બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Monday, October 30, 2006

રઁગ _મોહમ્મદ અલી ભૈડુ’વફા’

(ગઝલ)

આ કેમ સચવાયો નહીઁ એની અદાનો રંગ.
એની પસન્દની વાત છે લીધો હવાનો રંગ્

મેદી ની જયમ હાથથી એના ઉડી જાશે,
એ હાથમા હુઁ કયાઁ ધરુઁ મારી વફાનો રંગ.

અર્પી શકો મુજ્ને નહીઁ સાગર ના પયમાને,
સાકી અહીઁ નિરઁગ રહ્યો મારી સુરાનો રઁગ.


ચાલો હવે રઁગો થકી પર આપણે થઈએ,
તારી સુરાનો રઁગ એ મારી ત્રુષાનો રઁગ.


ફૂલો કળીઓ પાઁદડાઁ વેરાન થઈ જાશે,
દેખાય છે રંગીન તારી ખિઁઝાનો રંગ.


ઊડી જશે જયારે બધા બાગો થકી ભમરા ,
આવી જશે આ બાગમા મારી’વફા’નો રઁગ
.
_મોહમ્મદ અલી ભૈડુ’વફા’

2ડીસે.2005

0 Comments:

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters