બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Monday, May 29, 2006

रुबाइयाते वफा

1
खंडहर से उठा लाया हुँ मैँ एक जख्म फर्सुदा,
देखा तो उसमे खून से भरी मौजुद ताज्गी थी .

बरसो हुए तो भी ये जखम खुश्काया न मुर्झया,
तेरे वो झहरीले तीरोँ मे अजब की सादगी थी.
2

चींख उठा मे जाकर कब्रस्तान मे.

बस्ती मे तो अब कोई सुनता नहीँ.

शायद मरकर खूल गया हो राझ कूछ,
जीन्दह कोइ अब मौत से डरता नहीँ.
3
ُ उठालुँ जर्फको मैँ हाथ मे और जाम बन जाये.

मुक़द्दर ऐसा मैँ पालुँ के साकी काम बन जाये.

उडे अफवाह तेरे होंथसे तीतलियोंके मानीन्द
’वफा’ मेरी बातेँ इस तरह कुछ आम बन जाये.

4तेहरीरको

है कोइ मरदे कलन्दर पढ्ले इस तेहरीरको,
लोहे मेह्फूझ पर खुदा ने जो लीखी तकदीरको.

अलफाज के शीशोँ से हक़ने त्तराशा है जीसे,
है कोइ इंसाने कामील खींचले उस तसवीरको.
5 मेरे वजूद का वाहेमा--

हम कुछ भी नहीँ फीर भी हमारे होने का है वाहेमा,
वक़्त के सांचेमे एक दिन पीस जायेगी सब दास्ताँ.

तु कया तेरी नक़्सी हक़ीक़त का तिलस्म तूट्जायेगा,
राजदार भी ये आयेना ,चुपभी रहेगा ये आयेना.
मुहम्मदअली भैडु”वफा”

For reading more rubaiyat in romanscript urdu goto following web>

http://www.shayri.com/forums/showthread.php?s=2ad8b454f069cecbb5eb4b56f5b665bc&postid=202373#post202373





Thursday, May 25, 2006

રમેશ પારેખને શબ્દાઁજલી-મોહમ્મદઅલી ભૈડુ”વફા”

રમેશ પારેખને શબ્દાઁજલી

ખોળિયાનુ ધામ લઈ ચાલ્યા ગયા રમેશ.
આખુ ભરેલુઁ જામ લઈ ચાલ્યા ગયા રમેશ.

ફૂલડાઁ શબ્દોના બધાઁ અશ્રુ થૈ વહેશે
“છઅક્ષરોનુ નામ” લૈ ચાલ્યાગયા રમેશ..

મોહમ્મદઅલી ભૈડુ”વફા”
17મે2006.બ્રામ્પટન ,કેનેડા
e-mail:abhaidu@yahoo.com

www.bagewafa.blogspot.com

આ શ્હેર... - રમેશ પારેખ મનસૂબા- મોહમ્મદ અલી ભૈડુ"વફા

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં,
ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં.

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ,
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
- રમેશ પારેખ

મનસૂબા- મોહમ્મદ અલી ભૈડુ"વફા

તારુઁ શહેર મનસૂબા ઉથલાવી તો જૂએ.
એરંગ ચહેરા ના જરા બદલાવી તો જૂએ.

ઊથેલછે દરિયાઓ અગ્નિના હ્રદયમા,
જો હોય હિમ્મત કોઈમા બૂઝાવી તો જુએ.

માટી પગા છીએં કે ડરાવે સંકેતો,અફવાઓ,
નક્શોતો શું એક રેખા પણ ઉડાવી તો જૂએ.

આકાશના ઘર નીચે સ્વાસેછે લાખો લોક;
ભરતી સમુંદરની આકાશને ડૂબાવી તો જુએ.

ભાગે ન આંખો સપનના કોઇ રાહથી કદી
ખુલ્યા પછી પાપણ એ સપનને લાવી તો જુઓ

છેખેડવા જંગલ રણો ,ઝાંઝવા, ધુમ્મસી દર્દ્
સંદેહ રસ્તા નો ડરનો,પગલાં ભટકાવી તો જુએ

પ્રાણહીન રસ્તા, ટાવર ધબકાર તુજ અસ્તિત્વથી
હો હામ તારા હૈયે તને અટકાવી તો જુએ.

"વફા" આહની ઈરાદાથી નીકળેલ અમે તો;
બાંધેલછે કફન સર પર કો બીવડાવી તો જુએ.

મોહમ્મદ અલી ભૈડુ"વફા' ૧માર્ચ્૨૦૦૬



Monday, May 22, 2006

ગઝલ- મોહઁમદઅલી ભૈડુ”વફા”

લદાદા લદાદા લદાદા લદાદા.
ગઝલને મળ્યાછે બળાપા બળાપા.

રદિફ કાફિયાની કેવી આ બંદિશછ,
તાં રુપ એનૂ સરાપા સરાપા.

વરસ સેંક્ડોથી લખાતી રહી છે,
છતાં એના રંગો સુહાના સુહાના.

કોઇ નવ દુલ્હનની હઠેળી એ જાણે,
રંગોની રમજ્ઝટ હિનાના હિનાના.

ઢળી ગુજ્ર્રી અંગે એની અદાઓ,
અરબ ફારસીની ઝનાના ઝનાના.

ગઝલ ને રૂબાઈ નઝમને મુસદદસ,
અને મસ્નવીના ખઝાના ખઝાના.

અરબ ફારસી ઉર્દુની સોગાત લૈને,
થયા કેવા પગરવ મઝાના મઝાના.

વફા આ ગઝલ તો હૈયાની ભાષા,
સ્રોતા ઓ એના દિવાના દિવાના.

મોહઁમદઅલી ભૈડુ”વફા”
ફેબ્રુ.2006
છઁદ: લદાદા લદાદા લદાદા લદાદા
(ફઊલુન ,ફઊલુન, (ફઊલુન ,ફઊલુન,)
મુતકારિબ(ભુજંગી) છન્દ.(12 અક્ષરી)

Saturday, May 20, 2006

દોડતુઁ રાખે -મોહમ્મદ અલી ભૈડુ”વફા”

અઁગીઠી પ્યાસની હરદમ હરણને દોડતુઁ રાખે.
પ્રિતી આ ઝાંઝવી નિરવ રણને દોડતુઁ રાખે.

બધી ગતિઓ જિજીવિષા આગ થૈ ભટકે
જીવનના મ્રુગજળો આ મરણને દોડતુઁ રાખે.

થઈછે પ્રિત કઈઁએવી સમુન્દરથી નદીઓને,
કિનારાછે તમાશાબીન ઝરણને દોડતુઁ રાખે.

કદી એ તૂર પર જઇને બને બેભાન મૂસાથઇ
કદી મનસુર અનલહકમા ચરણને દોડતુઁ રાખે.

મળીજાયે “વફા”શાયદ ક્દી તેનૂર ચહેરાનુ,
સનમને શોધવા સુરજ કિરણને દોડતુઁ રાખે.

મોહમ્મદ અલી ભૈડુ”વફા”
15ફેબ્રુ.2006
છઁદ: લગાગાગા,લગાગાગા,લગાગાગા,લગાગાગા

Thursday, May 18, 2006

નૈન શરાબી- મોહમ્મદઅલી ભૈડુ”વફા”

શોલાની આ આતશ બાજી.
હૈયે કેવી લગની લાગી.

નજર નજર નો ખેલ થયો પણ
આંખોને ગઈ નીઁદર ત્યાગી.

કોણ કરેના પ્રેમ ન એને,
હોથ રસીલા નૈન શરાબી.

ત્રાસ દીધો હસતા હોથોએ,
દિલની થૈ ગૈ આજ ખરાબી.

લે ત્યજી દઉઁ હુઁ મયખાનુ,
જામ ઉઠાવી લે તુઁ સાકી.

સાકી તારી બેરૂખી પરતો ,
મે દીધુઁ મયખાનુઁ ત્યાગી.

પારખુઁ થાશે આજ “વફા”નુ
કોણ રહેછે સાબિત બાકી.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”(1967)

Tuesday, May 16, 2006

છોડીને આવ - મોહમ્મદઅલી ભૈડુ”વફા”

બહારના સહુ આવરણ તોડીને આવ.
તાર અઁદરના બધા જોડીને આવ.

એ સમયની ભીડમા ભૂલો પડયો,
આવ લય મારા બધા શોધીને આવ.

ડૂબવાની ભિતિ તને ના પરવડે
હીર તુઁ ગાગર બધી ફોડીને આવ.

પાર કરવા છે બધા સાગર અગાધ,
નાવ બઁધન ની બધી તોડીને આવ.

ખેડવા શબ્દો તણા ગઢ ના હવે,
રંગ શ્યાહી ના બધા ઢોળીને આવ.

શૂષ્ક થઇ ગઇ છે “વફા”ની વાર્તા,
આંખને કોઇ કેફમા બોળીને આવ.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”
16અઓગષ્ટ2005

ગાલગાગા, ગાલગાગા,ગાગાગા
(ફાઇલાતુન,ફાઇલાતુન,ફાઈલુન)

Monday, May 15, 2006

“બઝમે વફા”ના ગુજરાતી બ્લોગ નો તરહી કલમી મુશાયેરો

“બઝમે વફા”ના ગુજરાતી બ્લોગ ના તરહી કલમી મુશાયેરા માટે ગુજરાતી કવિ જગતને હાર્દિક આમંત્રણ.

શેર
કોઇના આગમનની જયારથી ઘડીઓ ગણાતી થૈ
ઉઘાડી આંખથી એમજ બધી રાતો કપાતી થૈ.

રદીફ:થૈ
કાફિયા:કપાતી,ગણાતી,રખાતી,લખાતી,મનાતી,ભુલાતી,ગવાતી વિ.
છઁદ: લગાગાગા, લગાગાગા, લગાગાગા,લગાગાગા
(મફાઈલુન , મફાઈલુન , મફાઈલુન , મફાઈલુન ,)
(હજઝછઁદ-16 અક્ષરી)
શેરની પંકતી મર્હુમ જ.મસ્ત હબીબ સારોદી સાહેબની છે.

નીચેજણાવેલ ઇ-મેલ પર રચના સત્વરે મોક્લી આપશો.
Mhammedali Bhaidu”:wafa”

e-mail: abhaidu@yahoo.com

मेरे वजूद का वाहेमा-- मुहम्मदअली भैडु”वफा”



हम कुछ भी नहीँ फीर भी हमारे होने का है वाहेमा,
वक़्त के सांचेमे एक दिन पीस जायेगी सब दास्ताँ.

तु कया तेरी नक़्सी हक़ीक़त का तिलस्म तूट्जायेगा,
राजदार थाभी ये आयेना ,चुपभी रहेगा ये आयेना.

मुहम्मदअली भैडु”वफा”

કારણ નબન - મોહઁમદઅલી ભૈડુ”વફા”

વ્યર્થે ઈઁતેજારનુઁ કારણ નબન.
બેવડા વ્યહવાર નુઁ કારણ નબન.

એના ટકોરે તારુઁ સરનામુ હતુઁ,
બઁધ થયેલા દ્વાર નુઁ કારણ નબન.

ફૂલ સાથેની રમત નો આ હસર
ભોઁકાયેલા ખાર નુઁ કારણ નબન.

એ વીણા ભાંગી તો એના ભારથી,
તૂટી ગયેલા તાર નુઁ કારણ નબન.

ઈંતેજારીનુ કેટલુઁ લાંબુ ફલક.,
વેદનાના ભાર નુઁ કારણ નબન.

તીર તલવારોનો કયાઁ જંગ”વફા”,
ખાલીપાના વાર નુઁ કારણ નબન.

છન્દ: ગાગા,ગાગાલગા,ગાગાલગા

મોહઁમદઅલી ભૈડુ”વફા”
21જુલાઈ 2005

Thursday, May 11, 2006

વર્ષા-મોહઁદઅલી ભૈડુ”વફા”

આવી વર્ષા.
ભારી વર્ષા.

ચૌ તરફથી
ગાજી વર્ષા.

નગર ઉજાડે
ટાઢી વર્ષા.

ભીઁજવે હૈયુ;
ભીની વર્ષા.

વાદળ નાચે;
કાળી વર્ષા.

મોર ટહુકે
ચહેકી વર્ષા.

ધરતી રેલે;
માથી વર્ષા.

ફૂલો ખીલ્યાઁ;
મ્હેકી વર્ષા.

આઁખો વરસે;
મોતી વર્ષા.

વાદળ આઁબો;
ડાળી વર્ષા.

હૈયા ઉઁઘે
ન્યારી વર્ષા.

મોહઁદઅલી ભૈડુ”વફા”
ગાગાલગા(મુસ્તફઇલુન્ )

વાતો લખીહશે. - મોહઁમદઅલી ભૈડુ”વફા”

ખરેલા પાઁદડાપર કેટલી વાતો લખી હશે.
હવાની આઁગળી શુઁ સાવ કઈઁ છાની રહી હશે.

બધા આ ઓસબિઁદુઓ નકામા થૈ વહી જતે,
એ મોતી ઝીલવા કાજે ફુલે છાતી ધરી હશે.

જરા શીરા અને ધમની તણા ધબકાર ને પુછો;
તમે જે વાવણી એ આગની હૈયે કરી હશે.

ક્ચકડામા મઢુઁ લાવી છબીતારી હવે કયાઁથી;
કદી જે પાઁપણોની પોયણીમા જઇ ઢળી હશે.

હતોતુ સાવ હૈયાના સમીપે સ્વાસના સરખો;
છતાઁ દીવાનગી મારી “વફા”ક્યાઁકયાઁ ભમી હશે.

મોહઁમદઅલી ભૈડુ”વફા”

લગાગાગા,લગાગાગા, લગાગાગા,લગાગાગા
(મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન)
હઝજ છઁદ (16 અક્ષરી)

પાથરી જઈશ.- મોહ્મ્મદ અલી ભૈડુ”વફા”

આગિયો થૈને હવામા હુઁ બળી જઈશ.
હુઁતમારા માર્ગમાઁ દીવો ધરી જઈશ.

વીણતો રહીશ કંટ્કો રાહના સહુ,
ને તમારા રાહમા ફૂલો ભરી જઈશ.

કોકવેળા ઘાવને આ જોઇપણ લેજો,
દરદ ભીનુઁ હુઁ દિલે આ કોતરી જઈશ.

આંખની મોઘી મતા ને સાચવી લેજો,
યાદના પાલવ મહેકતા પાથરી જઈશ.

આવશે કોદી હવાના કાગળો ભીના,
તો”વફા”હુઁ મ્હેકની જયમ સાંભરી જઈશ.

મોહ્મ્મદ અલી ભૈડુ”વફા”
(ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા)

પગલા

પગલા

તારી ગલીમા કૈસ હુઁ આળોટતો રહ્યો,

એટલે લૈલા મુજ પગલાઁ પડયાઁ નહીઁ
“વફા”20એપ્રીલ 2006

તો_ મોહઁમદઅલી ભૈડુ.”વફા”

અશ્રુઅઓના તોરણો બઁધય તો.
યાદના જો મોતીઓ સર્જાય તો.

કોણ એના રઁગથી રીઝ્શે ભલા,
ફૂલથીએ જો ફોરમો લોપાય તો.

સ્નેહના અ વદળો કયાઁથી બને,
દિલ તણા જો સાગરો સુકાય તો.

મયકદામા રણા બધા જશે વસી,
શરબતી એ આઁખડી છલકાય તો.

એ અદાઓ પણ નિર્થક થૈ જશે,
સાદગીમા દીલકશી મ્હેકાય તો.

રાતડી ની આઁખ અશ્રુ સારશે,
ઝુલ્ફ રેશમ ની ઘટા વિખરાય તો.

ભેદ સર્જન નો”વફા” તુ પુછજે,
જો કદી એમુ મિલન થૈ જય તો.
મોહઁમદઅલી ભૈડુ.”વફા”
19જન્યુ.1986

ખાલી તારુઁ જામછે. -’વફા”

તારી પાંસે નામ છે,
મારી પાંસે કામ છે.

વિખવાદ ખાલી એટલો,
ખાલી તારુઁ જામછે.
’વફા”

ઝાઁઝવા -મોહઁમદઅલી ભૈડુ”વફા”

ઢોલયા હૈયા તણા કયાઁ ઢાળવા.
આઁખમા ફૂટી રહ્યાછે ઝાડવાઁ.

દ્વાર તારુઁ ભૂલથી થોકુઁ નહી
શુઁખબર વાસી નદે તુ બારણા.

ભૂલવાનો ઢોઁગ તો સાથે કર્યો,
આઁસુના ઝૂલી પડયા ત્યાઁ પારણા.

હુઁગુનાનો ભાર લઇ આવીશ ખરો
; બખશિશ તણી લઇ બધીયે ધારણા.

ને”વફા:કવિતા હવે કયાઁ શોધવી,
શબ્દના ઊગી ગયાછે ઝાઁઝવા.

મોહઁમદઅલી ભૈડુ”વફા”

(છઁદ:ગાલગાગા,ગાલગાગા,ગાલગા.)
(ફાઇલાતુન, ફાઇલાતુન,ફાઇલુન._રમલ છઁદ 11 અક્ષરી)

કઁઇ નથી કહેતા - મોહઁમદઅલી ભૈડુ”વફા”

તમારી આઁખડીના આ ઇશારા કઁઇ નથી કહેતા.
થયુઁછે શુઁ હવે આ બોલનારા કઁઇ નથી કહેતા.

અમે આ આઁગળીઓ ડાળકીએ જઇ જરામૂકી,
અમારી યાદનાગુલ ખાળનારા કઁઇ નથી કહેતા.

રહીછે ચુપ આ આઁખોને હોથે મૌનના ડુઁગર
રગે રગમા આ તણખા વાવનારા કઁઈનથી કહેતા.

બધી અફવા રચાઇછે રહી આ મૌનના ઓઠે,
છતાઁ એ તહોમતોને ઓઢનારા કઁઇ નથી કહેતા.

કદીતો એક ખામોશી દિયે આખો ભરમ ચીરી,
કદી શબ્દો તણા શ્રુઁગ તોડનારા કઁઇ નથી કહેતા.

ગયા ટહુકા, ગયાગીતો, ગયાગુલશન, ગયાફૂલો,
જુઓ બુલબુલ નીઆઁખો લુઁછનારા કઁઇ નથી કહેતા.

બધા ખામોશછે આજે બધી આઁખે દરદભીના,
ગયુઁ છે કોઇ હમણા પણ જનાર કઁઇ નથી કહેતા.

“વફા”મા જિઁદગી ની મ્હેક ને ફેલાવવા કાજે
દિલોને ધુપ સળી થૈ બાળનારા કઁઇ, નથી કહેતા.

મોહઁમદઅલી ભૈડુ”વફા”

લગાગાગા, લગાગાગા, લગાગાગા, લગાગાગા
(મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન,)
હઝજ છઁદ(16 અક્ષરી)

Wednesday, May 10, 2006

'ટોળું' મોહઁમદઅલી ભૈડુ”વફા”

જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનુ ટોળુઁ.
અને એકી ટશે નિરખી રહ્યુઁછે આશનુ ટોળુઁ.

હવે હું કઈ રીતે આ ભીડમા મારોજ સ્વર શોધું;
ખરે છે માણસો ના રૂપમા કો સ્વાસનુ ટોળું.

સ્વજન મિત્રોને સ્નેહીઓ ભલા જઇ શોધવા ક્યાંથી;
જુઓ ને આવજો મા ખદબદે છે હાથ નુઁ ટોળુઁ.

તમે મેકઅપ કરોછોકે ઉગાડો રૂપની ખેતી;
કહીં ઉગી ન નીકળે ગાલ પર આ આંખનુ ટોળું.

તમે સાકી પરબ આ ઝાં ઝવાની લઈને કયાં બેઠાં;
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું.

ઘણુઁ ઊડવાની હોડોમા ગયા ચહેરા બધા ભૂલી;
જુઓ આકાશમા પઁખી ઉડે કે પાઁખનુઁ ટોળુઁ.

“વફા” ચઁપા તણા ફૂલો તમે વાવીને શુઁકરશો
ભ્રમર આવી નહીં શકશે ને ફરશે નાગનું ટોળું.

મોહઁમદઅલી ભૈડુ”વફા”
લગાગાગા/ લગાગાગા/ લગાગાગા/ લગાગાગા
મફાઈલુન/મફાઈલુન/મફાઈલુન/ મફાઈલુન
(હજઝ છઁદ)

Tuesday, May 09, 2006

કોને મળુઁ- મોહમ્મદઅલી ભૈડુ”વફા”

ભીડના દરબારમા કોને મળુઁ.
રેતની વણઝારમા કોને મળુઁ

લોક કીનારા ઉપર મળતાઁ ડરે,
હુઁ હવે મઝધરમા કોને મળુઁ.

મૌનના હોઠોતણી ઝુઁબીશ લૈ,
શબ્દની જઁજાળમા કોને મળુઁ.

અજનબી થૈને મળેમિત્રો બધા
ખોખરા સઁસારમાકોને મળુઁ.

સાથમા વરસો રહ્યાપણ નામળ્યા
હુઁહવે પળવારમા કોને મળુઁ.

કોઇ મળતુઁ પણનથી ઘરમા હવે,
તોપછી પર સાળમા કોને મળુઁ.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”

છઁદનુ માપ:ગાલગાગા,ગાલગાગા,ગાલગા
ફાઇલાતુન ,ફાઇલાતુન,ફાઇલુન(રમલ છઁદ)

Monday, May 08, 2006

ત્રુષા ઓછી પડી. -મોહમ્મદઅલી ભૈડુ”વફા”

એમના કઁઠે ત્રુષા ઓછી પડી.
ને અહીઁ અમને સૂ રા ઓછી પડી.

આપનારા હાથ લઁબાયા નહી.
માગનારાની દૂઆ ઓછી પડી.

આ હથીલુઁ દર્દ પણ કયાઁ થીમળ્યુઁ;
કેટલી આપી દવા ઓછી પડી.

બૂઝવામા દીપ ક્યાઁ મોડો પડયો
ઝાલિમ જમાનાની હવા ઓછી પડી.

કબર ની સઁકડાશ મા પોઢી ગયો;
આ ધરા પર તો જગા ઓછી પડી.

ચાહવાનુઁ એક બસ કારણ હતુ.
આ જગતની વેદના ઓછી પડી.

ઝાઁઝવાનુ રૂપ બદલાયુઁ નહી,
મ્રુગલાઓની ઝઁખના ઓછી પડી.

દિલ જિગર જિવન બધુ દીધુઁ અર્પી.
તો ય કેછે કે “વફા’ ઓછી પડી.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”

ગાલગાગા,ગાલાગાગા,ગાલગા
( ફાઇલાતુન,ફાઇલાતુન,ફાઇલુન)
રમલ છઁદ(11 અક્ષરી)

Sunday, May 07, 2006

દીવાલો - મોહઁમાદ અલી ભૈડુ”વફા”

અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો.
ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો.

પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા,
ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો.

નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર,
તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો.

રહે સાન્નિધ્યામા હરદમ છતાઁ કોમળતા નહીઁ પ્રગટી,
મને આ પૂષ્પ કંટક વચ્ચે પણ દેખાય દીવાલો.

તમારી યાદ શુઁ આવી તિખારાઓ ભરી લાવી,
નયનમા યાદની ભીને બની પડઘાય દીવાલો.

અને એ ક્રુરતા માનવ તણી જ્યારે નિહારે છે,
“વફા” ત્યારે ઘણી વેળા બહુઁ શરમાય દીવાલો.

મોહઁમાદ અલી ભૈડુ”વફા”

છઁદ:લગાગાગા, લગાગાગા, લગાગાગા, લગાગાગા
(મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન,)
હઝજ છઁદ(16 અક્ષ્રરી)

Friday, May 05, 2006

આકાશનુ છે છાપરુઁ- મોહમ્મદઅલી ભૈડુ”વફા”

આકાશનુ છે છાપરુઁ

આપણા જીવન મહીઁ આડશ કોઇના ઢાંકણુ.
ટાઢ કે તડકો ખરે ના છાઁયડો ના તાપણુ.

વીજળી તૂટી પડીને ખૂબ શરમાઇ હશે,
રણ તણુઁ ઘરછે મળ્યુઁ આકાશનુઁછે છાપરુઁ.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”
27એપ્રિલ2006

Wednesday, May 03, 2006

तेहरीरको- मोहम्मदअली भैडु”वफा”

तेहरीरको

है कोइ मरदे कलन्दर पढ्ले इस तेहरीरको
लोहे मेह्फूझ पर खुदा ने जो लीखी तकदीरको.

अलफाज के शीशोँ से हक़ने त्तराशा है जीसे,
है कोइ इंसाने कामील खींचले उस तसवीरको.

मोहम्मदअली भैडु”वफा”


હિન્દી,ઉર્દુમા મારી રચનાઓ માટે નીચેની વેબ સાઈટ્ની મુલાકાતલો.

http://www.shayri.com/forums/showthread.php?s=bf9681585e0ae719e78a00618e0f6d76&postid=196350#post196350/

Tuesday, May 02, 2006

કહ્તે હૈઁ હમ ભી કલ્મ સે એક દિલ કી બાત.

અસ્સલામોઅલયકુમ(વ.બ.)
ગુજરાતી જગતના વાઁચકો,ચાહકો,સર્જકો,વિવેચકો અને ગુજરાતી ભાષાને શુઁશાઁ પૈસા ચારના મહેણા,ટોણા થી બચાવવા ની જેહાદ લઈ નીક્ળેલા બ્લોગરો,વેબના મિત્રો.આ સાથે હુઁ આપના હાથ કમળ(અથવા લોહ દસ્તો)મા “બાગે વફા” લઈની ઉપસ્થિત થયો છુઁ.બાગેવફા એ મારી રચનાની ડાયરી હશે. જ્યારે “બઝમે વફા”મા સર્વે,સર્જકોને ભાવ ભીનુ આમંત્રણ પાઠવતાઁ આનઁદની લાગણી અનુભવુઁછુ.
બઝમેવફા,મા કવિતા,ટુઁકાલેખો,લલિતનિબન્ધો,ટુઁકીવાર્તા વિ.મોકલી શકોછો.
તમામા લખાણ” ગુજરાતી યુનીકોડ” મા હોવુઁ જરુરી છે.
ગુજરાતી યુનીકોડ,નીચેની સાઇટ પરથી લોડ કરી શકય છે.

hhttp://www.dhavalshah.com/layastaro/
my email:
abhaidu@yahoo.com

આપનો
મોહમ્મદઅલીભૈડુ”વફા”

ખબર નથી

ડૂબી ગયાઁ છે કયારના એની ખબર નથી.
ભૂલી ગયાઁ છે કયારના એની ખબર નથી. .

વરસો થયા રીઝાવવાની છે રસમ ચાલુ;
રૂથી ગયાઁ છે કયારના એની ખબર નથી.

વસ્તી રણો ને જઁગલોનો ભેદ ના રહ્યો;
ભટકી ગયાઁ છે કયારના એની ખબર નથી.

પાછા હવે એ ફાઁસ દિલમાથી કાઢે કોણ
ખૂઁપી ગયાછે કયારના એની ખબર નથી.

ઢાઁચોજછે દિલની હથેળીમા હવે એતો;
પીગળી ગયા છે કયારના એની ખબર નથી.

શોધી રહ્યાઁ છે શુઁ હવે એ યાદ પણ કયાઁ;
ભૂલી ગાયાઁ છે કયારના એની ખબર નથી.

સણકે”વફા”દિલમા જરા બળતા દરદ નો ભાર,
સળગી ગયા છે કયારના એની ખબર નથી.

મોહઁમદઅલી ભૈડૂ’વફા”




ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા.લગા
(મુસતફઇલુન, મુસતફઇલુન, મુસતફઇલુન, ફઅલ )

તૌહીદની મયકદા-મોહમ્મદઅલી ભૈડુ"વફા"

તૌહીદની આ મયકદા છલકાયને રહેશે.
કુરઆનઆ આદેશ પણ ફેલાયને રહેશે.

કુફ્ર્ના વાદળ સહુ વિખળાયને રહેશે.
આ ધરાપર ન્યાય પણ તોળાયને રહેશે.

હો જીવન મુસ્લીમનુ જો ખુદ્દાર ખલીલ સમ
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

બસ ખુસદાનુ નામ લઈ આગળ વધી જાઓ.
ને નબીનુ કામ લઈ આગળ વધી જાઓ.

કામયાબી આવશે ચુમતી ક્દમ તારા ;
ઈમાનનો આ જામ લઈ આગળ વધી જાઓ.

નફરત તણી દીવાલ પણ ભેદાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

સીદ્દીકી શાનથી ચલો,ઊમરની આનથી ચાલો;
સદાએ હક બુલં કરવા દિલોને જાનથી ચાલો;

ખુદાથી માગીને લઈલો ગની ની માતબર દોલત;
મરી ફીટવાને મઝહબ પર અલીની શાનથી ચાલો.

ખુદાઈ પ્રેમના ઝરણા બધે રેલાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

અમારી કૌમની કશ્તી લગાવી પાર છોડીશું;
કરીશું સર શિખર સર્વે ન એકે દ્વાર છોડીશું.

અમે છીએં જવાં મુસ્લીમ બુલંદ હોંસલાબાજો;
ખુંદી વળશું બધા દરિયા નકો મઝધાર છોડીશું.

ઈન્સાનિયતની ખુશ્બુ પણ મ્હેકાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
વિશ્વ પણ સમજી જ્શે માર હજુરનો જમાલ;
વિશ્વમા પેદ કદી થઈ નથી જેની મિસાલ;

કુદરતે અર્પયા હતા કંઈ કેટલાયે મૌઝિજ્હ,
અંગુલિના એક ઈશારામા કપાયો'તો હિલાલ.

કથનો નબીના "વફા"ચર્ચાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

મોહમ્મદઅલી ભૈડુ"વફા"
 
Web Site Counter
Counters