બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Wednesday, August 16, 2006

ખોટી અટકળ_ મોહમ્મદઅલી ભૈડુ”વફા”

આમ કરોના ખોટી અટકળ.
કોણ કહેછે જીવન ઝાકળ.
એતો છે સઁદેશ ખુદાનો ,
એથી આવ્યા લાખો પયંબર,
જા લખીલો કરમો ની ગઝલો,
જીવન એતો કોળુઁ કાગળ.
હિલ્લોરા ખાતોછે દરિયો,
કાલ ભરીલે પ્રેમની ગાગર.
કળિયો ચહેકે પૂષ્પો મ્હેકેને
તૂ ઝંખે આવળ બાવળ .
સુરત“ તો રગ રગ માઁ રમતુ
આઁખનુ કાજળ ચોક થી ભાગળ.
ચાલ “વફા” તાપી ત તટ જઇએ .
પાછા રંગીએ રંગનો પાલવ.
ગાગા ,ગાગા, ગાગા, ગાગા(ફઅલુન. ફઅલુન. ફઅલુન. ફઅલુન.)મુતદારિક છઁદ (8 અક્ષ્રરી)(અથવા વિદ્યુન માળા છઁદ)

મોહમ્મદઅલી ભૈડુ”વફા”

6 સપ્ટે.2005
સુરત તારી સોનાની મુરત
કોણે કરી એને આ ગારત.
પાછુઁ તુ બેઠુઁ થઈ જાશે કાલે
કેમ કે તારી રગીન તબિયત
‘વફા””
સુરત” તો રગ રગમાં રમતુ
ચોકથી ભાગળ જળ જળાજળ
ચાલ “વફા” તાપી તટ જઇએ
પાછા ભરીયે દર્દનો પાલવ.-

- મોહમ્મદ અલી ભૈડુ “વફા”

16અઓગષ્ટ 2006-

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters