રાહ જૂએછે(ગઝલ)____મુહમ્મદઅલી ભૈડુ’વફા’
રાહ જૂએછે(ગઝલ)____મુહમ્મદઅલી ભૈડુ’વફા’
ઉઠો સાગર તરી જાઓ કિનારા રાહ જૂએછે.
નજર મંઝિલ તરફ માંડો ઉતારા રાહ જૂએછે.
ઉઠો આકાશ ઘેરી લો તમે શ્રધ્ધા તણી પાંખે,
નિગાહોથી ગગન ભેદો સિતારા રાહ જૂએછે.
કળિની આંખ બેબસ છે તમારી રાહ ગુજર ઉપર,
ત્રુષા દ્રષ્ટિની અંતરના ધખારા રાહ જૂએછે.
છવાઈ ગઇ ઉદાસીછે મદિરાલય તણા દ્વારે,
સુરાહીથી ટપકતી મયની ધારા રાહ જૂએછે.
અને આ રાહમા વીતી જવાનુઁ આયખુઁ આખુ,
કદી દીદાર આપીદો નઝારા રાહ જૂએછે.
હ્ર્દય મંથનના પ્રશ્નોના કોઇ ઉત્તર હશે કે ના,
જવાબ આપો કે પ્રશ્ન પુછનારા રાહ જૂએછે.
રજા આવીને આપોતો સુખેથી એય કઁઈ પોઢે,
જગત પોઢી ગયુઁ કેવળ સિતાર રાહ જૂએછે.
‘વફા’ની રાહના કાજે ફનાની રાહના કાજે,
તમે આવો હ્રદયના અર્પનારા રાહ જૂએછે.
____મુહમ્મદઅલી ભૈડુ’વફા’
વલથાણ,સુરત 1967
ઉઠો સાગર તરી જાઓ કિનારા રાહ જૂએછે.
નજર મંઝિલ તરફ માંડો ઉતારા રાહ જૂએછે.
ઉઠો આકાશ ઘેરી લો તમે શ્રધ્ધા તણી પાંખે,
નિગાહોથી ગગન ભેદો સિતારા રાહ જૂએછે.
કળિની આંખ બેબસ છે તમારી રાહ ગુજર ઉપર,
ત્રુષા દ્રષ્ટિની અંતરના ધખારા રાહ જૂએછે.
છવાઈ ગઇ ઉદાસીછે મદિરાલય તણા દ્વારે,
સુરાહીથી ટપકતી મયની ધારા રાહ જૂએછે.
અને આ રાહમા વીતી જવાનુઁ આયખુઁ આખુ,
કદી દીદાર આપીદો નઝારા રાહ જૂએછે.
હ્ર્દય મંથનના પ્રશ્નોના કોઇ ઉત્તર હશે કે ના,
જવાબ આપો કે પ્રશ્ન પુછનારા રાહ જૂએછે.
રજા આવીને આપોતો સુખેથી એય કઁઈ પોઢે,
જગત પોઢી ગયુઁ કેવળ સિતાર રાહ જૂએછે.
‘વફા’ની રાહના કાજે ફનાની રાહના કાજે,
તમે આવો હ્રદયના અર્પનારા રાહ જૂએછે.
____મુહમ્મદઅલી ભૈડુ’વફા’
વલથાણ,સુરત 1967
3 Comments:
At 9:18 PM,
Anonymous said…
વિક્રમ સંવત 2063 ના નૂતન વર્ષાભિનંદન.
સાલ મુબારક.
ઇદ મુબારક.
At 11:56 PM,
વિવેક said…
રજા આવીને આપો તો સુખેથી એય કંઈ પોઢે,
જગત પોઢી ગયું કેવળ સિતારા રાહ જુએ છે.
- સરસ વાત !
ઈદ મુબારક...
At 9:09 AM,
Jayshree said…
Really Nice One..!!
Post a Comment
<< Home