બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Thursday, August 31, 2006

નકર_મોહમ્મદ અલી ભૈડુ"વફા"

નકર _મોહમ્મદ અલી ભૈડુ"વફા"

પ્રેમના ખોટાજ દેખાડા ન કર
શક્યતાઓ છોલીને વર્તાળા ન કર.

જીંદગીના પાંદડાનો રંગ જો,
ભાગ્યની રેખાજ પસવારા ન કર.

જાળમા આવે કદીના માછલી
આ નકામા વારિમા કુંડાળા ન કર.

ભૂલવાનુઁ સુખ કદીતો લુંટને
દુઃખ દર્દના આમ સરવાળા ન કર.

એ’ જુદી ભાષા નથી મુશાયરાની
છાલ ગઝલની છોલવા ચાળા ન કર.

કઈ રીતે એના ઉપર ચડશે"વફા"
મ્રુગજળ ની આરઝુના મીનારા ન કર.

_ મોહમ્મદ અલી ભૈડુ"વફા"

૨૩ફેબ્રુઅ.૨૦૦૬
ગાલગાગા,ગાલગાગા,ગાલગા

Friday, August 25, 2006

મદિરાના જામો _ મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ખઁડિત થયા,છે મદિરાના, જામો,
ખંડેર ભાસે સબન્ધોના ગામો.

આપોન ધક્કો, મદિરા ધરીને,
એમાજ ગૌરવ પડ્તાને થામો.

ટુકડાહવે એ સાઁધીશુઁ કરશો,
ખંડિત અરીસોઅભરખો નકામો

કયાઁ ગઇ મહેફિલ મિલન કયાઁ થાશે
આ પીગળીરહ્યાઁ બરફના મકાનો.

માળો’વફા’સચવાય એ કયાઁ થી
તૂટેલ ડાળી તે પર વિસામો.

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ગાગાલગા.ગાગાલગા,ગાગા

Wednesday, August 23, 2006

ભૂલીજા- _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

આ તાપી કિનારો ને ગાઁધી બાગ કેમ ભુલાશે?
અહીઁ મારી મહોબ્બતનો દટાયેલો ખઝાનો છે.
-આસીમ રાઁદેરી
ભૂલીજા

તાપી કિનારો ગાઁધી બાગ ભૂલીજા
પાણી થકી લાગેલ આગ ભૂલીજા.

સાથે રહી કોણે ખંજર પીઠમા ભોંક્યુઁ
તે વાર ની સાથે તે દાગ ભુલી જા.

છેદાય ડંખોથી ગયુઁ નગર તારુઁ,
તે ઝેરભૂલીજા એ નાગ ભૂલીજા.

પેલા ખઝાનાને, હવે કયાઁ જઈ શોધુઁ
તે પ્રેમ ભૂલીજા ,એનો રાગ ભૂલીજા.

ભાગ્યતમારા મા હતુઁ દર્દ આજોવા
આપ્યારની નગરી તણો ત્યાગ ભૂલીજા

દિલતો રડે પણ કયાઁ નયન રહ્યાઁ સુકાઁ
તાપી તટે ખેલાયેલ ફાગ ભૂલીજા.

-20ઓગસ્ટ2006

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’


એક સો વર્ષ વટાવી ચુકેલા જનાબ આસીમ રાઁદેરી સાહેબ ને
સલામ સહિત અર્પણ..નઝ્મમાઁ તુકારાંત માનાર્થે પ્રયોજાયુઁ છે.
કોઈ રાન્દેરી ,સુરતી વ્યક્તિ આ વાંચે તો આસીમ સાહેબને સઁભળાવવા વિનંતી

Thursday, August 17, 2006

અરબી કાવ્ય _ તૌફીક જૈયાદ.

ફલસ્તીની(પેલેસ્તાઈન) કવિ તૌફીક જૈયાદ.

અહીઁ અમે રહીશુઁ.

લીડ્ડામાઁ,રામલામાઁ,અને ગલિલીમાઁ,
અમે એ રીતે રહીશુઁ
તમારી છાતી ઉપર એક દીવાલ ની જયમ,
અને તમારા ગળામાઁ
એક કાચની કરચ ની જયમ,
થોરના કંટકની જયમ,
અને તમારી આઁખોમાઁ
રેતના તોફાન બનીને,

અમે રહીશુઁ
તમારી છતી પર જાણે દીવાલ
તમારી હોટ્લોમા થાળીઓ સાફ કરીશુઁ
તમારા સુરાલયોમા પીણાઓ પીરસીશુઁ,
તમારા રસોડાના પથ્થરો ની સફાઈ કરીશુઁ,
અમારા ભુલકાઁઓ માટે એક કોળિયો છીનવવા માટે,
તમારા ભુરા ઝેરી દાંત માઁથી

અહીઁ અમે રહીશુઁજ
અમારા ગીતો ગાઈશુઁ
ક્રોધિત શેરીઓમા નીકળી પડીશુઁ
તમારી જેલોને આત્મ ગૌરવ સાથે ભરવા માટે
લીડ્ડામા,રામલામાઁ,અને ગલિલેમાઁ
અમે રહેવાનાજ
અંજીરના પડછયાઓનુઁ રક્ષણ કરવા
અને ઓલિવ ના વ્રુક્ષોનુઁ
અમારા બળકોમા બળવાનુઁ ખમીર ભરવાને
જાણેકે આટામા આથો.

_તૌફીક જૈયાદ

Wednesday, August 16, 2006

ખોટી અટકળ_ મોહમ્મદઅલી ભૈડુ”વફા”

આમ કરોના ખોટી અટકળ.
કોણ કહેછે જીવન ઝાકળ.
એતો છે સઁદેશ ખુદાનો ,
એથી આવ્યા લાખો પયંબર,
જા લખીલો કરમો ની ગઝલો,
જીવન એતો કોળુઁ કાગળ.
હિલ્લોરા ખાતોછે દરિયો,
કાલ ભરીલે પ્રેમની ગાગર.
કળિયો ચહેકે પૂષ્પો મ્હેકેને
તૂ ઝંખે આવળ બાવળ .
સુરત“ તો રગ રગ માઁ રમતુ
આઁખનુ કાજળ ચોક થી ભાગળ.
ચાલ “વફા” તાપી ત તટ જઇએ .
પાછા રંગીએ રંગનો પાલવ.
ગાગા ,ગાગા, ગાગા, ગાગા(ફઅલુન. ફઅલુન. ફઅલુન. ફઅલુન.)મુતદારિક છઁદ (8 અક્ષ્રરી)(અથવા વિદ્યુન માળા છઁદ)

મોહમ્મદઅલી ભૈડુ”વફા”

6 સપ્ટે.2005
સુરત તારી સોનાની મુરત
કોણે કરી એને આ ગારત.
પાછુઁ તુ બેઠુઁ થઈ જાશે કાલે
કેમ કે તારી રગીન તબિયત
‘વફા””
સુરત” તો રગ રગમાં રમતુ
ચોકથી ભાગળ જળ જળાજળ
ચાલ “વફા” તાપી તટ જઇએ
પાછા ભરીયે દર્દનો પાલવ.-

- મોહમ્મદ અલી ભૈડુ “વફા”

16અઓગષ્ટ 2006-

Sunday, August 13, 2006

शीकवाए सुरत:कल्लु कव्वाल(अग्नात)

शीकवाए सुरत:

हालत सुरत की बनाई अरे बाप रे बाप.
बापु मोदी की दुहाई अरे बापरे बाप.
न पानी बरसा सुरत मेँ ईतना मुशला धार.
बारीश के चंद छीतोँ से आती नही सैलाब.
फीर ये आफ्त आई कहाँ से सोचो मेरे भाई,
सुरत की सोने की मुरत करदी कीसने खराब
भाजप बीलकुल न शरमाई अरे बाप रे बाप.
हालत सुरत की बनाई अरे बाप रे बाप.
उकाई डाम पर बढ्ता था दो हफ्तेप्ते पानी,
ईजनेरोँ की एक भी बात सरकारर्ने न मानी.
छोड् देते पानी वहाँसे धीरे धीरे यारो,
सुरत की ईस हद तक होती न बरबादी.
ये तो साजिश थी बनाई अरे बाप रे बाप
हालत सुरत की बनाई अरे बाप रे बाप.

_कल्लु कव्वाल(अग्नात)

(कीसी ‘कालु कव्वाल”सुरतीने ए दर्दनाक कव्वाली भेजीहै,दिल हेला देती है)

आगे परह्ने के लिये क्लीक करेँ: http://bazmewafa.blogspot.com/

Tuesday, August 01, 2006

બિમારની રાત_જાવેદ અખ્તર

પીડા દયાહીન છે
પીડા જ્લ્લાદ છે
પીડા કઁઈ કહેતી નથી
સાઁભરતી નથી
પીડા બસ અનુભવાયછે
પીડાથી સબડેલુઁ
કચડાયેલુઁ
શરીર તો હવે પરાજિત થઈ ગયુઁ.

આત્મા ઘણો જીદ્દીછે
પ્રર્તિરોધ કરી રહ્યો છે
હાંફે છે
કંપે છે
ગભરાયેલો
પીડાની શક્તિથી
ઘુઁટાયેલો
દેહને ચોઁટી પડ્યોછે
કહેછે
છોડીશ નહીઁ
મ્રુત્યુ
આંગણામા ઉભુઁ છે કયારથી
ધીરજથી એને નિરખી રહ્યુઁ છે
આજ રાત્રે
ન જાણે શુઁ થશે?

_જાવેદ અખ્તર

1ઓગસ્ત2006
(નામઁકિત ઉર્દુ કવિ જાવેદ અખ્તરની અછન્દાસ રચ્નાનો અનુવાદ_વફા)
 
Web Site Counter
Counters