બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Tuesday, October 31, 2006

શરમ તુમકો નહીઁ આતી_મોહમ્મદઅલી ભૈડુ,વફા,

શરમ તુમકો નહીઁ આતી

મેરા શહર ડૂબા હુવા હૈ ગમ કે સમઁદર મે,
ઔર તુમ હો કે ઈદ કી ખુશીયાઁ મનાતે હો.


શરમ તુમકો નહીઁ આતી અરે ઝાલિમ જરાસીભી,
પરે મુર્દે ઘરોઁ પર હૈ ઔર તુમ રકસ રચાતે
હો.

_મોહમ્મદઅલી ભૈડુ,વફા,

شرم تُم کو نہیں آتی

میرا شہر دُبآ ہے غم کے سمنرر مین
اور تُم ہو کے عید کی خُشیاَں اُڑاتے ہو

شرم تُم کو نہیں آتی ارے ظا لم ذراسی بہی
پڑے مُردے گہروں میں ہے تُم رقص رچا ٹے ہو

محمدعلی بھائدو’وفا’

વફા_મોહમ્મદઅલી ભૈડુ’વફા’

મુકતક

વિધ્યા ખોટીકઈઁ ભણેલીછે વફા
નફરત ની દૂષિતા જ્ણેલીછે વફા.

આકાશે થાઁભલો કયાઁ એકેય ’વફા’?
ભીંતો તો આપણે ચણેલીછે વફા.

_મોહમ્મદઅલી ભૈડુ’વફા’

Monday, October 30, 2006

રઁગ _મોહમ્મદ અલી ભૈડુ’વફા’

(ગઝલ)

આ કેમ સચવાયો નહીઁ એની અદાનો રંગ.
એની પસન્દની વાત છે લીધો હવાનો રંગ્

મેદી ની જયમ હાથથી એના ઉડી જાશે,
એ હાથમા હુઁ કયાઁ ધરુઁ મારી વફાનો રંગ.

અર્પી શકો મુજ્ને નહીઁ સાગર ના પયમાને,
સાકી અહીઁ નિરઁગ રહ્યો મારી સુરાનો રઁગ.


ચાલો હવે રઁગો થકી પર આપણે થઈએ,
તારી સુરાનો રઁગ એ મારી ત્રુષાનો રઁગ.


ફૂલો કળીઓ પાઁદડાઁ વેરાન થઈ જાશે,
દેખાય છે રંગીન તારી ખિઁઝાનો રંગ.


ઊડી જશે જયારે બધા બાગો થકી ભમરા ,
આવી જશે આ બાગમા મારી’વફા’નો રઁગ
.
_મોહમ્મદ અલી ભૈડુ’વફા’

2ડીસે.2005

Thursday, October 26, 2006

ધડકન બની ગઈ__મોહમ્મદ અલી ભૈડુ’વફા’

ધડકન બની ગઈ__મોહમ્મદ અલી ભૈડુ’વફા’

સહરા તણી વેરાનીઓ ગુલશન બની ગઈ.
કાજળ ભરેલી રાત પણ રોશન બની ગઈ

આવ્યુઁ ખબર આગમનની લઈને કોઇ જયાઁ,
અસ્તિત્વની ત્યાઁ વાંસળી ધડ્કન બની ગઈ
.
કેવી હશે એ સાધના તે દીપની પ્રખર,
એકજ કિરણથી મહેફિલો રોશન બની ગઈ
.
આશા મિલનની આપી તેઁ ખોટી ખરી ભલે,
એતો જ ઇંતેઝારની સમર્થન બની ગઈ

મળ્યુઁ નહીઁ એકે કિરણ અમનેજ ભાગ્યમા ,
જોકે તમરી રાત તો રોશન બની ગઈ.

તોડી અમે જ્યાઁ શ્રુઁખલા અવરોધની ‘વફા’
કેડી નવી ત્યાઁ રાહમાઁ બઁધન બનીગઈ

__મોહમ્મદઅલી ભૈડુ’વફા’

11જુલાઈ1968 (ઈસ્માઈલી)

Wednesday, October 25, 2006

રાહ જૂએછે(ગઝલ)____મુહમ્મદઅલી ભૈડુ’વફા’

રાહ જૂએછે(ગઝલ)____મુહમ્મદઅલી ભૈડુ’વફા’


ઉઠો સાગર તરી જાઓ કિનારા રાહ જૂએછે.
નજર મંઝિલ તરફ માંડો ઉતારા રાહ જૂએછે.

ઉઠો આકાશ ઘેરી લો તમે શ્રધ્ધા તણી પાંખે,
નિગાહોથી ગગન ભેદો સિતારા રાહ જૂએછે.

કળિની આંખ બેબસ છે તમારી રાહ ગુજર ઉપર,
ત્રુષા દ્રષ્ટિની અંતરના ધખારા રાહ જૂએછે.

છવાઈ ગઇ ઉદાસીછે મદિરાલય તણા દ્વારે,
સુરાહીથી ટપકતી મયની ધારા રાહ જૂએછે.

અને આ રાહમા વીતી જવાનુઁ આયખુઁ આખુ,
કદી દીદાર આપીદો નઝારા રાહ જૂએછે.

હ્ર્દય મંથનના પ્રશ્નોના કોઇ ઉત્તર હશે કે ના,
જવાબ આપો કે પ્રશ્ન પુછનારા રાહ જૂએછે.

રજા આવીને આપોતો સુખેથી એય કઁઈ પોઢે,
જગત પોઢી ગયુઁ કેવળ સિતાર રાહ જૂએછે.

‘વફા’ની રાહના કાજે ફનાની રાહના કાજે,
તમે આવો હ્રદયના અર્પનારા રાહ જૂએછે.

____મુહમ્મદઅલી ભૈડુ’વફા’

વલથાણ,સુરત 1967

Monday, October 23, 2006

સમય __મોહમ્મદઅલી ભૈડુ’વફા’

સમય __મોહમ્મદઅલી ભૈડુ’વફા’

ઘડિયાળના કાંટા ઉપર ફેલાયલો સમય.
પ્રતિક્ષા તણી આખો મહીઁ રેલાયલો સમય.

રણમા રહી સદીઓ પછી એ રેત થઇ ગયો,
તે યાદના કો,કાફ્લે વીઁટળાયલો સમય.

__મોહમ્મદઅલી ભૈડુ’વફા’
બ્રામ્પટન,કેનેડા 23અઓકટો.2006

વધુ માટે જુઓ:
www.bazmewafa.blogpost.com/
 
Web Site Counter
Counters