બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Wednesday, April 12, 2006

હસતુઁ વદન હતુઁ-મોહમ્મદઅલી ભૈડુ

હસતુઁ વદન હતુઁ-મોહમ્મદઅલી ભૈડુ

એ રીત આ,રઝુનુઁ થયુઁ, કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ,કેવુઁ વચન હતુઁ.

સૂચક છે વાત એનો ખુ,લાસો ન માગશો,
કોના વિચારે એમનુઁ,,,,, હસતુઁ વદન, હતુઁ

એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.

ઉઁચા સદનની ધૂળ્માઁ અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.

જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.

ભટકી રહી તારી નજર દૂર કયાઁ “વફા”
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ.

મોહઁમદઅલી ભૈડુ”વફા”
જઁબુસર મુશયરો 24-2- 1968
છઁદ:
ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા,લગા.
(મુસતફઇલુન, મુસતફઇલુન, મુસતફઇલુન,ફઅલ્)

કાગળ લખુઁ_મોહમ્મદઅલી ભૈડુ”વફા”

કાગળ લખુઁ_મોહમ્મદઅલી ભૈડુ”વફા”

શબ્દનો વ્યપાર આ ફેલાય તો કાગળ લખુઁ.
મૌનની દીવાલ આ ચીરાય તો કાગળ લખુઁ.

લાગણીના મોગરા મ્હેકાય તો કાગળ લખુઁ.
પાન સબઁધોના કઈઁ લીલાય તો કાગળ લખુઁ.

આ ખડક ફેલાયલો વરસો થયાઁ તૂટ્યો નથી ,
વજ્રએ થોડો જર મીણાય તો કાગળ લખુઁ.

શબ્દની ઈમારતો થઇ ગઇ સંકીર્ણ સહુ,
અર્થની ભંગિમા બધી અંગડાય તો કાગળ લખુઁ.

એમનીઅ આબેકરારી અએકાંત મા અશ્રુ વ અહે.
ભીનપ તમારા નયન મા અંજાય તો કાગળ લખુઁ.

એસદા રહ્યોછે વ્યસ્ત એની છબી સજાવામા,
આયનો મનનો જરા તરડાય તો કાગળ લખુઁ.

ટેરવાઁ વિવશ બન્યા એકજ બયાઁ લખવા “વફા”
એમનો મોહક ઈશારો થાય તો કાગળ લખુઁ.
છઁદ
ગાલગા,ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા

(ફાઇલુન ,મુસતફઇલુન , ,મુસતફઇલુન , ,મુસતફઇલુન ,)0

મોહમ્મદ અલી ભૈડુ”વફા”
4જુલાઈ 2005

બારા ખડી છે-મોહમ્મદઅલી ભૈડુ"વફા"

સમયની આ પાંખો કયાં ક્યાં ઉડીછે.
છતાંયે આ દુનિયા બારા ખડી છે.

ઉછીના બે સ્વાસો અર્પી શકે ના,
પગે બેડી મજબુર કેવી પડી છે.

કોઇ ચાંદ તારા ની વાતો નથી આ,
જુઓ ભુખ કોની આ ભીખે ચડી છે.

જરા સુરજને કોઇ જઈને તો પુછો;
અંધારાની ફીરકી કયાં,માથે મઢી છે.

બધા બાગ સુકા ,બધી આંખ તરસી
વરસો હવે તો ત્રુષા ની ઘડીછે.

ઉદાસીના વાવો ઊલેચી જુઓને,
"વફા"ત્યાં અમારી રંગોળી ઢળી છે.

મોહમ્મદઅલી ભૈડુ"વફા"૪માર્ચ્૨૦૦૬

દ્વાર પર- મોહમ્મદઅલી ભૈડુ”વફા”

દીપ સ્મરણો ના બળેછે દ્વાર પર.
આરઝૂ ઝૂરી મરેછે દ્વાર પર.

કોઇની દસ્તક પડેછે દ્વાર પર.
આંખડી ત્યાઁ સરવરેછે દ્વાર પર.

ઈંતેજારી ના લટકતા કંટકે,
જિઁદગી ડુસકાઁ ભરેછે દ્વાર પર.

આસકળ અસ્તિત્વ ધીમે ઓગળી,
ધડકનો થઇને ફરેછે દ્વાર પર.

આંખ હુઁ મીંચી દઉઁ છુઁ તે છતાઁ,
હૈયુઁ તો બળતુ રહેછે દ્વાર પર.

આંખમા થીજયા પ્રતીક્ષા ના કણો,
આગમનથી ઓગળેછે દ્વાર પર.

લાગણીના ભારથી કચડાયેલી,
ઊર્મિઓ છલકી રહે છે દ્વાર પર.

હા”વફા” નિશ્ચે થયુંછે આગમન,
આજ હૈયુઁ થર થરેછે દ્વાર પર.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”
ગુ.મિ.20નવે.1967
ગાલગાગા,ગાલગાગા,ગાલગા
(ફાઇલાતુન, ફાઇલાતુન,ફાઇલુન્)

રમલ છઁદ (11 અક્ષરી)
 
Web Site Counter
Counters