

આખી ગઝલ વાઁચવા કલીક કરો
http://bazmewafa.blogspot.com/

Saturday, January 20, 2007

કેદ થઇ_મોહમ્મદઅલી ભૈડુ,વફા,

ગઝલ

શબ્દો ફરી રહ્યા છે કાગળમાઁ કેદ થઇ
સદીઓ સરી રહી છે સહુ ક્ષણમાઁ કેદ થઇ

શબ્દો તણાઁ વહેણે વહ્યુઁ અર્થોનુઁ માળખુઁ
ત્રાગુઁ થયુઁ બધે મૌનનુઁ ઘર ઘરમાઁ કેદ થઇ

હોઠો હવે કયાઁ બીડ્યા સ્મિતના ટાક્ણે
વેરાય અશ્રુઓ બધા પાઁપણમાઁ કેદ થઇ

પાષાણનાઁ ઉદરમાઁ વહ્યુઁ ઝરણ સબઁધ નુઁ
આ કોણ ભીઁજવે હ્રદય ઝાકળમાઁ કેદ થઇ

આકાર અગણિત કર્યા નિરાકાર એકના
શોધી રહ્યા ભક્તો જૂઓ પથ્થરમાઁ કેદ થઇ

એની તૃષા પણ ગજબની ધુઁવાદાર હશે
પીવા તણી ઝઁખના મૃગજળમાઁ કેદ થઇ

એને’ વફા’. ભરીલો હૈયાના કુઁડમાઁ
સાગર ગયો છે આવી ગાગરમાઁ કેદ થઇ

_મોહમ્મદઅલી ભૈડુ,વફા,


(26ઓગષ્ટ2005)

Wednesday, January 17, 2007

સાર તત્વ*મકરન્દ દવે.

સાર તત્વ*મકરન્દ દવે.

ગઝલની કટોરી નાજૂક છે,પણ નબળી નથી.હવાઇ તરંગ જેવા આસમાની પીણાને તે બિલોરી રંગમાઁ ઝીલી શકેછે ,તો ધરતીના પડમાઁથી ઊઠતા લાવાની અગન_ઝાળને તે આસાનીથી ઊછળતી રાખે છે.ગઝલની કિનારી પર તરતા બુદબુદોમાઁ ,બુઁદ સમાની સમુદ્રમેઁ,ની ગહરાઈ તરી આવેછે. કોઈની આંખે આંસુનુઁ બિઁદુ ઝળકે,હોઠ પર સ્મિતની પાઁદડી ફરકે અથવા અકઠ કહાની હૈયાની ભીતર ને ભીતર વલોવાયા કરે.તેને ગઝલ વાચા આપેછે___પાણીદાર મોતીની જીભે.

For more updates and detail go to

http://bazmewafa.blogspot.com/

જિઁદગી_ઉશનસ્

જિઁદગી_ઉશનસ્

જિઁદગી ઊઁચકો ઊઠવાની છે
જામ લ્યો,લ્યો જવાની છે

આમ તો સાવ ફાની છે
બુદબુદીજ હવાની છે
For more updates and detail go to

http://bazmewafa.blogspot.com/

સન્નાટો_મખ્દુમ મહ્યુદ્દીન

સન્નાટો

કોઇ ધડકન

ન કોઇ સરસરાહટ

ન લહેરખી

ન કોઇ મોજ


For more updates and detail go to

http://bazmewafa.blogspot.com/

Friday, January 12, 2007

આ તો સબઁધ કેવો*મોહમ્મદઅલી ભૈડુ,વફા,

ગઝલ

સતત સાથે રહી મ્હેક્યો નહીઁ આ તો સબઁધ કેવો
કળી ખીલી પણ તુ ખીલ્યો નહીઁ આ તો સબઁધ કેવો

હજી આ પ્યાસ તો સુરજ મુખીની અકબઁધ ઊભી છે
સુરજ સાઁજે તુઘર ફર્યો નહીઁ આ તો સબઁધ કેવો

ચમકતી ચાઁદનીમાઁ કેટલા ખરતા રહ્યા તારા
અને ઓ ચાઁદ તુ ખર્યો નહીઁ આ તો સબઁધ કેવો


અમે ડૂબી ગયાઁ,તા એમની આઁખો તણા જળમાઁ,
અહમ એનો છતાઁ ડૂબ્યો નહીઁ આ તો સબઁધ કેવો

સતત એની હજૂરીમાઁ ‘વફા’ઝૂકવુઁ જરૂરી છે
નમાઝોમા પણ તુ ઝુક્યો નહીઁ આ તો સબઁધ કેવો

*મોહમ્મદઅલી ભૈડુ,વફા,(જુન2006)

Thursday, January 11, 2007

તુલસી ઈસ સંસારમે__મુલ્લા રમુજી

(કત્બા=કબર ના શીલા લેખો)
એક શિક્ષકની કબર

એમને ફાળો કરી દફનાવિયા,
પ્રાથમિક શાળાન એ શિક્ષક હતા

એમને ભક્ષી ગઈ ‘ઈંન્સાનિયત’
વેદિયા નવ્વાણુઁ નહીઁ પણ સો ટકા.

ખેત મજૂરની કબર

જિઁદગીભર જેણે મજદૂરી કરી
તેજ અઁહી સુતોછે ગેમલ ચાવડો
વારસો પણ કેટલો મૂકઈ ગયો
માત્ર કોદાળી ને જૂનો પાવડો.

મસ્જીદના મુતવલ્લી(ટ્રસ્ટી)ની કબર:

આ તો મુતવલ્લી હતા મસ્જીદના,
એ મર્યા કેવુઁ કરી શાણપણ
નામ પર પોતાના ખુદ કરતા ગયા-
એકલી મિલ્કત નહીઁ મસ્જિદ પણ

પીર સાહેબની કબર:

એ દુઆ પાણીમાઁ ફૂઁકીને વેચતા,
એમના ગ્રાહક હતા દુ;ખિયાજનો
જ્ઞાન તો ના કાના માતરનુઁ હતુઁ
એમનો ધઁધો હતો તાવીજનો.

બાંગી સા,બની કબર:

કૂચ દુનિયાથી કરીજો એમણે
થઈ ગયા કુકર્મ એમના છતા!
જ્યારે બાઁગી સા’બ મસ્જીદમાઁ હતા
બૂટ શુઁ ?ઘડિયાળ ચોરાતાઁ હતા

For more updates and detail go to

http://bazmewafa.blogspot.com/

*** If you are not able to read Gujarati in this e-mail, please click ?view? menu at the top of your browser pageand go to ?Character encoding? & change to ?UTF-8 (unicode)?
***Or open the pdf attachment.

Tuesday, January 09, 2007

હ્રદયની મીન પ્યાસી છે*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

ગઝલ

વસઁતોની પળોમાઁ પણ ચમન માઁ આ ઉદાસી છે
જળોના સાગરોમાઁયે હ્રદયની મીન પ્યાસી છે.

ખરેલા આઁસુઓનો શોક પાગલ નૈન લઇ બેઠા
હ્રદયની ડાળકીએ સ્મૃતિઓની ભીડ જામી છે

સતત અંગત બની જાયે દરદ પીડા બધાઁ દુ:ખો
અમેતો વેદનાને પણ હવાની જ્યમ સ્વાસી છે

ચણી બેઠા બધી ભીઁતો પરસ્પર સેતુને બદલે
સબઁધોના સુરજ ઊપર ગ્રહણની મેશ જામીછે

જરા સ્પર્શ થયો આછો છવાઈ શબનમી ભીનપ
સઁવેદન લાગણી ની વેલ આઁખોમા તરાશી છે

મળે કયાઁથી ‘વફા’તુજને હવે તાજી હવા અહીઁયા
દરોછે બઁધ સઁવેદનના હ્રદયની બઁધ બારી છે.

*મોહમ્મદ અલી ભૈડુ’વફા’(જુલાઈ1970)

Monday, January 08, 2007

दारो रसन* मोहम्मदअली भैडु’वफा’

दारो रसन * मोहम्मदअली भैडु’वफा’

दारो रसन पर भी न भुला तु अल्लाह को हुसेन
ईमाँ का हक अदा कीया बस लाई लाहा ईल्ललाह

(हुसेन=सदम हुसेन मर्हुम) *वफा

،पहरे*मोहम्मदअली भैडु’वफा’
शिकवा पसँद दिल को अब कौन मनाए,
जालिमो सफ्फाक को अब कौन मिटाए

बैठा दिए जलिमने अश्कोँ पे भी पहरे,
कीसकी मजाल है कि एक आंसु बहाए

दारो रसन पर चढ गया एक भाई तुम्हारा
बेठेहो ए अहले अरब अब उँगलियाँ दबाए

गैरत का कोई बाब भी बाकी नही तुममे,
चलतेहो नाहक की एक डोलीको ऊठाए

सलाहुद्दिन क्या अब कोई पैदा नहीँ होगा?
कमजोरीए ईमांन की जो झुल्कोँ को सँवारे.

औलादे दज्जालो बुश बैठी है सीनो पर
और पास अब रह गये सब खोखले नारे

.है’वफा’नादिमो मग्मुम और मजबुर भी बहुत

रब्बेकरीम से है दूआ कि अब तुही बचाए*

मोहम्मदअली भैडु’वफा’ 30डीसे.2006

Saturday, January 06, 2007

એક ભાડાનુઁ ઘર*મોહમ્મદઅલી ભૈડુ’વફા’ ગઝલ

એક ભાડાનુઁ ઘર*મોહમ્મદઅલી ભૈડુ’વફા’ ગઝલ
ગઝલ
દેહનુઁ આ તો નગર
એક ભાડાનુઁ છે ઘર

સ્થળ બદલાયા કરે
રૂહ એની છે અમર

વધુ માટે કલીક કરો

http://bazmewafa.blogspot.com/

Monday, January 01, 2007

હસતો રહ્યો *મોહમ્મદ અલી ભૈડુ’વફા’

એજ તારા બે વજન હુઁકાર પર હસતો રહ્યો,
જે ગયા તૂટી વીણાના તાર પર હસતો રહ્યો.


નામ લઇ અલ્લાહ નુઁ ફાઁસી ઉપર લટકી ગયો
તેઁ કરેલા ખોખરા એ વાર પર હસતો રહ્યો



*મોહમ્મદ અલી ભૈડુ’વફા’
1જાન્યુ.2007

Friday, December 29, 2006

બેઠો*મોહમ્મદઅલી ભૈડુ’વફા’

ગઝલ


મોંઘી મતાને લઇને હુઁ વ્યપારવા બેઠો
મારા જ્ખમને હુઁ જરા શણગારવા બેઠો

એનો અસલ ઢાંચો પડીજાય ન ઉઘાડો
પાણી ઉપર કઇઁ સ્મિતને કંડારવા બેઠો

બેચાર ટીપાઁ શાયદ મળી જાય એમાઁથી
ખાલી લઈને જામ હુઁ નીતારવા બેઠો

વરસો સુધી એને જમા કરતો રહ્યો તો હુઁ,
મિથ્યા સબઁધોને હવે ઊધારવા બેઠો

બેસી રહ્યો હુઁ ઝાઁઝવાની જીદ લઈ અઁહી
એની મમત પર જિઁદગી જુગારવા બેઠો.

મારીજ એ પાછળ રહ્યો રોશનીની આડમાઁ
મારાજ પડછાયાને હુઁ પડકારવા બેઠો

કવચિત મળી જાયે મને એની કૃપા દ્રષ્ટિ
તેથી ‘વફા’ હુઁતો હૃદય રંજાડવા બેઠો

*મોહમ્મદઅલી ભૈડુ’વફા’
29ડીસે.2006

Thursday, December 28, 2006

પાનખર*મુનીર નિયાજી

તે દિવસ પણ આવનાર છે
જ્યારે તારી કાળી આંખોમાઁ
બધી લાગણીઓ સમાપ્ત થઇ જશે
તારા કેશ જેને નિરખીને
શ્રાવણની ઘનઘોર કાળી ઘટાઓ
નયન માઁ લહરાય છે
રસીલા હોઠો


For more updates and detail nazam go to


http://bazmewafa.blogspot.com/

http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=6


http://www.shayri.com/forums/showthread.php?t=53886



*** If you are not able to read Gujarati in this e-mail, please click ?view? menu at the top of your browser pageand go to ?Character encoding? & change to ?UTF-8 (unicode)?.***


Or open the pdf attachment.

Tuesday, December 26, 2006

સીરતી.*મોહમ્મદઅલી ,વફા.

સીરતી.

અહમદ આકુજી સુરતી_સીરતી
જન્મ:29ઓકટો.1908
ઈંતેકાલ: 28સપ્ટે.1980.


કોઈ સસ્તી કીર્તિ પાછળ ભલે ભમતુઁ ફરે,
’સીરતી’ની ભવ્યતાને એ કદી ભાવે નહીઁ

,56-,57નો જમાનો હશે.હઝલ સમ્રાટ જ.આઈ..ડી.બેકાર સાહેબે(મર્હુમ),પટેલ મિત્ર,કારવાઁ નો સફર પુરો કરી લોકો ને “ઈનસાન” બાનાવવાની શરુઆત કરી.ઈનસાન,સામયિક શરૂઁ કર્યુઁ .જનાબ ‘વહશી,માસ્તર તાજ સાહેબ,મ.બેબાક રાઁદેરી,શેખચલ્લી(મ.),જ.મસ્તહબીબ સારોદી, શ્રી રતિલાલ’અનિલ, વિ.હમેશા એમના સફરના સાથી રહ્યા.મુશાયેરો એ શબ્દ તો સાઁભળવામાઁ આવેલો,પરઁતુ પ્રથમ વખત બેકાર સાહેબની ટીમે’ મુશાયેરી’ શબ્દનો જન્મ આપ્યો.
આવી એક મુશાયેરી કે.આઇ.એમ.એ.વી.સ્કૂલ,મોટામિયાઁ માઁગરોલ જિ.સુરત માઁ ગોઠવવામાઁ
આવી(પછળથી 1969અને 1971માઁ આવી બે મુશાયેરીમાઁ હુઁ પણ શ્રીબેકારસા. સાથે ઊકાઈડેમ, ઊકાઈ, સોનગઢજિ.સુરતઅને મારા ગામ,લુવારા જિ.સુરત માઁ જોડાયેલો)
આચાર્ય શ્રી એમ.બી.દેસાઈ એ જાહેરાત કરી કે ગુ.શાયેરો(માઁડ બે) આવ્યા છે અને બપોરર્ની રીસેસ પછી મુશાયેરી નો પ્રોગ્રામ છે.
જ.સીરતી સાહેબને પ્રથમ વાર સ્કૂલના પટાઁગણમાઁ જોયા.દાઢી હજી કાળી હતી ,નહી તો ર.ટાગોર સમજી લેવાતે.
સીરતી સાહેબે એમનાઁ બુલઁદ અવાજ માઁ એમની રચના ‘મહોબ્બત ની મસ્તી નો એક જામ લઈલે’શરુ કરી.ત્યાઁ એક લતીફો થયો.મજકુર પઁકતિ ગાવામાઁ વારઁવાર આવતી હતી. ટ્રસ્ટીઓ માઁથી શ્રી યુસુફ ભાઈ પટેલે પટાવાળા ભાઈ હૈદર ને કહ્યુઁ કે સીરતી સાહેબનો જામ પાણીથી ભરી દે..હૈદર ભાઈ એ વારઁવાર જગ લઈ ,જ્યારે પણ સીરતી સાહેબ જામ ભરીદે બોલે એટલે ગ્લાસો ભરવાનુઁ શરુઁ કર્યુઁ. હસાહસનુઁ હુલ્લડ થયુઁ.
પછી 1967 કઠોર,જિ.સુરતના મુશાયેરામા એમની સાથે ભાગ લેવાનીયે તક મળી.
શ્રી રતિલાલ’અનિલ’ સાથે એમની ભારે બે તકલ્લુફી હતી.’અનિલ’ સા..એમને પાપાચારના આદિ વાલ્મિકી કહીને ચીડવતા.
શ્રી રતિલાલ.અનિલ ના શબ્દોમાઁ બીજી વાતો રોમાઁચિત કરી દે એવી છે ,હવે તે વાઁચો
અહીઁ એમના થોડા શેરો પર તઝમીનો રજુ કરવાનો ઉદ્દેશ છે.


*વફા
26ડીસે.2006



સફરના સાથી*રતિલલ ‘અનિલ’

આજે તો કેટલાક કવિઓએ પોતાની કવિતા ટેપ કરાવી છે. અને તેનુઁ વિતરણ પણ થાય છે. જેની જેવે પહોંચ!પણ અમારા સમયમાઁ તો એ દુર્લભ હતુઁ.ટેપ રેકર્ડીગની સગવડ હોત તો ઝવેરચન્દ મેઘાણીએ ગાયેલાઁ ગીતોની માત્ર એકાદ રેકોર્ડ હોય? એ અષાઢી કંઠ તો ટેપ કરવા જેવો હતો.
અહમદ આકુજી સુરતી-સીરતીની કવિતાના બે ભાગ પડતા હોવા જોઇએ.જો કે 1943માઁ એમના પરિચયમાઁ આવ્યો ત્યારથી છેવટ સુધી એમની ગઝલો એક પ્રકારની પરંપરિત શૈલીની ગંભીરજ રહી.
તે તેમની આગલી કવિતા પણ કદી સંભળાવતા નહીઁ એટલે એમની શરૂઆતની કવિતાથી હુઁ અપરિચિત છુઁ.પણ મેઁ જાણ્યુઁકે તે સમયે એક રેકર્ડ મોહનકુમાર ઊનવાલાની ગાયેલી બહુ જાણીતી હતી,તે મેઁ સાઁભળીયે હતી.* તે ગઝલ એમણે લખેલી હતી એ જાણ્યુઁ ત્યારે ભારે આશ્ચ્રર્ય થયુઁ !
અય હકીમો જાવ,
દુનિયામાઁ દવા મારી નથી,
હુઁ ઈશ્કનો બીમાર છુઁ
બીજી કઁઈ બીમારી નથી !
આ રેકર્ડ ત્યારે બહુ જાણીતી હતી.એ ગઝલ હતી’સીરતી’ની.
સીરતી બહુ ઉદાર અને ફક્કડ તબિયતના માણસ હતા. ખભે થેલો લટકાવી એ કઠોર થી નીકળી સુરત આવે ત્યારે સૌથી પહેલાઁ મિઠાઈ વાળાની દુકાને પહોઁચે,મિઠાઈ બઁધાવે,તે પછી અમીન આઝાદની દુકાને આવે.મિઠાઈનુઁ પડીકુઁ ખોલી, હોય તે સૌને કહે; ‘ખાઓ’ ! અને પોતે પણ ખાવા લાગે.પોતે સંકોચ ન કરે અને બીજાને સંકોચ પણ ન કરવા દે. દરેક વખત આજ શિરસ્તો. ઘેર જાય ત્યારે એમની પાસે હોય તે ઝોળી સિવાય ,તેમાઁ કોઇ ઉર્દુ સામયિક ઉમેરાયુઁ હોય બસ. સુરત આવીને એક તો મિઠાઇ વાળાની મુલાકાત લે, તે પછી સહિત્યિક ઉર્દુ સામયિકો મળતાઁ હોય ત્યાઁજાય અને નવા અઁકો ખરીદે. એવો એ સાહિત્ય રાગી જીવ. પાછલી જિઁદગીમાઁ ઈ.સ.1942 પછી એમની આર્થિક હાલત સારી ન હોતી. તે છતાઁ એમનો એ શોખ છેવટ સુધી ચાલુ રહ્યો.
તઁદુરસ્ત શરીર ,માથે વાંકડિયા ઝૂલ્ફાઁ ,દેખાવે પૂરા કવિ લાગે.કંઠ પણ સરસ પહાડી સાદનો,એ કવિતા ગાય ત્યારે સામે કોણ છે એ ભૂલી જાય,બસ પોતાની મસ્તીમામ ગઝલ ગાય,દાદ ની કોઈ પરવાહ નહીઁ,તેમજ અજઁપો યે નહીઁ.પુરો અલગારી સ્વભાવ.મુશાયેરામાઁ આવે ત્યારે એ એક આનઁદ પ્રવાસ હોય એ રીતે આવે. કવિતાની ગઁભીર ચર્ચામાઁ ઝુકાવે ખરા ,પણ તંતીલા નહીઁ.સસ્તી પ્રસિધ્ધિની ભારે નફરત,એવાઓની એ ટીકા પણ કરે.તાજી ઉર્દુ કવિતાના એ સઁપર્કમાઁ રહે અને તેમને ગમી ગયેલી કવિતા ગાઈને સંભળાવે, એ રીતે એમને પોતાની કવિતા કદી સઁભળાવી ન હોતી.ઉર્દુ ગઝલના માયાર_ધોરણની ચર્ચા કરે.
ભારે વિનોદી.ગઁભીર વાતો તો કરે પણ હળવી વાતો એમને વધારે પસઁદ.એ માણસ મૂળે હતાજ આનઁદી.!એમની ગઝલો સાહિત્યિક ધોરણની રહેતી.મુશાયેરાની ગઝલ કરતાઁ એમની સ્વતંત્ર ગઝલો વિશિષ્ટ રહેતી.એક અખઁદ ભાવસૂર ,પ્રાસંગિકતા એમને સ્પર્શે ગઝલને પ્રાસંગિકતાથી દૂર રાખે,એવી ગઝલની ટીકાયે કરે.એક સમયે ‘સીરતી’ની તો રંગુનની વોલસ્ટ્રીટ કહેવાતી’સુરતી બજાર’માઁ એક મિલ્કત અને દુકાન હતી એટલે એમની આર્થિક હાલત ઘણી સારી હતી.
બરમાના વિખ્યાત મોલમીનના લાકડાની બનેલી ‘સીરતી’ની વિશાળ હવેલી મેઁ જોઈ, ત્યારે એ કુટુઁબ બર્મા ખાતેની મિલ્કત, વેપાર અને આવક ગુમાવી બેઠેલુઁ હતુઁ.અને હવેલીની મરમ્મત માટે યે એમની પાઁસે કશી જોગવાઈ નહોતી.
એમની પાંસેથી શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનાઁ સંસ્મરણો વારઁવાર સાંભળવા મળતા.કઠોર ગાયકવાડી કસબો હતુઁ.સ્વ.દેસાઈ સુબા તરીકે ત્યાઁ આવ્યા ત્યારે એમનો પરિચય કઠોરવાસીઓને થયેલો.કેટલાકનો પરિચય તો ગાઢ પણ થયેલો.
એક વારના એ સુખી માણસે પાછલી જિઁદગી ખેડૂત અને પશુપાલક તરીકે ગાળી.લહેરી,ખર્ચાળ સ્વભાવને કારણે હાથ ભીડમાઁ હોય તોયે પહાડમાઁ પાટુઁ મારે એવો એ મરદનો હાથ કદી ખર્ચના ભયે ખેઁચાયેલો રહ્યો નહીઁ.એક ‘ઈકબાલ ગ્રંથાવલિ ‘ચલાવતા. સીરતીને ખેતીની આવક સિવાય બીજી આવકતો ઉર્દુના ધાર્મિક સાહિત્યના અનુવાદોની. છેલ્લેતો તેઓ બીજાઓ દ્વારા ,બીજી સંસ્થાઓ દ્વારા ચાલતા સામયિકો આખા અનુવાદ કરી ભરી આપે! ઉર્દુ ભાષાનો અભ્યાસ અને શોખ એમને પાછલી જિન્દગીમાઁ સાઈડ આવક તરીકે ખપ લાગ્યો.એક ખેડૂત એક શાયર ,એક અદબી સાહિત્યકાર માણસ એવાઁ એમના અનેક રૂપ હતાઁ.કોઇ એક રૂપનો સામાજિકા રૂપનો આગ્રહ નહીઁ,જ્યારે જે કામ કરતા હોય તે રૂપ એમને મંજુર. !
લૂંગી અને કફનીમાઁ હાથમાઁ દાતરડુઁ લઈને સીમ કે ખેતરથી આવતા એ માણસને જૂઓ તો લાગે નહીઁ કે આ માણસ શાયર હશે.! બીજા વિશ્વયુધ્ધ પછીનો જીવનસંઘર્ષ એમને ખેતરોમાઁ અને ઘાસિયામાઁ લઈ ગયો. : એમની સઁવેદના કેવી જીવંત હતી તેનુઁ એક ઉદાહરણ : ખોડાઁ ઢોરોની સંસ્થાને ઘાસ પૂરુઁ પાડે.કહે કે સસ્તાઈ હતી ત્યારે ઢોર દીઠ ખર્ચ નક્કી કરેલો તેજ દર ખર્ચ આજે ચાલે છે.
ઢોર ભૂખ્યાઁ ન રહે તે સિવાય બીજુઁ શુઁ થાય ?એ મોજીલો અલગારી દેખાતો જીવ ‘વિચારશીલ’સઁવેદનશીલ પણ હતો. માત્ર કદી એને દેખાડો નહીઁ એટલુઁજ.વિચારે રાષ્ટ્રીય કટ્ટરતા જરાયે નહીઁ.
તેઓ તો ખિલાફત ચળવલના રંગે પણ રંગાયેલા હતા.અને સુખના દિવસો હતા ત્યારે એ જુવાન ખિલાફતચળવળનો સૈનિક પણ હતો. એ સમયની એમની છ્બી મૌલાના મોહઁમદઅલીના અનુયાયીની યાદ તાજી કરાવે એવી.
સુખના દિવસોમાઁ એ યુવાને ક.મા.મુન્શી,ધૂમકેતુ,મેઘાણી આદિ લોકોનુઁ સાહિત્ય વાઁચી નાઁખેલુઁ.ને ત્યારથી તે ઠેઠ એમના અવસાનના છેલ્લા તબક્કા સુધી ,એમની બર્મિઝ થેલી માઁથી એક-બે-અદબી મેગેઝીનો તો નીકળેજ.
પાકિસ્તાનમાઁ એક વાર ઈંડો-પાકિસ્તાની મુશાયેરો યોજાયેલો-તેમાઁ પણ એમને આમંત્રણ મળેલુઁ,અને તેમા ભાગ લીધેલો.
બહુ લાઁબુ શાયરજીવન, પણ એમનો એક કાવ્ય સંગ્રહ પ્રગટ થયો નહીઁ. કહેતા કે ,’મારા મર્યા પછી પ્રગટ કરવો હોય તો પ્રગટ કરજે!,કીર્તિનો લોભ નહીઁ તેમ સઁગ્રહવ્રુત્તિ પણ નહીઁ,ક્યાઁ ખેતી ,ક્યાઁ ઢોર પાલન,ક્યાઁ પુસ્તકોનો શોખ,કયાઁ ઈકબાલ ગ્રંથાવલિ,ક્યાઁ ‘કિતાબ’માસિકના એ સંચાલક ,કયાઁ ધાર્મિક માસિકોના લેખક, કેટલુઁ વિવિધરંગી એ જીવન હતુઁ.
આવો અલગારી માણસ ,માત્ર સ્મ્રુતિમાઁ જીવેછે.

22-11-1992

તઝ્મીન

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી
.હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
*સીરતી

છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

તઝ્મીન:_સૈયદ ‘રાઝ’ નવસારવી.


કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ,‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
*સીરતી

શાયરીમા સાથ ઊસુલો તણો છોડયો નહીઁ.
નેખુમારી ને ખુદીનો જામ પણ તોડયો નહીઁ.
જીઁદગીના ભવ્ય દર્પણ ને કદી ફોડયો નહીઁ

કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
તઝ્મીન: *વફા

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

*સીરતી


હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.


તઝ્મીન:*વફા


એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ગઝલ

એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.

.આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લુઁટાયા તારા ગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી.

તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના,
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

Monday, December 25, 2006

દીપક બારડોલીકર

ગુજરાતી ભાષાના આ જાણીતા કવિ,લેખક ને પત્રકારનુઁ મુળ નામ મુસાજી ઈસપજી હાફેસજી.જન્મ 1925 માઁ બારડોલીના એક સુન્ની વહોરા કુટુઁબમાઁ.વિદ્યા અભ્યાસ દર્મિયાન વ્યાયામવીર અને ચિત્રકાર બનવાના પ્રયાસો સહિત આઝાદી આઁદોલનમાઁ ભાગ લીધો..કોઁગ્રેસ સેવા દળ અને પછી મુસ્લીમ લીગ નેશનલ ગાર્ડસમાઁ યુવકોને કેળવ્યા. 1948માઁ ગાઁધીજીની હત્યા પ્રસંગે મુઁબઈ ઈલાકાના મુસ્લિમ લીગ નેશનલ ગારડસના અધિકારીઓની ગિરફતારી થતાઁ જેલવાસ ભોગવી(લેવાદેવા વગર-વફા)પાકિસ્તાન આવ્યા.સાત વર્ષ વિદ્ય દાન કરી પુન: બારડોલી ગયા.61 માઁ અદાલતના ચુકાદા વિરુધ્ધ દેશ નિકાલ થયા.64થી પત્રકાર બન્યા..1977 માઁ પત્રકારિત્વની આઝાદી ખાતર જેલવાસ ભોગવ્યો.વર્સો સુધી કરાઁચીમાઁ દૈનિક ‘ડોન-ગુજરાતી’માઁ સિનિયર સબ એડિટરની હેસિયત થી સેવા બજાવી. હાલમાઁ બાળકો સાથે વોલસોલ,ઈઁગ્લેઁડ માઁ રહેછે.
પ્રકાશનો::પરિવેશ,આબેકવસર,વાટના દીવા, સુન્ની વહોરા,મેઘ ધનુષ-1,મોસમ,મેઘધનુષ-2, સિરાતે હરમ,ગુલમહોરના ઘૂઁટ,વિશ્વાસ,આમંત્રણ,તલબ

સમ્પાદનો:સ્મ્રુટિકા,વાઁછ્ટ


બસ અલ્લાહ*દીપક બારડોલીકર

હમ્દ(સ્તુતિ કાવ્ય)

સૃષ્ટિ નો કિરતાર બસ અલ્લાહ છે.
શ્રેષ્ઠ સર્જનહાર બસ અલ્લાહ છે.

છે નિરંતર મોહ એની મે’રનો,
સાચો અનરાધાર બસ અલ્લાહ છે.

દર્દનો દીવો સળગતો રાખજો
આપણો દિલદાર બસ અલ્લાહ છે.
હોય ‘ગાલિબ’ની કે ‘દીપક’ની ગઝલ
સર્વનો શણગાર બસ અલ્લાહ છે.

*દીપક બારડોલીકર(સિરાતે હરમ-12)
માંચેસ્ટર(યુ.કે.)-,93

એમની ના,ત અને ઉપરોકત સઁપુર્ણ કાવ્ય માટે જૂઓ
http://bazmewafa.blogspot.com/

Sunday, December 24, 2006

તઝમીને_હબીબ

ઊઠો આ રાતને પણ પ્રાતને પાઁસે લઈ જઈએ.
પ્રતીક્ષા ક્યાઁ સુધી કરવી કે સુર્યોદય થવાનોછે.


____મસ્તહબીબ સારોદી

ચલો આ આઁગળીને સાજ ની પાઁસે લઈ જઈએ.
ઉઠાવીને સુરાલય પ્યાસની પાઁસે લઈ જઈએ.
નિરાશાની ઘટાઓ આશની પાઁસે લઈ જઈએ.

ઊઠો આ રાતને પણ પ્રાતનની પાઁસે લઈ જઈએ.
પ્રતીક્ષા ક્યાઁ સુધી કરવી કે સુર્યોદય થવાનો


__________મોહમ્મદઅલી .વફા,

સ્વપ્નુઁ કે તર્ક છે જગત કોણ માનશે?
મોજુદ છે હરેક હકીકત ચિતાર થઈ


____ મસ્તહબીબ સારોદી

ફૂલો થઇ ગયાઁછે સખત કોણ માનશે?
દિલમાઁ યે હતુઁ તારુઁ કપટ કોણ માનશે?
તારો યે હતો એક વખત કોણ માનશે?


સ્વપ્નુઁ કે તર્ક છે જગત કોણ માનશે?
મોજુદ છે હરેક હકીકત ચિતાર થઈ

__________મોહમ્મદઅલી .વફા,

પ્રેમની જ્યા,રે ખુમારી, હદ વટાવી, જાય છે.
તંગ કરનાઓ પોતે તંગ આવી જાયછે


____ મસ્તહબીબ સારોદી

ઈશ્કની આખર બીમારી રંગ જમાવી જાયછે.
દીપક ઉપર જો પતંગા જાઁ ગુમાવી જાયછે
સુરજ સવારે રાતની ઝૂલ્ફો હટાવી જાયછે.


પ્રેમની જ્યા,રે ખુમારી, હદ વટાવી, જાય છે.
તંગ કરનાઓ પોતે તંગ આવી જાયછે

__________મોહમ્મદઅલી .વફા,

‘મસ્ત હબીબ,સારોદી
નામ:હસન મુસા પટેલ
જન્મ તારીખ: 25મે1912
વતન:સારોદ જિ:ભરુચ
ઈંતેકાલની તારીખ:11મે1972 સમય ગુરૂવાર બપોરે11.45 કલાકે સુરત મુકામે.
પ્રકાશનો:
(1)મસ્તી(1965)
(2)તુલસી ઈસ સંસારમે(મુલ્લાઁ રમુજીના તખલ્લુસથી લખેલ વ્યંગ-કવનો)
(3)મોજ-મસ્તી(સઁપાદન: ‘મસ્ત’ મઁગેરા તંત્રી:વહોરા સમાચાર માસિક-સુરત નિવૃત આચાર્ય ,આલીપુર હાઈસ્કૂલ જિ.નવસારીઅને ‘જય’નાયક,નવસારી)
એક પ્રખર શાયર,વિવેચક,વ્યંગકાર,પીઁગળ શાસ્ત્રના વિદ્વાન અભ્યાસી,મૂળભુત ઉર્દુ શાયેર.મહાગુજરાત ગઝલ મઁડળના રૂહે રવાઁ.શ્રી નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી),સીરતી,રતિલાલ’અનિલ’અને જ.આઈ.ડી.બેકાર રાઁદેરી(તંત્રી,ઈંસાન),બેબાક રાઁદેરી ના સફરના સાથી.ગુજરાતી શાયરીમાઁ એમણે ઘણા શિષ્યો આપ્યા છે. રાઝ નવસારવી,અદમ ટંકારવી,મસ્ત મઁગેરા વિ.મેઁ નાચીઝે પણ એમની પાઁસેથી દીક્ષા લીધી છે.1965 થી 1972 એમના નિધન સુધી મારી મોટા ભાગની રચનાઓની ઈસ્લાહ એમની પાઁસે લીધી છે.સ્વભાવે મ્રુદુ હતા,પણ ખુદ્દારી એમનો સ્વભાવ હતો. આખી જીઁદગી સુરત મા એક શિક્ષકઅને આચાર્ય તરીકે ગુજારી.શ્રી ગની દહીઁ વાલા ને શ્રી ઊમાશઁકર જોષી એ ગુજરાત નુઁ ‘ગઝલ બુલબુલ’ કહ્યુઁ ત્યારે સાહિત્યિક વળતુળમાઁ થોડો ઉહાપો થયો.’ગઝલનો કાગડો,કહી કેટલાકે વ્યઁગ કર્યો.અને શ્રી રતિલાલ’અનિલ’અને ‘મસ્ત હબીબે ‘ઉમાશઁકર જોશીની ખાસ્સી ખબર લીધી.ગનીભાઈઅને ઉમાશઁકર ભાઈ પર ગઝલને (નઝમિયાત) પરત્વે ‘અનિલ’ શેખચલ્લી,અની મસ્તહબીબ સારોદી સા.નો એક ધાક રહ્યો.
એમના તમામ લેખો,વિવેચનો,અને બીજાઁ કાવ્યો મળી આવે અને કોઈ જમા કરે તો બીજા બે ,ત્રણ સારા ગ્રઁથો પ્રકાશમાઁ આવી શકે.
સમય મળતાઁ એમના જીવન પર એક લેખ માળા ,બઝમે વફા,માઁ આપવા ઈરાદો ધરાવુઁ છુઁ.
એમના થોડા શેર સાથે વિરમુઁ છુઁ.
(1)મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાઁ હતો,
એટલે મયખાનુઁ એ ત્યાગી ગયો પીધા વગર.
(2)મને અલ્લહને સોઁપી જનારા આટલુઁ સાઁભળ,
હુઁ એક ઈંન્સાન છુઁ,ઈંન્સાનની મારે જરુરત છે.
(3)કરતુઁ નથી અધર્મનો કોઈ મુકાબલો,
જાણે હજીયે કોઈ પયગમ્બર છે આવનાર
આદરિણય રતિલાલ’અનિલ’ના શબ્દોમાઁ ‘મસ્ત હબીબ ની ઉર્દુ શાયરી તો એમની ડાયરી સાથે ગઈ, પણ અહીઁ એમનો એક શે’ર સાઁભરેછે.
(3)હકીકત મેઁ હો તુમ દુનિયાસે અચ્છે,
હકીકતમેઁ મગર દુનિયાહી કયા હૈ?


* મોહમ્મદઅલી,વફા,(25ડીસે.2006)



Wednesday, December 20, 2006

કવિતાનો જન્મ_સુન્દરમ

મુશાયરો એ કવિતાનુઁ બજાર છે.ત્યાઁ બહારથી ઊગેલો અને તૈયાર થઈ આવેલો માલ રજૂ કરાય છે.તેની ત્યાઁ યોગ્ય કદર થાય છે.પ્રશંસા થાય છે,કસોટી થાય છે.પણ ત્યાઁ તે માલ તો ઉગી શકતો નથીજ.કવિતાનો જન્મ કઈ રીતે થાયછે એ સમજાવવુઁ જરા મુશ્કેલ છે.પણ કઈ રીતે નથી થતો એ સ્પષ્ટ વાત છે.ઉચ્ચ કવિતા કદી બહારની માંગણીથી જન્મતી નથી,અરે! ખુદ કવિની પોતાની ઈચ્છાથી પણ તે જન્મતી નથી.જેણે કવિતાની પ્રેરણા ઝીલી હશે તેના માટે આ વાત સમજવી સહેલી છે.એતો એનુઁ અંત:કરણ અથવા તેની ગૂઢ સર્જન શકિત જયારે સળવળે છે,જાગેછે,ક્ષોભ પામે કે ,પ્રફુલ્લિત બને છે,ત્યારે છલકાઈ પડે છે. સાચી કવિતા આવી રીતે લખાય છે .એ સિવયના લખાણો કેવળ પદ્ય હોય છે. પછી ભલેને મહાકવિએ કેમ ન લખ્યાઁ હોય.?અને જેટ્લુઁ પદ્યમાઁ _છઁદમાઁ લખાયુઁ એ કવિતા છે, એવી દલપતશાહી કાવ્ય ભાવના આજે તો હવે કોઈ ધરાવતુઁ નથી.
_સુન્દરમ
વધુ માટે જૂઓ
http://bazmewafa.blogspot.com/


*

Tuesday, December 19, 2006

તૃષા*મોહઁમદઅલી ભૈડુ ‘વફા”

ગઝલ

વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે તૃષા,
કઁઇ ઘૂઁટડા એ વેદના પીજાયછે તૃષા

ત્રુષિત હ્રદયની આંખમાઁ છઁટ્કાયછે તૃષા.
રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે તૃષા.

એહો હરણનાઁ કઁઠમાઁ ,ચાતક તણી આંખે,
અંગાર થઇને બેઉ માઁ વેરાયછે તૃષા

પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાઁ,
મોતી મહેકના શોધતી પડઘાયછે તૃષા

આ વિરહ રાતે , મુજ ખૂનના કાંઠે વહી જઇને,
હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે તૃષા.

વરસો સતત મેહુલથઇ મારા’વફા’ દ્વારે,
બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાયછે તૃષા
*મોહમ્મદ અલી ભૈડુ,વફા,
(1967)

Monday, December 18, 2006

લોકો_મોહમ્મદઅલી’વફા ગઝલ

ગઝલ

પાષાણ કૂ,ખે ભરાયા છે લોકો.
નિજના અહમમાઁ હણાયા છે લોકો.

શોધી રહ્યો છુઁ મળે આત્મ જન કો,
મુલ્કો પરાયા , પરાયા છે લોકો

ચાખે કદી ના ધરો જો કો અમ્રુત,
પીને હલાહલ ધરાયા છે લોકો .

ન અશ્રુ નયન માઁ ન હૈયે મ્રુદુતા ,
ફ્કત હાડ માઁસે ચણાયા છે લોકો.

હૈયા તણા મીઠાઁ ઝરણોને છોડી,
વફા ઝાંઝવા માઁ તણાયા છે લોકો.

_મોહમ્મદઅલી’વફા’(25નવે.2004)

Sunday, December 17, 2006

છૂટી જવુઁ._મોહમ્મદ અલી ભૈડુ,વફા,

ગઝલ

હાથથી એ જામનુઁ છૂટીજવુઁ.
ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ.

વાળ આંખો માઁ કોઈ આવી ગયો,
લાગણીના તારનુઁ તૂટી જવુઁ .

ત્રીશઁકુ થઇ મંઝિલ બધી તરફડી,
ધૈર્યની થોડી હવા નુઁ ખૂઁટી જવુઁ.

કેસુડાના રંગ ફીક્કા થઇગયા ,
ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ.

વેદનાની ચાન્દની વરસી પડી,
કંટકોનુ આભમા ખૂઁપી જવુઁ.

_ મોહમ્મદ અલી ભૈડુ,વફા,

Saturday, December 16, 2006

શએરનો ધર્મ _મસ્ત”હબીબ”સારોદી(મસ્તી)

વોહ શએર કે પયગામે હયાતે અબદી હય.
યા નગ્મએ જિબ્રિલ હય બાંગે શરાફિલ.
_ ઈકબાલ.

શાશ્વત જીવનના સનાતન અસ્તિત્વનો પયગામ આપે તે શેર:એમાઁ અલ્લાહનો પયગામ માનવ સુધી પહોઁચાડનાર ફરિશ્તા જિબ્રઈલ નુઁ ગીત હોય કે , પછી કયામતનો સૂર ફૂંકનાર ફરિશતા ઈસ્રાફીલનુઁ આહવાન હોય ,સારાંશ કે જેમાઁ કાઁઈ ઈશ્વરી આદેશ હોય અથવા ખોટા મૂલ્યોનુઁ ખંડન કરવનુઁ સામર્થ્ય હોય.

શએર સબન્ધી ઉપરોકત દર્ષ્ટિબિન્દુનુઁ અનુસરણ કરવાનો મેઁ આગ્રહ રાખ્યો છે.ગઝને હુઁ કેટલો વફાદર રહ્યો છુઁ એ નિર્ણય તો પાઠકોએ કરવો ઘટે..અલબત્ત એટલુઁ વિસ્વાસ પૂર્વજક કહી શકુઁ છુઁ કે ¬

વોહ બુલહવસ કે જિન્હેઁ જુર્અતે ગુનાહ નહીઁ.
ગઝલ મેઁ ઢુઁઢતે હઁય વો ઈલાજે તિશના લબી


ઉપરોકત શેરમાઁ નિર્દિષ્ટ કામી પુરૂષની ત્રુષ્ણાને સંતોષે એવુઁ તત્વ મારી ગઝલમાઁ નથી.મારે જે કઁઈ કહેવાનુઁ હતુઁ તે મેઁ મારી રીતે કહ્યુઁ છે. એમ કરવામાઁ હુમ જીવનથી વિમુખ રહ્યો નથી એટલો મને એટલો મને આત્મ સંતોષ છે.
_મસ્ત”હબીબ”સારોદી(મસ્તી)
12-7-1965
For more updates go to

http://bazmewafa.blogspot.com/

http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=5

Thursday, December 14, 2006

માની ગયા. *મોહમ્મદઅલી ભૈડુ,વફા

ગઝલ

એતો જુઓ પલવારમા માની ગયા.
ખોલી જરા બારી અને આવી ગયાઁ.

તમેતો નથી સૂરજતણા કિરણો સમા
હૈયુઁ અમારુઁ કેમ ઊઠાવી ગયાઁ.

ફરિયાદ કંટકોની હવે શી કામની,
ઊગી જશે જે કઁઇ તમે વાવી ગયાઁ.

અઁગાર હાથોમા લઈ ફરતો રહ્યો,
દોસ્તો કહેછે કે તમે ફાવી ગયા.

મળ્યાઁ ફળો આઝાદ થઇ અમને ઘણા
આ રાજકીય શ્વાનો બધુઁ ચાવી ગયાઁ.

*મોહમ્મદઅલી ભૈડુ,વફા,

14ડીસે.20006

Monday, December 11, 2006

છે વાર્તા*મોહમ્મદઅલી ભૈડુ,વફા’

ગઝલ

સાકી સુરા ને જામની છે વાર્તા.
બેકસ અને બદનામની છે વાર્તા.

લો સૂરજ ઉગતાઁ શરૂ આ થઇ ગઇ,
દિન રાત ને સુબ્હ શામની છે વાર્તા


દીપક પતંગા નુ મિલન જોઇ લો,
મહોબ્બત ના અંજામની છે વાર્તા.

લયલા અને મજ્નુ શીરી ફરહાદ ની,
મહોબ્બત મા નાકામની છે વાર્તા.

ચાલો ‘વફા’હૈયા મહીઁ સંઘરી લો,
ભીઁજાયલી એક શામ ની છે વાર્તા.

*મોહમ્મદઅલી ભૈડુ,વફા’
(1_4_1967)
 
Web Site Counter
Counters