બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Friday, December 29, 2006

બેઠો*મોહમ્મદઅલી ભૈડુ’વફા’

ગઝલ


મોંઘી મતાને લઇને હુઁ વ્યપારવા બેઠો
મારા જ્ખમને હુઁ જરા શણગારવા બેઠો

એનો અસલ ઢાંચો પડીજાય ન ઉઘાડો
પાણી ઉપર કઇઁ સ્મિતને કંડારવા બેઠો

બેચાર ટીપાઁ શાયદ મળી જાય એમાઁથી
ખાલી લઈને જામ હુઁ નીતારવા બેઠો

વરસો સુધી એને જમા કરતો રહ્યો તો હુઁ,
મિથ્યા સબઁધોને હવે ઊધારવા બેઠો

બેસી રહ્યો હુઁ ઝાઁઝવાની જીદ લઈ અઁહી
એની મમત પર જિઁદગી જુગારવા બેઠો.

મારીજ એ પાછળ રહ્યો રોશનીની આડમાઁ
મારાજ પડછાયાને હુઁ પડકારવા બેઠો

કવચિત મળી જાયે મને એની કૃપા દ્રષ્ટિ
તેથી ‘વફા’ હુઁતો હૃદય રંજાડવા બેઠો

*મોહમ્મદઅલી ભૈડુ’વફા’
29ડીસે.2006

1 Comments:

  • At 8:37 PM, Anonymous Anonymous said…

    મારીજ એ પાછળ રહ્યો રોશનીની આડમાઁ
    મારાજ પડછાયાને હુઁ પડકારવા બેઠો

    સરસ...

     

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters