બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Thursday, August 17, 2006

અરબી કાવ્ય _ તૌફીક જૈયાદ.

ફલસ્તીની(પેલેસ્તાઈન) કવિ તૌફીક જૈયાદ.

અહીઁ અમે રહીશુઁ.

લીડ્ડામાઁ,રામલામાઁ,અને ગલિલીમાઁ,
અમે એ રીતે રહીશુઁ
તમારી છાતી ઉપર એક દીવાલ ની જયમ,
અને તમારા ગળામાઁ
એક કાચની કરચ ની જયમ,
થોરના કંટકની જયમ,
અને તમારી આઁખોમાઁ
રેતના તોફાન બનીને,

અમે રહીશુઁ
તમારી છતી પર જાણે દીવાલ
તમારી હોટ્લોમા થાળીઓ સાફ કરીશુઁ
તમારા સુરાલયોમા પીણાઓ પીરસીશુઁ,
તમારા રસોડાના પથ્થરો ની સફાઈ કરીશુઁ,
અમારા ભુલકાઁઓ માટે એક કોળિયો છીનવવા માટે,
તમારા ભુરા ઝેરી દાંત માઁથી

અહીઁ અમે રહીશુઁજ
અમારા ગીતો ગાઈશુઁ
ક્રોધિત શેરીઓમા નીકળી પડીશુઁ
તમારી જેલોને આત્મ ગૌરવ સાથે ભરવા માટે
લીડ્ડામા,રામલામાઁ,અને ગલિલેમાઁ
અમે રહેવાનાજ
અંજીરના પડછયાઓનુઁ રક્ષણ કરવા
અને ઓલિવ ના વ્રુક્ષોનુઁ
અમારા બળકોમા બળવાનુઁ ખમીર ભરવાને
જાણેકે આટામા આથો.

_તૌફીક જૈયાદ

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters