બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Thursday, May 25, 2006

આ શ્હેર... - રમેશ પારેખ મનસૂબા- મોહમ્મદ અલી ભૈડુ"વફા

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં,
ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં.

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ,
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
- રમેશ પારેખ

મનસૂબા- મોહમ્મદ અલી ભૈડુ"વફા

તારુઁ શહેર મનસૂબા ઉથલાવી તો જૂએ.
એરંગ ચહેરા ના જરા બદલાવી તો જૂએ.

ઊથેલછે દરિયાઓ અગ્નિના હ્રદયમા,
જો હોય હિમ્મત કોઈમા બૂઝાવી તો જુએ.

માટી પગા છીએં કે ડરાવે સંકેતો,અફવાઓ,
નક્શોતો શું એક રેખા પણ ઉડાવી તો જૂએ.

આકાશના ઘર નીચે સ્વાસેછે લાખો લોક;
ભરતી સમુંદરની આકાશને ડૂબાવી તો જુએ.

ભાગે ન આંખો સપનના કોઇ રાહથી કદી
ખુલ્યા પછી પાપણ એ સપનને લાવી તો જુઓ

છેખેડવા જંગલ રણો ,ઝાંઝવા, ધુમ્મસી દર્દ્
સંદેહ રસ્તા નો ડરનો,પગલાં ભટકાવી તો જુએ

પ્રાણહીન રસ્તા, ટાવર ધબકાર તુજ અસ્તિત્વથી
હો હામ તારા હૈયે તને અટકાવી તો જુએ.

"વફા" આહની ઈરાદાથી નીકળેલ અમે તો;
બાંધેલછે કફન સર પર કો બીવડાવી તો જુએ.

મોહમ્મદ અલી ભૈડુ"વફા' ૧માર્ચ્૨૦૦૬



0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters