બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Thursday, August 31, 2006

નકર_મોહમ્મદ અલી ભૈડુ"વફા"

નકર _મોહમ્મદ અલી ભૈડુ"વફા"

પ્રેમના ખોટાજ દેખાડા ન કર
શક્યતાઓ છોલીને વર્તાળા ન કર.

જીંદગીના પાંદડાનો રંગ જો,
ભાગ્યની રેખાજ પસવારા ન કર.

જાળમા આવે કદીના માછલી
આ નકામા વારિમા કુંડાળા ન કર.

ભૂલવાનુઁ સુખ કદીતો લુંટને
દુઃખ દર્દના આમ સરવાળા ન કર.

એ’ જુદી ભાષા નથી મુશાયરાની
છાલ ગઝલની છોલવા ચાળા ન કર.

કઈ રીતે એના ઉપર ચડશે"વફા"
મ્રુગજળ ની આરઝુના મીનારા ન કર.

_ મોહમ્મદ અલી ભૈડુ"વફા"

૨૩ફેબ્રુઅ.૨૦૦૬
ગાલગાગા,ગાલગાગા,ગાલગા

1 Comments:

  • At 12:04 AM, Blogger વિવેક said…

    પસવાળા ન કર વાળી લીટી સમજાઈ નહીં....સમજાવશો?

     

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters